World Cup 2023 : નેધરલેન્ડ સામે રેકોર્ડનો વરસાદ, એક નહીં પુરા 11 રેકોર્ડ નોંધાયા
ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપ લીગ રાઉન્ડની છેલ્લી મેચમાં રેકોર્ડનો વરસાદ થયો છે. આ મેચમાં ભારતે જીત સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
આ મેચમાં ભારતે વર્લ્ડ કપનો પાંચમો સૌથી વધુ સ્કોર બનાવતા 4 વિકેટ ગુમાવીને 410 રન બનાવ્યા. આ ઇનિંગમાં પાંચ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા.

અહીં રોહિત શર્માએ 54 બોલમાં 61 રનની ઇનિંગ રમી તો શુભમન ગિલે 32 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી. બંનેએ શાનદાર શરૂઆત અપાવી અને 10 ઓવરમાં 78 રન બનાવ્યા. અહીં વિરાટ કોહલીએ અડધી સદી ફટકાર. જ્યારે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદી પુરી કરી.
મોટા જેવા સ્કોરનો પીછો કરવા આવેલી નેધરલેન્ડની ટીમ માત્ર 250 રન જ બનાવી શકી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી.
આ મેચની સૌથી સારી વાત એ છે કે, 9 ખેલાડીઓએ બોલિંગ કરી. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર સિવાય બધાએ બોલિંગ કરી. આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ 1-1 વિકેટ લીધી. આ મેચમાં રન સાથે રેકોર્ડનો વરસાદ જોવા મળ્યો.
કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર
215 - ભારત, 2023
209 - વેસ્ટ ઈન્ડિઝ, 2019
203 - દક્ષિણ આફ્રિકા, 2023
179 - ન્યુઝીલેન્ડ, 2015
165 - ઓસ્ટ્રેલિયા, 2023
વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ બોલરોનો ઉપયોગ
9 - ઈંગ્લેન્ડ, વિ શ્રીલંકા, 1987
9 - ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન, 1992
9 - ભારત વિ નેધરલેન્ડ, 2023
વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય સ્પિન બોલર
16 - રવિન્દ્ર જાડેજા, 2023
15 - અનિલ કુંબલે, 1996
15 - યુવરાજ સિંહ, 2011
14 - કુલદીપ યાદવ, 2023
14 - મનિન્દર સિંઘ, 1987
વન ડેની એક ઇનિંગમાં નેધરલેન્ડ ટીમની સૌથી વધુ સિક્સર
10 - અફઘાનિસ્તાન સામે, 2022
9 - ઓમાન સામે, 2023
9 - ભારત સામે, 2023
વિશ્વ કપમાં સતત સૌથી વધુ જીત
11 - ઓસ્ટ્રેલિયા, 2003
11 - ઓસ્ટ્રેલિયા, 2007
9 - ભારત, 2023
8 - ભારત, 2003
8 - ન્યુઝીલેન્ડ, 2015
એક કેલેન્ડર વર્ષમાં વન ડેમાં ભારતની સૌથી વધુ જીત
24 જીત, 2023
24 જીત, 1998
22 જીત, 2013
વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર
428/5 - દક્ષિણ આફ્રિકા દ્વારા શ્રીલંકા સામે, 2003
417/6 - ઓસ્ટ્રેલિયા દ્વારા અફઘાનિસ્તાન સામે, 2015
413/5 - ભારત દ્વારા બર્મુડા સામે, 2007
411/4 - દક્ષિણ આફ્રિકા દ્વારા આયર્લેન્ડ સામે, 2015
410/4 - ભારત દ્વારા નેધરલેન્ડ્સ સામે, 2023
વર્લ્ડ કપમાં ભારત દ્વારા એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
18, બર્મુડા સામે, 2007
16, નેધરલેન્ડ સામે, 2023
વર્લ્ડ કપમાં એક ઈનિંગમાં સૌથી વધુ રન આપનારા બોલરો
115, બાસ ડી લીડ દ્વારા ઓસ્ટ્રેલિયા સામે, 2023
110, રાશિદ ખાન દ્વારા ઈંગ્લેન્ડ સામે, 2019
107, લોગન વાન બીક દ્વારા ભારત સામે, 2023
વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓ દ્વારા 50થી વધુનો સ્કોર
20 - વર્લ્ડ કપ 2023
19 - વર્લ્ડ કપ 2019
18 - વર્લ્ડ કપ 2011
17 - વર્લ્ડ કપ 2003
વન ડેમાં એક ઇનિંગ સૌથી વધુ 50 પ્લસ સ્કોર
5 - પાકિસ્તાન દ્વારા ઝિમ્બાબ્વે સામે, 2018
5 - ઓસ્ટ્રેલિયા દ્વારા ભારત સામે, 2013
5 - ઓસ્ટ્રેલિયા દ્વારા ભારત સામે, 2020
5 - ભારત દ્વારા નેધરલેન્ડ સામે, 2023
વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન
145 - રાહુલ દ્રવિડ, 1999
102 - કેએલ રાહુલ, 2023
97 - કેએલ રાહુલ, 2023
91 - એમએસ ધોની, 2011
85 - મહેન્દ્ર સિંહ ધોની, 2011
85 - મહેન્દ્ર સિંહ ધોની, 2015
વર્લ્ડ કપમાં 80 થી વધુ રન આપનારા સૌથી વધુ બોલર
4 વખત - શ્રીલંકા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2023
3 વખત - અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2015
3 વખત - પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 2023
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો










Click it and Unblock the Notifications
