For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળના પ્રવેશ દ્વારનું પ્રતિક છે બિહારનું આ શહેર

|
Google Oneindia Gujarati News

દરભંગા એક અદ્ભુત પ્રવાસન સ્થળ છે, જે બિહાર રાજ્યમાં સ્થિત છે. મિથિલાંચલના હૃદયમાં સ્થિત આ શહેર ઉત્તરીય બિહારના માનચિત્ર પર મહત્વપૂર્ણ શહેરોમાનું એક છે. દરભંગા, નેપાળથી 50 કિમીની દૂરી પર સ્થિત છે, જે તેને અનેક પ્રવાસન સુખો અને ઉપયોગિતાનું સ્થળ બનાવે છે.

દરભંગાને બિહારની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. આ શહેર સદીઓથી સમૃદ્ધ સંગીત કલાના ક્ષેત્રમાં, લોક કલા અને પરંપરાના રૂપમાં, ઉત્કૃષ્ટતા રાખે છે. દરભંગા યાત્રા પ્રવાસન ગાઇડ વાસ્તુકળાના ચમત્કાર અને ધાર્મિક સ્થળો પર પ્રકાશ નાંખે છે, આ તેની સીમાઓ અંગે પણ જણાવે છે. આ જિલ્લા લોક કલા શૈલીની સમૃદ્ધ પરંપરા મિથિલા પેંટિંગ માટે પણ જાણીતું છે.

મિથિલા ક્ષેત્રની પારંપરિક લોક નાટ્ય શૈલીઓ પણ આ જિલ્લામાં ઘણી લોકપ્રીય છે. જેમાં સૌથી પ્રમુખ છે, નટુઆ નૌટંકી, નટુઆ નાચ અને સમા છકેવા, મધુશ્રાવની. જિલ્લાના વિભિન્ન ભાગોમાં ઘણા જ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમા મેળા, દશેરા મેળા, જન્માષ્ટમી મેળા અને દીવાળી મેળાઓ વધુ લોકપ્રિય છે.

આ શહેરનું નામ દરભંગા બે શબ્દો દ્વાર-બંગાને જોડીને બનાવવામાં આવ્યુ છે. દ્વારનો અર્થ દરવાજો અને બંગાનો અર્થ બંગાળ. જે બંગાળના પ્રેવશ દ્વારનું પ્રતિક છે. પ્રાચી નકાલમાં આ દરભંગા શહેર, મિથિલાનું પ્રાચિન શહેર હતું. ઉત્તર ભારતીય ક્ષેત્રનું એક સાંસ્કૃતિક કેન્દ્ર જે ગંગા નદી અને હિમાલયની નિચલી સીમાઓ વચ્ચે સંપૂર્ણ ગરીમા સાથે સ્થિત હતું.

યદ્યપિ હિમાલયથી નિકળતી અનેક નદીઓ આ જિલ્લામાં પાણીની આપૂર્તિ કરે છે, પરંતુ અહીં ચાર મોટી નદીઓ વાળુ જલ તંત્ર છે. દરભંગા કેરીના ઉત્પાદન માટે પણ જાણીતું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ બંગાળના પ્રવેશ દ્વાર સમા દરભંગાને

દરભંગા મહારાજનો કિલ્લો

દરભંગા મહારાજનો કિલ્લો

દરભંગામાં આવેલો મહારાજનો કિલ્લો

મખદૂમ બાબાની મજાર

મખદૂમ બાબાની મજાર

દરભંગામાં આવેલી મખદૂમ બાબાની મજાર

ભીખા સલામી મજાર

ભીખા સલામી મજાર

દરભંગામાં આવેલી ભીખા સલામી મજાર

કેથોલિક ચર્ચ

કેથોલિક ચર્ચ

દરભંગામાં આવેલું કેથોલિક ચર્ચ

English summary
Dharbhanga is a wonderful tourist destination and is located in the state of Bihar. The city is one of the significant cities on the map of North Bihar located in the heart of Mithilanchal. Dharbanga is the located at a distance of 50 Km from Nepal, making it a place of many tourist pleasures and utility. Dharbhanga is considered as the cultural capital of Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X