આંધ્ર પ્રદેશના સુંદર દરિયા કાંઠાઓની તસવીરી ટૂર
અમારા વાચમિત્રોને અમે ઘણા લેખો થકી ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય દરિયાકાંઠાથી અવગત કરાવી ચૂક્યા છીએ. એજ ક્રમને અમે અહીં આગળ વધારી રહ્યા છીએ. અત્રે નોંધનીય છે કે હરવા ફરવાના શોખીન દરેક ટૂરિસ્ટ અને ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. એવામાં એવું ચોક્કસ કહી શકાય છે કે બીચ ભલેને કોઇપણ દેશના કોઇપણ રાજ્યના કોઇપણ શહેરમાં આવેલો હોય સમુદ્ર તટે હંમેશા નિરવ શાંતિ અને કૂદરતી હૂંફ હોય છે જે તરફ આપણે માનવસહજતાથી ખેંચાઇ જઇએ છીએ.
જે વ્યક્તિ પ્રવાસ ખેડવાનો શોખીન હશે તે ચોક્કસ પ્રવાસ માટે બીચની જ પસંદગી કરશે. અત્યાર સુધી આપે મુંબઇ, કેરળ કે ગોવાના જ દરિયા કિનારાઓ વિશે વાંચ્યું હશે અને તેના વિશે વિચાર્યું હશે. ગુજરાતના બીચ બાદ આજે અમે આપને આ લેખ દ્વારા દક્ષિણમાં આવેલા રાજ્ય આંધ્ર પ્રદેશના સુંદર દરિયા કિનારાઓને જોઇશું તસવીરોમાં. આ તસવીરો જોઇને આપ પણ નક્કી કરો કે શું આપ અહીં આવશો કે નહીં. અત્રે નોંધનીય છે કે અત્રેના બીચ એટલા રમણિય છે કે તે પ્રવાસીઓનું મન મોહી લેવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.
આવો કરીએ એક તસવીરી ટૂર આંધ્ર પ્રદેશના બીચની...

ભીમુનિપટનમ બીચ
બીચના કિનારે પત્થરો પર આવતી સમુદ્ર લહેરો
ફોટો કર્ટસી: Adityamadhav83

ઋષિકોંડા બીચ
કાળા વાદળો સાથે ઘેરાયેલા ઋષિકોંડા બીચનું એક મનમોહક નજારો.
ફોટો કર્ટસી : Ashwin Kumar

રામકૃષ્ણ બીચ
રામકૃષ્ણ બીચ પર ઉછડતી સુંદર લહેરોની તસવીર.
ફોટો કર્ટસી : FlickreviewR

તેન્નેટી પાર્ક બીચ
તેન્નેટી પાર્ક બીચની એક મન મોહી લેનારી તસવીર.
ફોટો કર્ટસી : Adityamadhav83

યરાડા બીચ
યરાડા બીચ પર એક હુંફાળી બપોરનું સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી : Rajib Ghosh

મંગિનાપુડી બીચ
મંગિનાપુડી બીચ પર રમી રહેલું એક પક્ષી.
ફોટો કર્ટસી : ChanduBandi

સૂર્યલંકા બીચ
સૂર્યલંકા બીચનું એ સૂર્યાસ્ત જે કોઇનું પણ મન મોહી લે.
ફોટો કર્ટસી : Vishal Jalan

વોડારેવૂ બીચ
સમુદ્રના પાણીમાં તરતી નાવની તસવીર.
ફોટો કર્ટસી : R E B E L TM®

કોડૂરુ બીચ
કોડૂરુ બીચ પર બેસીને અંદરો અંદર ગપશપ કરતા મિત્રોની તસવીર.
ફોટો કર્ટસી : Vinoth Chandar

મયપાડુ બીચ
મયપાડુ બીચ પર પોતાના સર્વોત્તમ રૂપમાં નિખરેલી પ્રકૃતિ.
ફોટો કર્ટસી : Balaji.B

રામા પુરમ બીચ
રામા પુરમમાં નૃત્યનો અભ્યાસ કરતી એક નર્તકી.
ફોટો કર્ટસી : Navaneeth KN

બરૂવા બીચ
બરૂવા બીચ પર સૂર્યોદયની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી : Vinoth Chandar

ભવનાપાડૂ બીચ
ભવનાપાડૂ બીચ પર સૂર્યાસ્તનું એ દ્રશ્ય જે કોઇનું પણ મન મોહી લે.
ફોટો કર્ટસી : Yogendra Joshi

જુઓ ગુજરાતના આ 21 બીચ
ગુજરાતના આ 21 બીચ જોશો તો ચોક્કસ કહેશો- ''હવે ગોવા જવાની જરૂર નથી'' વધુ વાંચવા માટે ક્લિક કરો...












Click it and Unblock the Notifications
