કુશ્તિએ ઓલિમ્પિક ખેલોમાં ફરી કરી એન્ટ્રી

kushti
બ્યૂનસ આયર્સ, 9 સપ્ટેમ્બરઃ કુશ્તિએ આશાઓ અનુસાર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ(આઇઓસી)ના મતદાનમાં ઓલિમ્પિક ખેલોમાં પોતાનું સ્થાન ફરીથી હાંસલ કરી લીધું છે. પ્રાચીન અને આધુનિક ઓલિમ્પિક વચ્ચે સામંજસ્ય બનાવવામાં સફળ રહેલા કેટલાક ખેલોમાં એક કુશ્તિને પહેલા દોરમાં મતદાનમાં કુલ 95માંથી 49 મત મળ્યા.

બેસબોલ અને સોફ્ટબોલની સામુહિક દાવેદારીએ 24 મત સાથે બીજુ, જ્યારે સ્ક્વોશને 22 મત મળ્યાં છે. આ પરિણામ બાદ કુશ્તિને 2020 ટોક્યો ઓલિમ્પિક અને 2024 ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે.

આઇઓસીએ પોતાની 125મી બેઠકમાં ઓલિમ્પિક 2020માં સામેલ કરવા માટે અન્ય 25 કોર ખેલ સ્પર્ધાઓને પણ અનુમતિ આપવામાં આવી છે. આઇઓસીએ રવિવારે જે 25 ખેલોને ઓલિમ્પિક 2020માં સામેલ કર્યા છે, તે છે, એથ્લેટિક્સ, નોકિયાન, બેડમિન્ટન, બાસ્કેટબોલ, મુક્કેબાજી, કેનોઇંગ, સાઇકલિંગ, ઘોડેસવારી, તલવારબાજી, ફૂટબોલ, જિમ્નાસ્ટિક્સ, ભારોત્તોલન, હેન્ડબોલ, હોકી, જૂડો, જલક્રીડા, આધુનિક પેંટાથલોન, તાઇક્વાંડો, ટેનિસ, ટેબલ ટેનિસ, નિશાનેબાજી, તીરંદાજી, ટ્રાયથલોન, સેલિંગ અને વોલીબોલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X