રિંકુ સિંહ T20 વર્લ્ડ કપ રમશે કે નહીં? જાણો શું કહ્યું આશિષ નહેરાએ?

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 સિરીઝને ભારતીય ટીમે 4-1 થી જીતી છે. આ સિરીઝમાં રિંકુ સિંહ ફરી એક વખત ફિનિસર સાબિત થયો છે.

રિંકુ સિંહ હવે T-20 વર્લ્ડ કપ માટે પણ ટીમ ઈન્ડિયાનો દાવેદાર માનવામાં આવે છે. રિંકુ સિંહને આગામી વર્ષે યોજાનારી T-20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે.

IND vs AUS

આઈપીએલ બાદ T20 વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે ત્યારે હવે ભારતીય ક્રિકેટ ફેન્સની નજર રિંકુ સિંહ પર છે અને સવાલ કરી રહ્યા છે કે તેને ટીમમાં સ્થાન મળશે કે કેમ? હવે આ બાબતે આશિષ નહેરાનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે.

આશિષ નેહરાએ જણાવ્યુ કે, તેમાં કોઈ શંકા નથી કે રિંકુ સિંહ ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાનો દાવેદાર છે. પરંતુ વર્લ્ડ કપ હજુ ઘણો દૂર છે અને તે જે પદ માટે દાવેદાર છે તેના માટે તેની સાથે અન્ય ઘણા ખેલાડીઓ છે. આ સ્થિતિમાં રિંકુ સિંહે સતત સારું પ્રદર્શન કરવું પડશે.

આશિષ નેહરાએ વધુમાં કહ્યું કે, હજુ સુધી રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા સામે આવી નથી. આ બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપની ટીમમાં હોવા જોઈએ. પરંતુ હજુ સુધી આ અંગે પુષ્ટિ મળી નથી.

નેહરાના મતે જીતેશ શર્મા અને તિલક વર્માને પણ તક આપવામાં આવી શકે છે. આ સ્થિતિમાં શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા કયા નંબર પર રમશે તે એક મોટો પ્રશ્ન હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X