For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજળી પડતાં જ તૂટ્યુ શિવલિંગ, કેવી રીતે જોડાયુ માખણથી શિવલિંગ

|
Google Oneindia Gujarati News

ભગવાન શિવ અને તેમની સાથે જોડાયેલી ગાથાઓ હંમેશાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પૌરાણિક માન્યતા છે કે માત્ર શિવનું નામ મોટા-મોટા દુઃખોને, ડરને, કષ્ટને, બીમારીને દૂર કરી નાખે છે. ભગવાન શિવને હિન્દુ ધર્મમાં દેવોના દેવ મહાદેવ અને સંહારના દેવતાના રૂપમાં માનવામાં આવે છે, સાથે જ ભોલેનાથને હિન્દુ ધર્મ સાથે જોડાયેલા અનેક ચિત્રોમાં એક યોગી, એક તપસ્વીના રૂપમાં તેમને પ્રદર્શિત કરવામાં આવે છે. શિવની લીલા અનોખી છે, શિવમાં પરસ્પર વિરોધી ભાવોનું સામંજસ્ય જોવા મળે છે. શિવના મસ્તક પર એક તરફ ચંદ્ર તો બીજી તરફ મહાવિષધર સર્પ તેમના ગળાનો હાર છે.

આજના સમયે આપણે ભારતીયોની ભગવાન શિવ પર ગહન આસ્થા છે અને આસ્થા હોય પણ કે નહીં, કારણ કે ભોલેનાથ પોતાના ભક્તના સમસ્ત દુઃખોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ ક્રમમાં અમે આજે તમને અવગત કરાવી રહ્યાં છીએ એક એવા મંદિર અંગે જ્યાં સ્થાપિત શિવલિંગ આકાશમાંથી પડેલી વિજળીના કારણે ધ્વસ્ત થઇ ગયું પરંતુ બાદમાં ત્યાંના પૂજારીઓ દ્વારા માખણથી તેને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ હિમાચલ પ્રદેશના કુલ્લૂ સ્થિત વિજળી મહાદેવ મંદિરની.

વિજળી મહાદેવ મંદિર, વ્યાસ નદીના કિનારે, કુલ્લૂના એક લોકપ્રિય તીર્થ સ્થળ, મનાલી નજીક સ્થિત છે. હિન્દુઓના વિનાશના દેવતા, શિવને સમર્પિત, આ સ્થળ સમુદ્ર સ્તરે 2450 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.

પોતાના 60 ફૂટ લાંબા સ્તંભ માટે પ્રસિદ્ધ

પોતાના 60 ફૂટ લાંબા સ્તંભ માટે પ્રસિદ્ધ

આ મંદિર પર્વતો, ભારતોના ઉત્તરમાં હિમાલયની તળેટીમાં રહેતા લોકોના સમૂહોની એક વ્યાપક સામાન્યીકરણ, સ્થાપત્ય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે, પોતાના 60 ફૂટ લાંબા સ્તંભ માટે પ્રસિદ્ધ છે.

વિજળીના કારણે તૂટી પડ્યું

વિજળીના કારણે તૂટી પડ્યું

સ્થાનિક વિશ્વાસ અનુસાર, મંદિરની અંદર રાખેલી મૂર્તિ શિવનું પ્રતિક ‘શિવલિંગ', વિજળીના કારણે અનેક ટૂકડામાં તૂટી ગયું હતું.

આ સમારોહ પ્રતિવર્ષ મનાવાય છે

આ સમારોહ પ્રતિવર્ષ મનાવાય છે

બાદમાં મંદિરના પૂજારીઓએ ટૂકડાઓને એકત્ર કર્યા અને તેને માખણની મદદની સાથે ફરીથી જોડી દીધું. શિવલિંગના ભાગને જોડવાનો આ સમારોહ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે.

કુલ્લૂ ઘાટીઓના સુંદર દ્રશ્યો જોઇ શકાય છે

કુલ્લૂ ઘાટીઓના સુંદર દ્રશ્યો જોઇ શકાય છે

આ મંદિરની યાત્રાની યોજના બનાવનારા પ્રવાસીઓ માટે આ એક કપરી ચઢાઇ વાળો માર્ગ છે, જ્યાં બાજુમાં દેવદારના ઝાડ હોય છે. મંદિરથી પાર્વતી અને કુલ્લૂ ઘાટીઓના સુંદર દ્રશ્યો જોઇ શકાય છે.

English summary
bijli mahadev mandir unique shiva temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X