World Cup 2023 : ક્યારેક કબ્રસ્તાનમાં પ્રેક્ટિસ કરતા મોહમ્મદ શમીની સૌરવ ગાંગુલીએ આવી રીતે બદલી કિસ્મત
વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતનો પર્યાય બનેલો મોહમ્મદ શમી તેની ઘાતક બોલિંગથી વિરોધીઓ પર ભારે પડી રહ્યો છે. જો કે મોટા ભાગના લોકો શમીના સંઘર્ષ વિશે કંઈ નથી જાણતા.
વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત બાદ મોહમ્મદ શમીની દુનિયાભરમાં ચર્ચા છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઇનલ મેચમાં મોહમ્મદ શમીએ એકલા હાથે સાત વિકેટ લઈને બાજી પલ્ટી દીધી.

આ જીત બાદ મોહમ્મદ શમી ટોપ હેન્ડલાઈન્સમાં યથાવત છે. દરેક વ્યક્તિ મોહમ્મદ શમીના જીવનના સંઘર્ષ અને તેની મહેનત વિશે વાત કરી રહ્યા છે.
મોહમ્મદ શમીને અહીં સુધી પહોંચાડવામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની મોટી મહેનત છે. આ વાતનો ઉલ્લેખ ખુદ મોહમ્મદ શમીએ ઘણી વખત કર્યો છે. સૌરવ ગાંગુલીએ ઘણા પ્રસંગોએ મોહમ્મદ શમીની બોલિંગની પ્રશંસા કરી છે.
કબ્રસ્તાનમાં બોલિંગ પ્રેક્ટિસ કરતો
મોહમ્મદ શમી ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર અલીનગર ગામનો રહેવાસી છે. તેના પિતા ખેડૂત છે. શમીને નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. શમીને તક મળતી ત્યારે તે બોલિંગ કરતો હતો.
લેધર બોલ ખરીદવાના પૈસા નહોતા
મોહમ્મદ શમીના ઘરની પાછળ એક કબ્રસ્તાન હતું. આ કબ્રસ્તાનમાં તે ઘણીવાર પ્રેક્ટિસ કરતો હતો. મોહમ્મદ શમી પાસે લેધર બોલ ખરીદવાના પૈસા નહોતા અને એટલે તે ટેનિસ બોલથી પ્રેક્ટિસ કરતો હતો.
બંગાળ પહોંચ્યો અને નસીબ બદલાયુ
મોહમ્મદ શમીએ લેધર બોલથી બોલિંગ શરૂ કરી તો તેના કોચ બદર અહેમદે તેને ઘણો સપોર્ટ કર્યો. સ્થાનિક ટૂર્નામેન્ટમાં શમીની બોલિંગ સામે કોઈ નહોતું ટકી શકતુ. જો કે તેમ છતાં ઉત્તર પ્રદેશની જુનિયર સ્ટેટ ટીમમાં શમીની પસંદગી ન થઈ.
આ પછી તેના કોચ બદર અહેમદે તેને કોલકાતામાં ક્લબ ક્રિકેટ રમવાની સલાહ આપી. જે બાદ શમીએ પોતાનો છેલ્લો પ્રયાસ કર્યો અને પોતાના કોચની સલાહ પર બંગાળ ક્રિકેટમાં પોતાનું નસીબ અજમાવવા પશ્ચિમ બંગાળ પહોંચ્યો.
સૌરવ ગાંગુલીની નજર પડી અને ભારતને ઘાતક બોલર મળ્યો
બંગાળ પહોંચતા જ મોહમ્મદ શમીની કિસ્મત બદલાઈ. કોલકાતામાં તેના પ્રયત્નોની પ્રશંસા થઈ અને તે ઝડપથી જુનિયર રેન્કમાં આગળ વધ્યો. આ પછી તેને બંગાળ રણજી ટ્રોફી ટીમમાં સ્થાન આપવાની માંગ શરૂ થઈ.
મોહમ્મદ શમીને તાલીમ શિબિરમાં બોલાવવામાં આવ્યો અને બંગાળ ટીમના કેટલાક વરિષ્ઠ ક્રિકેટ ખેલાડીઓ માટે નેટ્સમાં બોલિંગ કરવાની તક મળી. આ સમય દરમિયાન તેણે સૌરવ ગાંગુલી માટે બોલિંગ કરી અને તેનું ધ્યાન આકર્ષિત કર્યું.
સૌરવ ગાંગુલીની નજર હંમેશા પ્રતિભા પર રહી છે. નેટ્સમાં યુવા શમીના તીક્ષ્ણ સ્પેલનો સામનો કર્યા પછી સૌરવ ગાંગુલીએ તરત જ મેનેજમેન્ટ ટીમને શમીની વિશેષ કેર કરવા અને તેની રમત માટે તેને ટેકો આપવા કહ્યું.
સૌરવ ગાંગુલીએ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તે લિસ્ટમાં વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ અને એમએસ ધોની જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ આજે ભારતીય ક્રિકેટના હિરો છે.
આ રીતે મોહમ્મદ શમી સૌરવ ગાંગુલી માટે ખાસ બન્યો
સૌરવ ગાંગુલી તરફથી મળેલા સમર્થન પછી મોહમ્મદ શમીએ તેની બોલિંગમાં સુધારો કર્યો અને શમી બંગાળ કેમ્પમાં નિયમિત બન્યો. ધીમે ધીમે સૌરવ ગાંગુલી સાથે તેનો ખાસ સંબંધ કેળવ્યો અને સૌરવ ગાંગુલીએ શમીને પોતાની દેખરેખ હેઠળ લીધો અને તેને ક્રિકેટર તરીકે આગળ વધાર્યો. ગાંગુલીના પ્રભાવે શમીને અનુભવી ઝડપી બોલર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ગાંગુલીએ ફિટનેસને લઈને શમીને સલાહ આપી હતી
મોહમ્મદ શમીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમે વિજય હજારે ટ્રોફી મેચમાં સાથે રમી રહ્યા હતા અને મેં માત્ર એક વિકેટ લીધી હતી. આ પછી અમે (હું અને સૌરવ ગાંગુલી) ડિનર બ્રેક દરમિયાન આજુબાજુ ઉભા હતા અને ખાઈ રહ્યા હતા. આ પછી દાદા મારી પાસે આવ્યા અને મને કહ્યું, તું ફાસ્ટ બોલર છે ને? તો પછી હું તારું પેટ આમ કેમ છું? આ સાંભળીને મને નવાઈ લાગી.
શમીએ કહ્યું કે, દાદા દ્વારા કહેવામાં આવેલી આ વાતોથી મને મારી ફિટનેસ પર સખત મહેનત કરવાની પ્રેરણા મળી. એ વાતચીત પછી મેં ફિટનેસને ગંભીરતાથી લીધી. મારે ઈજાઓ સાથે થોડો સંઘર્ષ કરવો પડ્યો અને મારું વજન વધીને 93 કિલો થઈ ગયું. પરંતુ મે મારી જાતને ફિટનેસ અને ડાયટ વિશે શિક્ષિત કર્યું અને થોડા મહિનામાં લગભગ 20 કિલો વજન ઘટાડ્યું. હવે મને રમતી વખતે ઓછી ઈજા થાય છે.












Click it and Unblock the Notifications
