For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની રોનક સાથે નવા વર્ષની મજા માણો, કંઇક આ રીતે

ફુલો તેના વિવિધ રંગો અને સુંદરતાના કારણે લોકોની પહેલી પસંદ રહ્યા છે.અનેરી રંગત સાથે અમદાવાદમાં ફ્લાવર શો 2018ની શરૂઆત થઈ ગઈ છે.

By Kajal
|
Google Oneindia Gujarati News

ફુલો તેના વિવિધ રંગો અને સુંદરતાના કારણે લોકોની પહેલી પસંદ રહ્યા છે. ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે, જે ફુલોથી નફરત કરતું હોય. આપણે તો કોઈ સારા પ્રસંગે પણ એકબીજાને ભેટ તરીકે ફુલો આપીએ છીએ. તેની પાછળ આપણો એક જ ઉદ્દેશ્ય છે કે, સામે વાળી વ્યક્તિના જીવનમાં પણ આ ફુલોની જેમ સુંગધ ફેલાઇ જાય. આવા ઉત્તમ ફુલની સાથે ઇતિહાસનો રંગ ભળે તો તેની રંગત કંઇ અલગ જ ખીલે છે. આવી જ અનેરી રંગત સાથે અમદાવાદમાં ફ્લાવર શો 2018ની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતીઓ દેશ દુનિયા ફરવા માટે જાણીતા છીએ. તો એક મુલાકાત આપણા રાજ્યની પણ કરી લેવી જોઇએ. નવા વર્ષની શરૂઆતને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે અને જો તમે કોઈ વન ડે ટ્રીપ પર જવાનો પ્લાન કરવા માંગતા હો તો તેના જવાબમાં માત્ર એક જ શહેર આવે.. અમદાવાદ...... અમદાવાદ..... અમદાવાદ...

અમદાવાની રોનક

અમદાવાની રોનક

નવા વર્ષની ઉજવણી આમ તો સમગ્ર વિશ્વમાં થતી હોય છે, પરંતુ તેમાં ગુજરાત અને અમદાવાદ કંઇક અલગ છે. આ શહેર નવા વર્ષની ઉજવણી મન મુકીને કરે છે. કાંકરીયા કાર્નિવલ, રિવર ફ્રન્ટ શો, ફ્લાવર શો આ બધી તેની નવા વર્ષની ઉજવણીની એક ઓળખ બની ગયું છે. જો તમે આ નવા વર્ષની ઉજવણીને મણવા માંગતા હોવ તો પહોચી જાવ અમદાવાદ!

ફુલની સુંગધ સાથે ઇતિહાસનો રંગ

ફુલની સુંગધ સાથે ઇતિહાસનો રંગ

આમ તો ફુલોને તેની પોતાની એક સુંગધ અને રંગ હોય છે. પરંતુ અમદાવાદમાં તમને આ સુંગધમાં ચોક્કસ ઇતિહાસનો રંગ દેખાશે. છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદામાં ફ્લાવર શો થઇ રહ્યો છે. આ શો દર વર્ષે કોઇને કોઇ નવી થીમ સાથે બનાવવામાં આવે છે. આ વર્ષે આ શોની થીમ હેરિટેજ છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું છે એ વાતનો આનંદ તેના થીમ પરના ફ્લાવર શોને જોઇને તમને અચૂક આવશે. આ શો માં અમદાવાની કેટલીક ઐતિહાસિક જગ્યાઓની કૃતિઓને ફુલોથી બનાવામાં આવી છે.

સપનાની પરી ફુલોની બની

સપનાની પરી ફુલોની બની

બાળપણમાં આપણે અનેક પરી વાર્તાઓ સાંભળતા હોઇએ છીએ અને આપણી કલ્પનાઓમાં પણ એક સુંદર પરીનું ચિત્ર બની જતું હોય છે. એવી આપણી કલ્પનાની પરીને ફુલોથી બનેલી તમે જોઇ છે? જો ના જોઇ હોય તો આ ફ્લાવર શોની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ. અહીં તમને ફુલીની એક એવી દુનિયાનો અનુભવ થશે જે તમારા આવનારા વર્ષને રંગ અને સુંગધથી ભરી દેશે. આ ઉપરાંત અહીં તમને બીજા કેટલાક પ્રાણીઓની કૃતિ પણ ફુલોથી બનેલી જોવા મળશે.

અમદાવાદ ફ્લાવર શો

અમદાવાદ ફ્લાવર શો

અમદાવાદમાં વર્ષ 2013ના વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લવાર શો 6ઠ્ઠી શૃંખલામાં 1 લાખ ચોરસ મીટર વિશાળ જગ્યામાં તેનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ ખાતે સાબરમતી રિવર ફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ ટાગોર હોલની પાછળ તેનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ફ્લાવર શોમાં દેશ વિદેશના અનેક ફુલો લોકોને જોવા મળે છે.

English summary
Welcome 2018 in Ahmedabad with historical flower show and Kankariya Festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X