World Cup 2023 : આ છે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડી, લિસ્ટમાં સૌથી ઉપર ભારતીય ખેલાડી
ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં સિક્સરનો વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને રોહિત શર્મા સિક્સરોનો વરસાદ કરી રહ્યો છે. આજે આપણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડીઓની વાત કરવાના છીએ.
વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં 6 બેટ્સમેનોએ 10 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ લિસ્ટમાં ટોપ પર છે.

રોહિત શર્મા
રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 17 સિક્સર ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં સિક્સર ફટકારવામાં તે સૌથી આગળ છે. જે રીતે તે સિક્સનો વરસાદ કરી રહ્યો છે તેને જોતા તે છેક સુધી ઉપર રહી શકે છે.
ક્વિન્ટન ડી કોક
દક્ષિણ આફ્રિકન સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક તેની શાનદાર સિક્સરો માટે જાણીતો છે. તે વર્લ્ડ કપમાં દર્શકોનું શાનદાર મનોરંજન કરી રહ્યો છે. તેણે અત્યારસુધીમાં 5 મેચમાં 15 સિક્સપ ફટકારી છે. તે આ વર્લ્ડકપમાં સૌથી મોટો સ્કોર કરનારો ખેલાડી પણ છે.
હેનરી ક્લાસેન
આ લિસ્ટમાં ત્રીજુ નામ ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન હેનરી ક્લાસેનનું છે. ક્લાસેન શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તેને અત્યારસુધીમાં 288 રન બનાવ્યા છે. આ સાથે તેને 5 મેચમાં 15 સિક્સરો ફટકારી છે.
કુસલ મેન્ડિસ
આ લિસ્ટમાં ચોથુ નામ કુસલ મેન્ડિસનું છે. શ્રીલંકાન બેટ્સમેન કુસલ મેન્ડિસે અત્યાર સુધી માત્ર 4 મેચમાં 14 સિક્સર ફટકારી છે.
ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર આ લિસ્ટમાં 5માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે અત્યાર સુધીમાં 5 મેચમાં 13 સિક્સર ફટકારી છે.












Click it and Unblock the Notifications
