World Cup Final : સ્ટેડિયમમાં હાજર રહેશે પીએમ નરેન્દ્ર મોદી, સુરક્ષાની તૈયારીઓ શરૂ કરાઈ
ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને પહેલા જ વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ આજે સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચ્યુ છે. હવે બન્ને ટીમ 19 તારીખે અમદાવાદમાં ટકરાશે.
ભારત સહિત દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર 19 તારીખે યોજાનારી વર્લ્ડ કપ પર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. પીએમ મોદી બપોરે સ્ટેડિયમ પહોંચવાના અહેવાલ આવી રહ્યા છે.

અહેવાલો અનુસાર, પીએમ મોદી 19 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી અહીં વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપશે. પીએમ મોદીના ફાઈનલ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ફાઈનલ કાર્યક્રમ સામે આવશે.
જણાવી દઈએ કે, ભારતે શાનદાર રીતે અત્યારસુધીની તમામ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે રોહિત એન્ડ સેના 2003 ની સૌરવ ગાંગુલીની કપ્તાની વાળી ટીમની હારનો બદલો લેવા માટે મેદાને ઉતરશે.












Click it and Unblock the Notifications
