For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાઝીલની વિશ્વકપમાં ભૂંડી હાર, જર્મની ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

બેલો હોરિઝોંટે, 9 જુલાઇ: ફુટબોલ વર્લ્ડકપની યજમાન ટીમ બ્રાઝીલને અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. સેમીફાઇનલના મુકાબલામાં જર્મનીએ બ્રાઝીલને 7-1થી ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું છે. આ જીતની સાથે જ જર્મનીની ટીમ 8મી વખત વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી ગઇ છે.

બ્રાઝીલ અને જર્મની વચ્ચે રમાયેલી સેમિફાયનલ મેચમાં શરૂઆતની માત્ર 30 મિનિટમાં જ જર્મનીએ 5 ગોલ કરી દીધા હતા. આવો એકતરફી મુકાબલો વિશ્વકપની સેમિફાઇનલ મેચમાં આ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો.

જર્મની તરફથી ગોલની શરૂઆત 11મી મિનિટમાં થૉમસ મૂલરે કરી, 12 મિનિટ બાદ ક્લોસે ગોલ કરીને વર્લ્ડકપમાં સૌથી વધારે 16 ગોલ કરવાનો વિક્રમ બનાવ્યો. બેટન ટોની ક્રૂસને પાસ થયું અને ક્રૂસે એક એક કરીને બે ગોલ કરી દીધા. સમી ખેદિરાએ ત્રણ મિનિટ બાદ જ ગોલ કરી હાફ ટાઇમ પહેલા એટલી બઢત બનાવી લીધી જે સ્કોલારી એંડ કંપનીના મનોબળને તોડવા માટે પૂરતી હતી.

હાફ ટાઇમ સુધી જર્મની 5 ગોલથી આગળ નીકળી ચૂક્યું હતું. પહેલા ગોલથી પાંચમાં ગોલની વચ્ચેનું અંતર માત્ર 18 મિનિટનું હતું, પરંતુ જર્મન ટીમ અહીં રોકાઇ નહી. આંદ્રે શર્રેલે મેચના 69મી મિનિટ પર પોતાનું ખાતુ ખોલાવ્યું અને 10 મિનિટ બાદ જ બીજો ગોલ કરીને પોતાનો કોટા પૂરો કરી દીધો. 79 મિનિટ બાદ જર્મનીનો સ્કોર 7-0 થઇ ચૂક્યો હતો. પહેલા હાફમાં ગોલ થવા પર જે બ્રાઝીલના ફેન્સ હતા તેમની આંખોમાં આંસુ દેખાવા લાગ્યા હતા, અને મેદાન છોડીને જવા સિવાય તેમની પાસે બીજી કોઇ આશા ન્હોતી. જોકે બ્રાઝીલ તરફથી છેલ્લી મિનિટમાં ઓસ્કર તરફથી કરવામાં આવેલા ગોલથી કોઇ ફર્ક પડવાનો ન્હોતો.

અંતે મેચ 7-1ના સ્કોર પર પૂરી થઇ. આ વર્લ્ડકપમાં બ્રાઝીલની અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. આ પહેલા 1920માં ઉરુગ્વેએ 6-0થી હરાવ્યું હતું. જર્મનીની આ જીતે એકવાર ફરી સાબિત કરીને બતાવી દીધું છે કે ખેલાડીઓની વચ્ચે તાલમેલ હોય તો મેચ જીતવા માટે કોઇ સ્ટાર ખેલાડીના ભરોસે નહીં રહેવું પડે. વર્લ્ડકપમાં આઠમી વખત ફાઇનલમાં પહોંચેલી જર્મનીની ટીમ હવે નેધરલેંડ અથવા આર્જેન્ટિનાની સામે ખિતાબી મેચ લડશે.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

ફુટબોલ વર્લ્ડકપની યજમાન ટીમ બ્રાઝીલને અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે.

