Year Ender 2024 : 2024 માં રમતના મેદાનમાં ભારતીયોએ ડંકો વગાડ્યો, જાણો મહત્વની ઉપલબ્ધિ
Year Ender 2024 : વિતી રહેલુ વર્ષ 2024 ભારત માટે શાનદાર રહ્યું છે. ભારતે આ વર્ષે ઘણી શાનદાર ઉપલબ્ધિઓ હાંસલ કરી.
એક તરફ ભારતીય ટીમે ક્રિકેટની દુનિયામાં ડંકો વગાડ્યો તો બીજી તરફ પેરિસ ઓલિમ્પિકમાં ઘણા ખેલાડીઓએ પોતાના ટેલેન્ટથી દુનિયાને અંજાડી.

T20 વર્લ્ડ કપ 2024
આ વર્ષે ભારતીય ટીમે 11 વર્ષ બાદ વર્લ્ડ કપ પર કબ્જો કર્યો. 30 જૂન 2024 ના દિવસે ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ પર કબ્જો કર્યો. બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે ટ્રોફી જીતી.
હોકી ટીમે કમાલ કરી
ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જીતી. ભારતે આ ટૂર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ પોતાના નામે કર્યુ.
ઓલિમ્પિકમાં છ મેડલ
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો. બાદમાં તેણે સરબજોત સિંહ સાથે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો.
ટેનિસમાં બોપન્નાની કમાલ
રોહન બોપન્નાએ સાથી એબ્ડેન સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો. તેમણે ફાઇનલમાં ઇટાલીની સિમોન બોલેલી અને વાવાસોરીને હરાવ્યા. 43 વર્ષની ઉંમરે બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બન્યો.
ડી ગુકેશ સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો
ચેસમાં ડી ગુકેશ 2024માં સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને ભારતનો ડંકો વગાડી દીધો. માત્ર 18 વર્ષની ઉંમરે તે આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર વિશ્વનાથન આનંદ પછી સૌથી યુવા ચેમ્પિયન અને બીજો ભારતીય બન્યો.












Click it and Unblock the Notifications
