For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SPORTS UPDATE: કુશ્તિમાં ભારતને ચાર મેડલ પાક્કા

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે. જોકે આ સાથે જ અનેક એવી રમતો છે, જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે. તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સની કુશ્તિમાં વિનેશ ફોગટ ફાઇનલમાં પ્રવેશ કરતાની સાથે જ કુશ્તિમાં ભારતને ચાર પદક મળવાનું પાક્કું છે. મહિલા વર્ગમાં ફોગટ ઉપરાંત, પુરુષ વર્ગમાં સુશીલ કુમાર, અમિત કુમાર અને રાજીવ તોમર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આઇઓસીએ નાનજિંગમાં થનારા યુવા ઓલમ્પિક ખેલો માટે ચીનના પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી યાવો મિંગને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ચીનના નાનજિંગમાં ગ્રીષ્મકાલીન યુવા ઓલમ્પિક રમતોની બીજી શ્રેણી યોજાવાની છે.વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો.

cwg: ભારતના ચાર પદક પાક્કા

cwg: ભારતના ચાર પદક પાક્કા

કોમનવેલ્થ ગેમ્સની કુશ્તિમાં વિનેશ ફોગટ ફાઇનલમાં પ્રવેશ કરતાની સાથે જ કુશ્તિમાં ભારતને ચાર પદક મળવાનું પાક્કું છે. મહિલા વર્ગમાં ફોગટ ઉપરાંત, પુરુષ વર્ગમાં સુશીલ કુમાર, અમિત કુમાર અને રાજીવ તોમર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે.

cwg: મનશેર, સંઘુ, ટ્રેપ સ્પર્ધાની ફાઇનલમાં

cwg: મનશેર, સંઘુ, ટ્રેપ સ્પર્ધાની ફાઇનલમાં

ભારતના શૂટર મનશેર સિંહ અને માનવજીત સિંહ સંઘુ મંગળવારે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ટ્રેપ સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે.

cwg: હરપ્રીત પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં

cwg: હરપ્રીત પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં

ભારતીય શૂટર હરપ્રીત સિંહ મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ પુરુષ વર્ગની 25 મીટર પિસ્તોલ રેપિડ ફાયર સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગયા છે.

નાંનજિંગ યુવા ઓલમ્પિક માટે યાવો મિંગ બન્યા એમ્બેસેડર

નાંનજિંગ યુવા ઓલમ્પિક માટે યાવો મિંગ બન્યા એમ્બેસેડર

આઇઓસીએ નાનજિંગમાં થનારા યુવા ઓલમ્પિક ખેલો માટે ચીનના પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી યાવો મિંગને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ચીનના નાનજિંગમાં ગ્રીષ્મકાલીન યુવા ઓલમ્પિક રમતોની બીજી શ્રેણી યોજાવાની છે.

cwg: પેરા સ્વિમર ગાયકવાડ કાંસ્યથી ચૂક્યા

cwg: પેરા સ્વિમર ગાયકવાડ કાંસ્યથી ચૂક્યા

ભારતના પેરા સ્વિમર શરથ ગાયકવાડ કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોના વ્યક્તિગત મેડલે 200 મીટર એચએમ8 સ્પર્ધામાં ચૌથા સ્થાન પર રહ્યાં. ટોલક્રોસ સ્વિમિંગ સેન્ટરમાં થયેલી આ સ્પર્ધામાં તે ટૂંકા અંતરથી કાંસ્ય પદક જીતતા રહી ગયા.

cwg: 400 મીટરની ફાઇનલમાં ન પહોંચી શકી પુવામ્મા

cwg: 400 મીટરની ફાઇનલમાં ન પહોંચી શકી પુવામ્મા

ભારતીય મહિલા એથલીટ પૂવામ્મા માચેતિરા કોમનવેલ્થ ગેમ્સની 400 મીટર સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી શકી નથી. સેમીફાઇનલ-1માં તેમને પાંચમુ સ્થાન મળ્યું.

English summary
India will hope for a handful of medals from the shooting range and wrestling ring.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X