સેમીફાઇનલના મુકાબલામાં જર્મનીએ બ્રાઝીલને 7-1થી ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું છે. આ જીતની સાથે જ જર્મનીની ટીમ 8મી વખત વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી ગઇ છે.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

બ્રાઝીલ અને જર્મની વચ્ચે રમાયેલી સેમિફાયનલ મેચમાં શરૂઆતની માત્ર 30 મિનિટમાં જ જર્મનીએ 5 ગોલ કરી દીધા હતા. આવો એકતરફી મુકાબલો વિશ્વકપની સેમિફાઇનલ મેચમાં આ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

જર્મની તરફથી ગોલની શરૂઆત 11મી મિનિટમાં થૉમસ મૂલરે કરી, 12 મિનિટ બાદ ક્લોસે ગોલ કરીને વર્લ્ડકપમાં સૌથી વધારે 16 ગોલ કરવાનો વિક્રમ બનાવ્યો.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

સમી ખેદિરાએ ત્રણ મિનિટ બાદ જ ગોલ કરી હાફ ટાઇમ પહેલા એટલી બઢત બનાવી લીધી જે સ્કોલારી એંડ કંપનીના મનોબળને તોડવા માટે પૂરતી હતી.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

હાફ ટાઇમ સુધી જર્મની 5 ગોલથી આગળ નીકળી ચૂક્યું હતું. પહેલા ગોલથી પાંચમાં ગોલની વચ્ચેનું અંતર માત્ર 18 મિનિટનું હતું, પરંતુ જર્મન ટીમ અહીં રોકાઇ નહી.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

આંદ્રે શર્રેલે મેચના 69મી મિનિટ પર પોતાનું ખાતુ ખોલાવ્યું અને 10 મિનિટ બાદ જ બીજો ગોલ કરીને પોતાનો કોટા પૂરો કરી દીધો.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

79 મિનિટ બાદ જર્મનીનો સ્કોર 7-0 થઇ ચૂક્યો હતો. પહેલા હાફમાં ગોલ થવા પર જે બ્રાઝીલના ફેન્સ હતા તેમની આંખોમાં આંસુ દેખાવા લાગ્યા હતા, અને મેદાન છોડીને જવા સિવાય તેમની પાસે બીજી કોઇ આશા ન્હોતી.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

બ્રાઝીલ તરફથી છેલ્લી મિનિટમાં ઓસ્કર તરફથી કરવામાં આવેલા ગોલથી કોઇ ફર્ક પડવાનો ન્હોતો.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

અંતે મેચ 7-1ના સ્કોર પર પૂરી થઇ. આ વર્લ્ડકપમાં બ્રાઝીલની અત્યાર સુધીની સૌથી મોટી હાર છે.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

જર્મનીની આ જીતે એકવાર ફરી સાબિત કરીને બતાવી દીધું છે કે ખેલાડીઓની વચ્ચે તાલમેલ હોય તો મેચ જીતવા માટે કોઇ સ્ટાર ખેલાડીના ભરોસે નહીં રહેવું પડે.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાં આઠમી વખત ફાઇનલમાં પહોંચેલી જર્મનીની ટીમ હવે નેધરલેંડ અથવા આર્જેન્ટિનાની સામે ખિતાબી મેચ લડશે.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

ફુટબોલ વર્લ્ડકપની યજમાન ટીમ બ્રાઝીલને અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે.

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

વર્લ્ડકપમાંથી બ્રાઝીલ બહાર, જર્મની પહોંચ્યું ફાઇનલમાં

સેમીફાઇનલના મુકાબલામાં જર્મનીએ બ્રાઝીલને 7-1થી ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું છે. આ જીતની સાથે જ જર્મનીની ટીમ 8મી વખત વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી ગઇ છે.

English summary
Three-time champions Germany demolished five-time champions and hosts Brazil 7-1 in the first semi-final of the 2014 Fifa World Cup at the Estadio Mineirao here to make their eighth final till date. The Europeans sealed the game within 29 minutes in the first half by pumping in five goals to send the entire stadium into mourning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X