World Cup Final : ઓસ્ટ્રેલિયા પર ઇન્ડિયા ભારી પડશે, જાણો શું કહે છે આંકડા?

ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એક વખથ વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાવા જઈ રહ્યા છે. અહીં ભારત 2003નો બદલો લેવા અને ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે.

વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા જીતના રથ પર સવાર થઈને સતત 10 મેચ જીતીને પહોંચી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા પહેલી બે હાર બાદ સતત 8 મેચ જીતીને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે.

World Cup Final

બંને ટીમોની વાત કરીએ તો હાલની સ્થિતીમાં ભારતનું પલ્લુ ભારે છે. ટીમ ઈન્ડિયાના તમામ 11 ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં હજુ પણ કેટલીક ખામીઓ છે, જેનો ફાયદો ભારતીય ટીમ ઉઠાવશે.

ટોપ ફોર્મમાં ભારતીય બેટિંગ
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, શુભમન ગિલ આ વર્લ્ડ કપમાં જબરદસ્ત ફોર્મમાં છે. તો સૂર્ય કુમાર યાદવે કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. બીજી તરફ ભારતીય બોલરો આ સ્થિતીમાં કોઈપણ ટીમને ધ્વંસ્ત કરી શકે છે.

ખતરનાક બોલિંગ આક્રમણ
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજની ત્રિપુટી વિરોધી ટીમમાં આતંક મચાવી રહી છે. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની સ્પિન હજુ પણ બેટ્સમેનો માટે મુશ્કેલ પરીક્ષા છે.

વર્લ્ડ ક્લાસ ફિલ્ડિંગ
ભારતીય ફિલ્ડિંગની વાત કરીએ તો આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ ટોપ ક્લાસ રહી છે. ભારતીય ટીમ ત્રણેય ફિલ્ડમાં સારું પ્રદર્શન કરી રહી છે. આ જ કારણ છે કે ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રીજી વખત ODI વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલીનું જબરદસ્ત ફોર્મ
વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે. તેણે 10 ઇનિંગ્સમાં 101.57ની એવરેજથી આ રન બનાવ્યા છે. આ યાદીમાં રોહિત શર્મા 5માં સ્થાને છે અને તેના નામે 550 રન છે અને શ્રેયસ અય્યર 526 રન સાથે સાતમા સ્થાને છે.

રોહિત શર્માની ઝડપી શરૂઆત
રોહિત શર્મા આ યાદીમાં પાંચમા સ્થાને છે પરંતુ આંકડા તેની સાથે ન્યાય નથી કરી રહ્યા. જે રીતે તે ટીમને ઝડપી શરૂઆત આપે છે અને ભારતીય બેટિંગનો પાયો નાખે છે તેનો ફાયદો ટીમના બાકીના બેટ્સમેનોને મળે છે. રોહિત શર્મા સતત અંગત હિતથી ઉપર ઊઠી રહ્યો છે અને ટીમ માટે શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

મોહમ્મદ શમીના નામે સૌથી વધુ 23 વિકેટ
આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી પ્રથમ 4 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં નહોતો. બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યાની ઈજા બાદ શમીને ટીમમાં જગ્યા મળી અને ત્યાર બાદ શમીએ વિરોધી ટીમોને ઘુંટણીએ પાડી દીધી. તેણે માત્ર 6 મેચમાં 23 વિકેટ લીધી છે.

ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં 7 વિકેટ લઈને વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાને સ્થાપિત કર્યો છે. વર્લ્ડ કપના પાંચ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો શમી પાંચમા સ્થાને છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 7/57ની શાનદાર બોલિંગ કરી. શમી સિવાય જસપ્રીત બુમરાહ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 18 વિકેટ લેવાના મામલે છઠ્ઠા સ્થાને છે.

વર્લ્ડ કપ 2023માં ભારતની સફર
ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી જીત
અફઘાનિસ્તાન સામે 8 વિકેટથી જીત
પાકિસ્તાન સામે 7 વિકેટથી જીત
બાંગ્લાદેશ સામે 7 વિકેટથી જીત
ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટથી જીત
ઇંગ્લેન્ડ સામે 100 રનથી જીત
શ્રીલંકા સામે 302 રનથી જીત
દક્ષિણ આફ્રિકા સામે 243 રનથી જીત
રન નેધરલેન્ડ સામે 160 રનથી જીત
ન્યુઝીલેન્ડ સામે 70 રનથી જીત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X