World Cup 2023 : વર્લ્ડ કપ વિજેતા ટીમને અસલી ટ્રોફી કેમ નથી અપાતી? જાણો શુ છે નિયમ?

ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ ફિવર છવાયો છે અને એક પછી એક ધમારેદાર મેચ રમાઈ રહી છે. આ વખતે ભારત કોઈપણ ભોગે ટ્રોફી ઉઠાવવા માટે મેદાને ઉતર્યુ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે વર્લ્ડ કપ વિજેતા ટીમને અસલી ટ્રોફી આપવામાં આવતી નથી.

વર્લ્ડ કપની શરૂઆત થતા જ ક્રિકેટ ફેન્સની રુચિ સતત વધી રહી છે. ક્રિકેટ ચાહકો વર્લ્ડકપ સાથે જોડાયેલી માહિતી ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. આ તમામમાં એક સવાલ સતત પુછાઈ રહ્યો છે કે શું ઓરિજનલ ટ્રોફી વર્લ્ડ કપ જીતનાર ટીમને આપવામાં આવે છે કે કેમ?

World Cup Trophy

લોકો એ જાણવા ઉત્સુક છે કે ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ટીમને કઈ ટ્રોફી મળે છે? જે ટ્રોફી વિવિધ શહેરોમાં બતાવવામાં આવે છે? શું તે જ ટ્રોફી વિજેતા ટીમને આપવામાં આવે છે?

જણાવી દઈએ કે, ટ્રોફી વિશ્વ કપ જીતનાર ટીમને આપવામાં આવતી નથી. આખી ટૂર્નામેન્ટ દરમિયાન અસલ ટ્રોફી રાખવામાં આવે છે, જ્યારે ટીમ જીતે છે ત્યારે તેને આ ટ્રોફી આપવામાં આવે છે અને તમામ ખેલાડીઓ અને ટીમ ફોટા લે છે.

ત્યારબાદ અંતે ટીમ જે ટ્રોફી ઘરે લઈ જાય છે તે એક રેપ્લિકા હોય છે. ટીમ વર્લ્ડ કપ જેવી દેખાતી આ ટ્રોફી પોતાની સાથે પોતાના દેશમાં લઈ જાય છે. આ પછી વાસ્તવિક વર્લ્ડ કપ ટ્રોફીને ICC હેડક્વાર્ટર પરત મોકલવામાં આવે છે.

દર વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટ્રોફી તૈયાર કરવામાં આવે છે, જે બિલકુલ વર્લ્ડ કપ ટ્રોફી જેવી જ દેખાય છે. તેને બનાવવા માટે એક ખાસ ટીમ છે, જે સુંદર કોતરણી કરીને ટ્રોફીની પ્રતિકૃતિ તૈયાર કરે છે. તેમાં ચાંદી અને સોનાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રોફીનું વજન લગભગ 11 કિલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X