For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણપતિની ભૂમિ કહેવાય છે અષ્ટવિનાયક

|
Google Oneindia Gujarati News

અષ્ટવિનાયકનો અર્થ થાય છે, આઠ ગણપતિ. જો કે આ શબ્દનો ઉપયોગ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ફેલાયેલા આઠ મંદિરો માટે જાણીતી તીર્થ યાત્રાનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે. આ આઠ મંદિર છે- મોરગાંવનું મયૂરેશ્વર, સિદ્ધટેકનું સિદ્ધિવિનાયક, પાલીનું બલ્લાલેશ્વર, લેણયાદ્રીનું ગિરિજાત્મક, થેઉરનું ચિંતામણી, ઓઝરનું વિઘ્નેશ્વર, રાંજણગાંવનું મહાગણપતિ અને અંતમાં મહડનું વરદ વિનાયક.

અષ્ટવિનાયકના તમામ આઠ મંદિર અત્યંત જૂના અને પ્રાચિન છે. આ તમામનો વિશેષ ઉલ્લેખ ગણેશ અને મુદ્ગલ પુરાણ, હિન્દુ ધર્મના પવિત્ર ગંર્થોના સમૂહમાં કરવામાં આવ્યો છે. આ મંદિરોનું વાસ્તુશિલ્પ ઘણું જ સુંદર છે, જેને સંભાળીને રાખવામાં આવ્યું છે અને સમયાનુસાર તેનું નવીનીકરણ કરવામાં આવે છે. વિશેષતઃ પેશવા શાસન કાળ દરમિયાન જે સંયોગથી ગણપતિના ઉત્કટ ભક્ત હતા. પ્રત્યેક હિન્દુના જીવનનો એક ઉદ્દેશ્ય હોય છે કે અનંત આનંદ અને ભાગ્ય પ્રાપ્ત કરવા માટે તેઓ પોતાના જીવન કાળમાં એકવાર અષ્ટવિનાયકના આઠ મંદિરોની યાત્રા કરે.

સૌથી રોચક તથ્ય જે આ તમામ મંદિરોને એક બીજા સાથે બાંધે છે, તે એ છે કે બધા સ્વયંભૂ છે. આ મૂર્તિઓ મનુષ્ય દ્વારા બનાવવામાં આવી નથી અને એવી શ્રદ્ધા છે કે આ તમામ સ્થળ પર ભગવાન ગણપતિ સ્વયં પ્રકટ થયેલા છે.

ગણપતિના તમામ આઠ મંદિરો તેમના વિભિન્ન રૂપો, બાધાઓને દૂર કરવાથી લઇને ઉન્નતિ અને વિદ્યા પ્રાપ્તિના માર્ગપ્રદર્શક રૂપ સુધીનું વર્ણન કરે છે. પ્રત્યેક મંદિર અલગ છે, જ્યારે પ્રત્યેક મંદિરમાં અલૌકિક સમાનતા છે. આ ગણપતિોની સ્થિતિ અને સૂંઢ એકબીજાથી અલગ છે. ઉદાહરણ તરીકે બધા જ મંદિરોમાં ગણપતિને એક સરખા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે તેમની સૂંઢ જમણી બાજુ છે, પરંતુ સિદ્ધિટેકના સિદ્ધિવિનાયક મંદિર જ એવુ છે જ્યાં સૂંઢ ડાબી તરફ છે. જો તમે તીર્થ પ્રવાસન સ્થળોની યાત્રા કરતા પ્રવાસી છો તો આ સ્થળોની મુલાકાત લેવા યોગ્ય છે. ચાલો તસવીરો થકી જોઇએ આ ગણપતિને.

વરદવિનાયક

વરદવિનાયક

અષ્ટવિનાયકના આઠ મંદિરોમાનું એક ગણપતિ મંદિર વરદવિનાયક

ચિંતામણિ કલમ્બ

ચિંતામણિ કલમ્બ

અષ્ટવિનાયકના આઠ મંદિરોમાનું એક ગણપતિ મંદિર ચિંતામણિ કલમ્બ

અષ્ટવિનાયક

અષ્ટવિનાયક

અષ્ટવિનાયકના આઠ મંદિરોમાનું એક ગણપતિ મંદિર

બલ્લાલેશ્વર

બલ્લાલેશ્વર

અષ્ટવિનાયકના આઠ મંદિરોમાનું એક ગણપતિ મંદિર બલ્લાલેશ્વર

સિદ્ધિવિનાયક

સિદ્ધિવિનાયક

અષ્ટવિનાયકના આઠ મંદિરોમાનું એક ગણપતિ મંદિર સિદ્ધિવિનાયક

English summary
Ashtavinayak literally translates to Eight Ganpatis. The term, however, is widely used to describe the renowned pilgrimage tour of the eight temples that are scattered across Maharashtra. The eight temples are namely – Mayureshwar at Morgaon, Siddhivinayak at Siddhatek, Ballaleshwar at Pali, Girijatmak at Lenyadri, Chintamani at Theur, Vigneshwar at Ozhar, Mahaganpati at Ranjangaon and lastly, Varad Vinayak at Mahad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X