યોગ્ય સમયે જવાબ આપીશઃ ધોની

msdhoni
લંડન, 30 મેઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એક વાર મેચ ફિક્સિંગ મામલે કંઇપણ બોલવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે લંડનમાં કહ્યું કે યોગ્ય સમય આવ્યે તે તમામ પ્રશ્નોના જવાબ આપશે. સ્પોટ ફિક્સિંગ પ્રકરણથી ભારતીય ક્રિકેટની સાખને કોઇ અસર પહોંચી નથી.

ધોનીએ કહ્યું કે, પોતાની ટીમને તે દરેક વિવાદથી દૂર રાખવા માગે છે. ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનને લઇને ઉઠતાં પ્રશ્નો વચ્ચે કહ્યું કે, ટીમ ઇન્ડિયાની સાખને અસર પહોંચી હોવાની વાત ખોટી છે અને તેને કોઇ નુક્સાન થયુ નથી. તેમણે કહ્યું કે, આઇપીએલથી ટીમના પ્રદર્શન પર કોઇ અસર પહોંચી નથી. ધોનીએ સ્વિકાર કર્યો કે કેટલાક ખિલાડી અન્યોની તુલનામાં માનસિક રીતે નબળા હોઇ શકે છે.

આઇપીએલ મેચ ફિક્સિંગ પ્રકરણ પર જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે લંડન રવાના થતા પહેલા તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે મૌન સેવી લીધું હતું અને કહેવામાં આવ્યું હતું કે તેમને માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત પ્રશ્નો જ પૂછવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ સબબ રાજસ્થાન રોયલ્સના શ્રીસંથ સહિત ત્રણ ખેલાડીઓ, અભિનેતા વિંદુ દારા સિંગ અને શ્રિનિવાસનના જમાઇ મયપ્પનની ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X