Women's T20 WC : ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન, દક્ષિણ આફ્રિકાની 19 રને હાર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 137 રન જ બનાવી શકી અને 19 રનથી ટ્રોફી ગુમાવી હતી.
મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પર કબ્જો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 157 રનનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 137 રન જ બનાવી શકી હતી. પાવરપ્લેમાં દક્ષિણ આફ્રિકાએ છ ઓવરમાં એક વિકેટ ગુમાવીને 22 રન બનાવ્યા હતા. અહીંથી જ આફ્રિકન ટીમની મુશ્કેલીઓ વધી હતી.

ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ 53 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 74 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી. બેથ મૂનીની ઇનિંગને કારણે ઓસ્ટ્રેલિયા 150થી વધુ રન બનાવી શક્યું.
અહીં તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં આઠ વખત મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ છ વખત ટ્રોફી કબજે કરી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ એક એક વખત ચેમ્પિયન બની છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 137 રન જ બનાવી શકી અને 19 રનથી ટ્રોફી ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે ઓપનર એલ વોલ્વાર્ડ 48 બોલમાં 61 રનની સર્વોચ્ચ ઈનિંગ રમવામાં સફળ રહ્યો હતો. એલ વોલ્વાર્ડ 48 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 61 રન બનાવીને આઉટ થયો હતો. જો કે તેની ઇનિંગ્સ અપૂરતી સાબિત થઈ હતી.
ઓસ્ટ્રેલિયા માટે એલિસા હીલી અને બેથ મૂનીએ ફરી એકવાર ટીમને સારી શરૂઆત અપાવી હતી. મેરિઝાન કેપે એલિસા હીલીને નાદિન ડી ક્લાર્કના હાથે કેચ કરાવીને ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. હીલી 20 બોલમાં 18 રન બનાવી શકી હતી. આ પછી ક્લો ટ્રિયોને 12મી ઓવરમાં એશ્લે ગાર્ડનરને સુને લ્યુસના હાથે કેચ કરાવ્યો હતો. તે 29 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે મલબાએ ગ્રેસ હેરિસને ક્લીન બોલ્ડ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 156 રન બનાવી હતી.












Click it and Unblock the Notifications
