For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વકપ 2015નો કાર્યક્રમ જાહેરઃ ભારત-પાક એક ગ્રુપમાં

|
Google Oneindia Gujarati News

દુબઇ, 30 જુલાઇઃ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 2015માં થનારા ક્રિકેટ વિશ્વકપના કાર્યક્રમની મંગળવારે ઘોષણા કરવામાં આવી. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૃપમાં રાખવામાં આવ્યા છે. વિશ્વકપમાં 14 ટીમો ભાગ લેશે. ભારતનો પહેલો મુકાબલો 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે હશે.

વિશ્વકપની ફાઇનલ 29 માર્ચે મેલબોર્નમાં રમાશે. ભારતને ગ્રૃપ બીમાં રાખવામાં આવ્યું છે. ભારત સાથે ગ્રુપ બીમાં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ અને ઝિમ્બાવ્વેને રાખવામાં આવ્યું છે. ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકાને રાખવામાં આવ્યું છે.

વિશ્વકપ પહેલા 14 ફેબ્રુઆરી 2015ના રોજ ન્યુઝીલેન્ડ વિ. શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ વિશ્વકપમાં 7-7 ટીમોને બે ગ્રૃપમાં બનાવવામાં આવ્યા છે.

ભારતની મેચ પર નજર ફેરવવામાં આવે તો 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે એડિલેડમાં, 22મીએ દક્ષિણ આફ્રિકા સામે મેલબોર્નમાં, 28મીએ ક્વોલિફાયર સામે પર્થમાં, 6 માર્ચે વેસ્ટ ઇન્ડિઝ સામે પર્થમાં, 10 માર્ચે આયરલેન્ડ સામે હેમિલ્ટન અને 14 માર્ચે ઝિમ્બાવ્વે સામે ઓકલેન્ડમાં મેચ રમાશે. તો ચાલો તસવીરોમાં જોઇએ અત્યાર સુધીને વિશ્વકપ વિજેતા દેશો.

વિશ્વકપ 2011

વિશ્વકપ 2011

વિજેતા દેશઃ- ભારત

વિશ્વકપ 2007

વિશ્વકપ 2007

વિજેતા દેશઃ- ઓસ્ટ્રેલિયા

વિશ્વકપ 2003

વિશ્વકપ 2003

વિજેતાઃ- ઓસ્ટ્રેલિયા

વિશ્વકપ 1999

વિશ્વકપ 1999

વિજેતાઃ- ઓસ્ટ્રેલિયા

વિશ્વકપ 1996

વિશ્વકપ 1996

વિજેતાઃ- શ્રીલંકા

વિશ્વકપ 1992

વિશ્વકપ 1992

વિજેતાઃ- પાકિસ્તાન

વિશ્વકપ 1987

વિશ્વકપ 1987

વિજેતાઃ- ઓસ્ટ્રેલિયા

વિશ્વકપ 1983

વિશ્વકપ 1983

વિજેતાઃ- ભારત

વિશ્વકપ 1979

વિશ્વકપ 1979

વિજેતાઃ- વેસ્ટ ઇન્ડિઝ

વિશ્વકપ 1975

વિશ્વકપ 1975

વિજેતાઃ- વેસ્ટ ઇન્ડિઝ

English summary
India and Pakistan are grouped together in the ICC Cricket World Cup 2015 which will be jointly hosted by Australia and New Zealand from February 14 to March 29, 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X