For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા, ખર્ચો થશે માત્ર 10 હજાર

ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા, ખર્ચો થશે માત્ર 10 હજાર

|
Google Oneindia Gujarati News

શિયાળો શરૂ થતાની સાથે જ ટ્રાવેલિંગના શોખીનો ફરવાનો પ્લાન બનાવવાનું શરૂ કરી દેતા હોય છે, જો તમે પણ ફરવાના શોખીન છો અને તમે ઓછા બજેટમાં જબરદસ્ત જગ્યાએ ફરવાની ઈચ્છા છો તો અમે તમને જણાવીશું એવી જગ્યા વિશે જ્યાં તમે માત્ર 10 હજાર રૂપિયામાં આરામથી ફરી શકો છો. ભારતની આ ઉત્તમ જગ્યાઓ પર તમે 10 હજારથી ઓછા બજેટમાં દિવસો વિતાવી શકો છો.

કર્ણાટક વર્લ્ડ હેરિટેજ સાઈટ

કર્ણાટક વર્લ્ડ હેરિટેજ સાઈટ

તુંગભદ્રા નદીને કિનારે આવેલુ હમ્પી ભારતનું એક મહત્વનું ફરવા લાયક સ્થળ છે. આ જગ્યા યુનિસ્કોની હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલી છે. અહીં સ્માકતો સાથે ઘણીબધી ફરવાલાયક જગ્યાઓ છે. સૌથી મોટી વાત એ છે કે અહીં એક વ્યક્તિ માત્ર 9500 રૂપિયાના મામુલી ખર્ચે 4 રાત્રી અને 5 દિવસ આરામથી વિતાવી શકે છે. જો તમે અહીં જવાની ઈચ્છા રાખો છો તો તમને જણાવી દઈએ કે અહીં જવા માટેનો ઉત્તમ સમયગાળો ઓક્ટોબર-નવેમ્બર છે. આ જગ્યાની વિશેષતાની વાત કરીએ તોચ અહીં વિરૂપાત મંદિર, બાદામી ગુફા મંદિર અને બીજાપુરનો ગોળ ગુંબજ વિખ્યાત છે. જો તમે ખંડેરોમાં ફરવાના શોખીન છો તો અહીં એહોલમાં ખંડેરો આવેલા છે. ચાલુક્ય વંશના ખંડેરો અને વિજયનગર સામ્રાજ્યની ઝાંખી તમને અહીં મળશે. આ ઉપરાંત જો તમે સાઉથ ઈન્ડિયન ખાવાના શોખીન છો તો અહીં તમે એનો પણ આનંદ માણી શકો છો.

ઉત્તરાખંડમાં રિવર રાફ્ટિંગની મજા

ઉત્તરાખંડમાં રિવર રાફ્ટિંગની મજા

9,500 રૂપિયાના બજેટમાં ઉત્તરાખંડમાં 4 રાત અને 5 દિવસ પસાર કરી શકાય છે. ઉત્તરાખંડની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલ-મે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર છે. અહીં તમે ઋષિકેશ, દેવપ્રયાગ, ઓલી અને જોશીમઠની મુલાકાત લઈ શકો છો. ઉત્તરાખંડનુ સૌથી વિશેષ આકર્ષણ ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ છે. તમે ટ્રેકિંગના શોખીન છો તો અહીં તમને અનેરો આનંદ આવશે. આ ઉપરાંત કેમ્પિગ, વ્હાઇટ વોટર રાફ્ટિંગ, સ્કીઇંગ અને શિયાળાની અન્ય રમતોની મજા પણ લઇ શકો છો. આ જગ્યાની સૌથી મોટી વિશષતા એ છે કે અહીં તમને 150 થી 200 રૂપિયામાં ઉત્તમ ભોજન મળી જશે. ઋષિકેશ પહોંચવા માટે દિલ્હીથી તમને સીધી બસ મળી જશે. રોકાણ માટે બજેટ હોટલ આરામથી મળી જશે.

આંધ્રપ્રદેશની લેપાક્ષી, ગાંડીકોટા અને બેલમ ગુફાઓ

આંધ્રપ્રદેશની લેપાક્ષી, ગાંડીકોટા અને બેલમ ગુફાઓ

નજીવા બજેટમાં ફરવા લાયક ઉત્તમ જગ્યાઓમાં એક જગ્યા આ આધ્રપ્રદેશની લેપાક્ષી, ગાંડીકોટા અને બેલમ ગુફાઓ છે. 9500 રૂપિયા જેટલા સામાન્ય બજેટમાં તમે 3 રાત અને 4 દિવસ વિતાવી શકો છો. અહીં ફરવા માટે સપ્ટેમ્બરથી જાન્યુઆરીનો સમય ઉત્તમ મનાય છે. આંધ્રપ્રદેશના ગાંડીકોટામાં ગ્રાન્ડ કેન્યન અને ત્યાંથી પસાર થતી પેન્નાર નદી અત્યંત સુંદર છે. આ સિવાય 14 અને 15 મી સદીના વિજયનગર યુગના મંદિરો, કિલ્લાઓ અને મહેલો પણ છે. જે લેપાક્ષી અને પેનુકંડાથી અનંતપુર અને તાડપત્રી સુધીના વિસ્તારમાં ફેલાયેલા છે. આશરે 400 કિમીના અંતરમાં માર્ગમાં તમે અદભૂત દ્રશ્યો સાથે સફર કરી શકો છો. અહીં તમે લેપાક્ષી અને ગાંડીકોટાની સરકારી હોટલોમાં પણ રહી શકો છો.

દક્ષિણ ભારતની મુસાફરી દરમિયાન આ વાતોનું રાખો ધ્યાનદક્ષિણ ભારતની મુસાફરી દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન

English summary
best budget places to roam in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X