રંગો નહીં હિંમતનો હોય સથવારો તો જ અહી રમી શકાય છે હોળી
હોળીનો સમાવેશ ભારતના સૌથી મહત્વપૂર્ણ તેહવારોમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ગામના ચોકમાં શેરીઓમાં હોળી રમી હશે, ક્યારેક આપણે રસ્તે જતા લોકો પર રંગથી ભરેલા પાણીના ગુબ્બારા પણ ફેંક્યા હશે, તો ક્યારેક પોતાના મિત્રોને ઉચકીને પાણી ભરેલા ડ્રમમાં પણ ફેંક્યા હશે. તો પછી શા માટે હોળીને વધુ તુફાની ના બનાવવામાં આવે. શા માટે હોળીમાં કંઇક એવું ન કરવામાં આવે કે જેને યાદ કરવા માત્રથી તમારું મન પ્રફૂલ્લિત થઇ ઉઠે. આજે અમે તેમને જણાવી રહ્યાં છીએ, ભારતના કેટલાક એવા સ્થળો અંગે કે જ્યાં રમાતી હોળીને વિશ્વ ભરમાં યાદ કરવામાં આવે છે. અહી રમાતી હોળીમાં તમને એ બધુ જ જોવા મળશે જેને જોયા બાદ તમે દેશને વધુ પ્રેમ કરવા લાગશો.
હોળી વસંત ઋતુમાં મનાવવામાં આવતો એક મહત્વપૂર્ણ ભારતીય તહેવાર છે. આ પર્વ હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. રંગોનો તહેવાર કહેવાતો આ પર્વ પારંપરિક રીતે બે દિવસ મનાવવામાં આવે છે. પહેલા દિવસે હોળિકા દહન અને બીજા દિવસે ધૂળેટી. ધૂળેટીમાં લોકો એક બીજા પર રંગ, અબીલ ગુગાલ વિગેરે ફેંકે છે. ઢોલ વગાડીને ગીતો ગાય છે, ઘરે ઘરે જઇને રંગ લગાવે છે. તો ચાલો તસવીરો થકી આજે આપણે જોઇએ ભારતમાં ક્યાં કેવી રીતે મનાવવામાં આવે છે હોળી.

બરસાનાની લઠમાર હોલી
બ્રજના બરસાના ગામમાં હોળીને એક અલગ રીતે રમવામાં આવે છે, જેને લઠમાર હોળી કહેવામાં આવે છે. બ્રજમાં સામાન્ય રીતે હોળી ખાસ મસ્તી ભરેલી રહે છે, કારણ કે તેને કૃષ્ણ અને રાધાના પ્રેમ સાથે જોડીને જોવામાં આવે છે.

બરસાનાની લઠમાર હોલી
અહીની હોળી મુખ્યત્વે નંદગામના પુરુષો અને બરસાનાની મહિલાઓ ભાગ લે છે, કારણ કે કૃષ્ણ નંદગામના હતા અને રાધા બરસાનાના હતા. નદંગામની ટોળી જ્યારે પિચકારી લઇને બરસાના પહોંચે છે, તો તેમના પર બરસાનાની મહિલાઓ દ્વારા લાઠીઓ વરસાવવામાં આવે છે. પુરુષોએ આ લાઠીઓથી બચવાનું હોય છે અને સાથે મહિલાઓને રંગ પણ લગાવવાનો હોય છે.

બાદશાહની સવારી, રાજસ્થાન
રાજસ્થાનના બેવારમાં આ વિદ્યા મુગલ બાદશાહ અકબરના સમયથી ચાલી આવે છે. કહેવામાં આવે છે પોતાના નવ રત્નોમાં સામેલ ટોડરમલથી બાદશાહ અકબર ઘણા જ પ્રભાવિત હતા અને તેમણે ટોડરમલને એક દિવસ રાજા બનાવી દીધો હતો. આ વાતથી ખુશ ટોડરમલે આખા રાજ્યમાં ફળ અને મીઠાઇઓ વહેંચી હતી ત્યારથી લોકો હોળીના સમયે આ ક્રિયા કરતા આવે છે.

કોરા માર હોળી
રાજસ્થાનમાં હોળીનું આ સ્વરૂપ ઘણુ જોરદાર હોય છે, તેમાં મહિલાઓ દ્વારા એ પુરુષોને મારવામાં આવે છે. જેનો આનંદ મહિલાઓ અને પુરુષો બન્ને દ્વારા ઉઠાવવામાં આવે છે.

મથુરા
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો અને તેમનું લાલન પાલન વૃંદાવનમાં થયું હતું. અહી હોળીની શરૂઆત તહેવારના 40 દિવસ પહેલા કરવામાં આવે છે.

વૃંદાવન
વૃંદાવનના શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને બાંકે બિહારી મંદિરમાં હોળીનું ભવ્ય આયોજન થાય છે, જેને જોવા આખા વિશ્વના પ્રવાસી આવે છે.

જયપુરમાં હોળી
જો તમે હોળી દરમિયાન જયપુરમાં છો તો એલીફેન્ટ ફેસ્ટિવલ જોવાનું ના ભૂલો. અહી રમાતી હોળી તમને મત્ર મુગ્ધ કરી દેશે.

ભારતની બહાર હોળી
આજે ભારત ઉપરાંત બહારના દેશોમાં પણ હોળી રમવામાં આવે છે. તમે આ તસવીરમા જોઇ શકો છો કે કેવી રીતે લોકો એકબીજાને રંગ લગાવી રહ્યાં છે.

ભારતની બહાર હોળી
અધિક સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી હોવાના કારણે અમેરિકાની અનેક પ્રમુખ વિશ્વ વિદ્યાલયોમાંપ પણ હોળીના તહેવારને મનાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
