World Cup 2023 : ટીમ ઈન્ડિયા લીગ રાઉન્ડમાં બબ્બર શેર અને નોક આઉટ રાઉન્ડમાં ભીગી બિલ્લી કેમ બની જાય છે?
ભારતીય ક્રિકેટ ટીમે વન ડે વર્લ્ડ કપની શાનદાર શરૂઆત બાદ ભારતની સફર લીગ મેચમાં શાનદાર રીતે આગળ વધી રહી છે. જો કે તમને થોડોક આંચકો લાગશે કે લીગ રાઉન્ડની બબ્બર શેર ટીમ નોકઆઉટ રાઉન્ડમાં ભીગી બિલ્લી બની જાય છે.
ભારત 2011માં ODI વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. ત્યારથી લીગ મેચોમાં ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે પરંતુ ટીમ નોકઆઉટમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

2011ના વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં કુલ 17 લીગ અને 2 નોકઆઉટ મેચ રમી છે. ટીમ 17 લીગ મેચોમાં માત્ર 1 મેચ હારી છે તો ભારતને બંને નોકઆઉટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ટીમ ઈન્ડિયાને નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. 2015ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં ભારતને 95 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ 2019ની ટૂર્નામેન્ટમાં ભારતને સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સિવાય ભારતે 2015 વર્લ્ડ કપમાં 6 લીગ મેચ રમી હતી અને તમામમાં જીત મેળવી હતી. આ પછી 2019 ODI વર્લ્ડ કપમાં ભારતે 8 લીગ મેચ રમી અને ઈંગ્લેન્ડ સામે માત્ર એક મેચ ટીમ હારી.
આ વખતે ઘરઆંગણે રમાઈ રહેલા 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચ રમી છે અને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે જીતની હેટ્રિક લગાવી છે.
2011 ODI વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયાએ 17 લીગ મેચોમાંથી 16 જીતી છે અને 2 નોકઆઉટમાં બંને હારી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 2023 વર્લ્ડ કપ દ્વારા રોહિત શર્માની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં પ્રવેશી છે. અગાઉ 2019માં વિરાટ કોહલીએ ભારતની કમાન સંભાળી હતી.












Click it and Unblock the Notifications
