For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો હું સચિન હોત તો ક્યારનો નિવૃત્તિ લઇ લેતઃ ગાંગુલી

|
Google Oneindia Gujarati News

ganguly-sachin
નવીદિલ્હી, 10 ડિસેમ્બરઃ પોતાના નેતૃત્વથી ટીમ ઇન્ડિયાની કાયાપલટ કરનાર ભારતના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકરની ટીકા કરતા કહ્યું છે કે જો હું સચિન હોત તો અત્યારસુધી મે નિવૃત્તિ લઇ લીધી હોત. આ પહેલીવાર છે કે સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકરની નિવૃત્તિ અંગે ખુલીને કહ્યું છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે આ યોગ્ય સમય છે જ્યારે સચિને પોતાના ભવિષ્ય અંગે નિર્ણય કરવો જોઇએ. નોંધનીય છે કે ઇંગેલન્ડ વિરુદ્ધ શ્રેણીની છેલ્લી પાંચ ઇનિંગમાં તેણે માત્ર 110 રન બનાવ્યા છે. સચિને છેલ્લા બે વર્ષમાં એક પણ સદી ફટકારી નથી. તે સતત સંઘર્ષ કરી રહ્યો છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ નાગપુરમાં રમાનારી ચોથી ટેસ્ટમાં યુવરાજ, હરભજન અને ઝહીરનો સમાવેશ નહીં કરાતા સૌરવે કહ્યું કે પસંદગીકારોએ સચિન અંગે પણ વિચાર કરવો જોઇતો હતો, પરંતુ મને લાગે છે કે સચિને અત્યારસુધી જે કંઇપણ કર્યું છે તેનાથી પસંદગીકારો હજુ પણ તેના પર વિશ્વાસ રાખે છે. તેવામાં એ જરૂરી છે કે સચિન રન બનાવે અને જલ્દી પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લે.

સૌરવે કહ્યું કે આપણે બધા સચિનને સારા પ્રદર્શન સાથે ખેલને અલવિદા કહેતો જોવા ઇચ્છીએ છીએ ના કે સંઘર્ષ કરતા. જો હું સચિન હોત તો અત્યારસુધી મે નિવૃત્તિની ઘોષણા કરી દીધી હોત કારણ કે સચિનને આવી રીતે સંઘર્ષ કરતો કોઇપણ જોવા નથી ઇચ્છતું.

બીસીસીઆઇએ પણ અંતિમ ટેસ્ટ ટીમમાં કેટલાક બદલાવ કર્યા છે પરંતુ મોટા નિર્ણય લેવાથી બચવાનો પ્રયત્ન કર્યો છે. સચિન અને ધોનીએ પણ ખરાબ પ્રદર્શન કર્યું છે, પરંતુ હજુ પણ તે ટીમમાં યથાવત છે. ઇંગ્લેન્ડ સામેની હાલની શ્રેણીમાં ભારત 2-1થી પાછળ છે જો અંતિમ ટેસ્ટમાં બ્રિટિશ ટીમ ડ્રો કરવામાં સફળ રહી તો તે લાંબા સમય બાદ ભારતમાં શ્રેણી જીતવામાં સફળ થશે.

English summary
Former India skipper Sourav Ganguly has criticized struggling Sachin Tendulkar and said that it was time for the master blaster to take a call on his future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X