World Cup Final : વરસાદને કારણે ફાઈનલ નહીં રમાય તો શું થશે? જાણો કોને મળશે વર્લ્ડ કપ?

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાવા જઈ રહી છે. આ મેચ પહેલા ફેન્સ વરસાદ ન આવે તેવી પ્રાથના કરી રહ્યા છે.

ફેન્સને ચિંતા છે કે જો ભારત-ઓસ્ટ્રેલિયા મેચ વરસાદને કારણે ધોવાશે તો શું થશે? એક સવાલ એ પણ છે કે રવિવારે અમદાવાદનું હવામાન કેવું રહેશે.

World Cup Final

ભારતીય હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમાં ફાઈનલ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. રવિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેશે.

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો?
જો કે વેધરની કોઈ ગેરંટી નથી હોતી નથી, માત્ર આ એક આગાહી છે. આ સ્થિતિમાં જો ફાઈનલ મેચમાં વરસાદ પડે છે તો તેના માટે એક દિવસનો રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે. જો 19મી નવેમ્બરે વરસાદને કારણે મેચ અટકાવવામાં આવે તો તે બીજા દિવસે ત્યાંથી પૂર્ણ થશે.

આ પછી પણ જો મેચનું પરિણામ રિઝર્વ ડે એટલે કે 20મી નવેમ્બરે નહીં આવે તો પોઇન્ટ ટેબલ પેનલ્ટી આપવામાં આવશે. આ સ્થિતિમાં ભારત ટાઇટલ પર કબજો કરી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X