WPL 2024 : સ્ટાર ખેલાડીઓ પર ભારે પડી એક કોલેજ ગર્લ, કોણ છે કરોડો મેળવનારી કાશવી ગૌતમ?
વિમેન્સ પ્રીમિયર લીગ 2024 માટેનું ઓક્શન મુંબઈમાં યોજાઈ ગયુ. આ ઓક્શનમાં એક ભારતીય મહિલા ખેલાડીએ તમામને ચૌકાવી દીધા છે.
કાશવી ગૌતમને ગુજરાત જાયન્ટ્સે મોટી રકમ ખર્ચ કરીને પોતાની ટીમમાં સામેલ છે. ઘરેલુ ક્રિકેટમાં જોરદાર પ્રદર્શનનું ફળ તેણીને WPL માં મળ્યુ છે. કાશવી ઓલરાઉન્ડર છે અને જોરદાણ ખેંચતાણ બાદ ગુજરાતે તેને ટીમમાં સામેલ કરી છે.

20 વર્ષની કાશવી ગૌતમ ચંદીગઢની રહેવાસી છે અને જમણા હાથથી બોલિંગ અને બેટિંગ કરે છે. કાશવીએ 13 વર્ષની ઉંમરે ક્રિકેટમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. તે ઈન્ડિયા A માટે ક્રિકેટ પણ રમી ચુકી છે અને હવે તે સિનિયર ભારતીય ટીમ માટે રમવાનું લક્ષ્ય ધરાવે છે. તે હાલ કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થીની છે.
કાશવીએ પાકિસ્તાન સુપર લીગમાં ખેલાડીઓને આપવામાં આવતી સૌથી વધુ રકમને વટાવી દીધી છે. કાશવીને બાબર આઝમ કરતા પણ મોટી રકમ મળી છે. 10 લાખની મૂળ કિંમત સામે ગુજરાત જાયન્ટ્સે 2 કરોડમાં ખરીદી છે.
કાશવી ભારતની પહેલો અનકેપ્ડ ખેલાડી છે જેને આટલી મોટી રકમ મળી છે. ભારતીય ચલણ અનુસાર PSLમાં ઉપલબ્ધ રકમ 1.2 કરોડ રૂપિયા અથવા તેનાથી થોડી વધુ છે.












Click it and Unblock the Notifications
