WPL 2023 : વુમન્સ પ્રિમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના વિશે આ વાતો તમે નહીં જાણતા હોય
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના તમામ ફ્રેન્ચાઈઝીની પહેલી પસંદ રહી હતી. નિલામીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિને 3.40 કરોડમાં ખરીદી છે.
આઈપીએલની સફળતા બાદ હવે ભારતમાં બહુ જલ્દી વુમન્સ પ્રિમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે. આ માટે નિલામી પણ થઈ ગઈ છે અને શેડ્યૂલ પર જારી કરી દેવામાં આવ્યુ છે. તમામ અપડેટ વચ્ચે ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની ખુબ ચર્ચા થઈ રહી છે. સ્મૃતિ મંધાના નિલામીમાં સૌથી મોંઘી વેચાયેલી ખેલાડી છે અને હવે ક્રિકેટ ફેન્સ તેના વિશે જાણવા માંગે છે.

સ્મૃતિ મંધાના પર રૂપિયાનો વરસાદ
WPL 2023 માટે હાલમાં જ યોજાયેલી નિલામીમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના પર રૂપિયાનો વરસાજ થયો છે. 50 લાખની બેઝ પ્રાઈઝ સાથે નિલામીમાં આવેલી સ્મૃતિ મંધાના અધધ 3.40 કરોડ રૂપિયામાં વેચાઈ છે.

સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી બની
BCCIએ WPL 2023 નિલામી માટે 448 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આમાં 270 ભારતીય મહિલા ખેલાડીઓ છે. આ નિલામીમાં ભારતની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાની લોટરી લાગી છે. RCBએ તગડી બોલી લગાવીને સ્મૃતિ મંધાનાને પોતાની ટીમમાં સામેલ કરી છે.

બેંગ્લોરે સ્મૃતિને 3.40 કરોડમાં ખરીદી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના તમામ ફ્રેન્ચાઈઝીની પહેલી પસંદ રહી હતી. નિલામીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિને 3.40 કરોડમાં ખરીદી છે. સ્મૃતિ હાલ દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપ રમી રહી છે. સ્મૃતિને ટીમમાં સામેલ કરવા મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર ફ્રેન્ચાઈઝી વચ્ચે ટક્કર જોવા મળી હતી.

હાલ સ્મૃતિ તમામ ફોર્મેટમાં ઉપ કેપ્ટન છે
ગયા વર્ષે મિતાલી રાજે નિવૃત્તિની જાહેરાત કરતા સ્મૃતિને તમામ ફોર્મેટમાં ભારતીય ટીમની ઉપ-કેપ્ટન બનાવાઈ છે. 2013 થી ભારત માટે રમી રહેલી સ્મૃતિએ 112 T20 મેચોમાં 2651 રન બનાવ્યા છે. આમાં 20 અડધી સદી સામેલ છે.

વિદેશી T20 લીગ રમનારી બીજી ભારતીય ખેલાડી છે
આ સિવાય સ્મૃતિ મંધાના વિદેશી T20 લીગમાં સામેલ થનારી માત્ર બીજી ભારતીય ક્રિકેટર છે. સ્મૃતિએ વર્લ્ડ કપ સદી અને સ્થાનિક વન-ડેમાં બેવડી સદી પણ ફટકારી છે. આ ઉપલબ્ધિ તેને માત્ર 20 વર્ષની ઉંમરે મેળવી છે.

11 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રની અંડર-19 ટીમમાં સામેલ કરાઈ હતી
માત્ર નવ વર્ષની ઉંમરે મંધાનાએ મનોરંજન માટે ક્રિકેટ ટ્રાયલ માટે સાઇન અપ કર્યું હતું. માત્ર 11 વર્ષની ઉંમરે તેને મહારાષ્ટ્રની અંડર-19 ટીમમાં અને ચાર વર્ષ પછી સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવી હતી. મંધાનાએ સૌરાષ્ટ્ર સામે ડેબ્યુ મેચમાં શાનદાર 155 રન બનાવ્યા હતા.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
