ભારતના પાંચ પ્રાચીન શહેર જે દર્શાવે છે અહીંની સંસ્કૃતિ

ભારત વિશ્વના સૌથી પ્રાચિન દેશોમાં સામેલ છે. જો ભારતીય ઇતિહાસમાં નજર નાખીએ તો જાણવા મળે છે કે, અહીંની સભ્યતા અને સંસ્કૃતિ પોતાનામાં ઘણુ બધુ સાચવીને બેઠી છે, સાથે જ અહીંના ઇતિહાસની પ્રમુખ જડો પ્રાચિન સિંધુ ઘાટી સભ્યતા સાથે જોડાયેલી છે. જ્યાં એક તરફ આજે ભારતનો ભૂગોળ બદલાઇ રહ્યો છે બીજી તફ આજે પણ ભારતના કેટલાક શહેરો એવા છે, જે પોતાની સાક જાળવી રાખવામાં સફળ છે અને આધુનિક હોવા છતાં પણ પ્રાચિન છે. જો ભારતના આ શહેરોને ધ્યાનમાં રાખવામાં આવે તો જાણવા મળે છે કે આજે પણ આ શહેર ભારત અને તેની વિવિધતાને જીવીત રાખે છે અને અહીંની સમૃદ્ધ વિરાસત પ્રતિનિધત્વ કરે છે.

ભારતના બાકી શહેરોથી અલગ થોડાક શઙેર આજે પણ ભીડભાડથી દૂર આધ્યાત્મિક અને દાર્શનિક ઇતિહાસને પોતાની અંદર સાચવી રાખેલી પાતીની કથા અને ઇતિહાસ દર્શાવે છે.

ભારતના આ શહેર કોઇ ખાલી હાથ જવા દેતા નથી. એક વાર શહેરની મુલાકાત લીધા બાદ તમે ભૂલવા ઇચ્છો તો પણ તમે આ સ્થળોની યાત્રાના સંસ્મરણને ભૂલાવી નહીં શકો. તો ચાલો તસવીરો થકી જોઇએ આ પ્રાચિન શહેરોને.

વારાણસી- ધાર્મિક રંગમાં ડુબેલું શહેર

વારાણસી- ધાર્મિક રંગમાં ડુબેલું શહેર

વારાણસીને બનારસ અને કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર, વિશ્વના સૌથી પ્રાચિન અને નિરંતર આગળ વધતા શહેરોમાનું એક છે. ભગવાન શિવ, હિન્દુઓના પ્રમુખ દેવતા છે, જેમણે સર્જન અને વિનાશનું પ્રતિક માનવામાં આવે છે. આ શહેરને લઇને હિન્દુ ધર્મમાં મોટી માન્યતા છે કે, જો કોઇ વ્યક્તિ અહીં આવીને મરી જાય છે અથવા કાશીમાં તેના અંતિમ સંસ્કાર થાય તો, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલે કે વ્યક્તિના જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. તેથી આ સ્થળને મુક્તિ સ્થળ પણ કહેવામાં આવે છે.

પુષ્કર- જ્યાં છે બ્રહ્માનું સ્થાન

પુષ્કર- જ્યાં છે બ્રહ્માનું સ્થાન

પુષ્કર, ભારતના સૌથી પવિત્ર શહેરોની માન્યતા પ્રાપ્ત શહેર છે. આ અજમેર શહેરથી 14 કિમી દૂર છે. આ પવિત્ર શહેરના સંદર્ભમાં 4 સદીની ચીની યાત્રા ફા- હિયાનની યાત્રા વૃતાંતથી અને ભારત પર મુગલો દ્વારા કરવામાં આવેલા હુમલાની અવધિ દરમિયાન લખવામાં આવેલા લેખનથી જાણી શકાય છે. આ પ્રખ્યાત ભારતીય કવિ કાલિદાસે પોતાની પ્રસિદ્ધ રચના અભિયાન શાકુંતલમમાં પુષ્કરને ઘણું મહત્વ આપ્યું છે. આ નાના શહેરમાં 400થી વધારે મંદિર અને 52 ઘાટ છે. પુષ્કરમાં સ્થિત બ્રહ્મા મંદિર, ભારતમાં ભગવાન બ્રહ્માને સમર્પિત કેટલાક મંદિરોમાંના એક છે. પુષ્કરના અન્ય પ્રસિદ્ધ મંદિરોમાં વારહ મંદિર, અપ્ટેશ્વર મંદિર અને સાવિત્રી મંદિર છે.

ઉજ્જૈન- એક આધ્યાત્મિક હબ

ઉજ્જૈન- એક આધ્યાત્મિક હબ

ઉજ્જૈન એક ઐતિહાસિક શહેર છે, જે મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત છે. આ ઉજ્જયિનીના રૂપમાં પણ જાણીતું છે, જેનો અર્થ છે, ગૌરવશાળી વિજેતા. ઉજ્જૈન ધાર્મિક ગતિવિધિઓનું કેન્દ્ર છે અને ઉજ્જૈન પર્યટન મુખ્ય રીતે પોતાના પ્રસિદ્ધ પ્રાચીન મંદિરો માટે દેશભરના પર્યટકોને આકર્ષિત કરે છે. આ શહેર શિપ્રા નદીના કિનારે સ્થિત છે અને શિવરાત્રિ, કુંભ અને અર્ધ કુંભ મેળા માટે પ્રસિદ્ધ છે.

પટણા- એક યાત્રીનું આનંદ

પટણા- એક યાત્રીનું આનંદ

પાટલિપુત્ર એટલે આધુનિક સમયનું પટણા, ભારતનું એક પ્રાચિન શહેર હતું અને આજે બિહારની વ્યસ્ત રાજધાની છે. પાટલિપુત્ર ઐતિહાસિક ગૌરવ અને રાજનીતિક ભાગ્યના સદીઓથી પરિણતિ રહ્યું છે. આ વિશ્વનું સૌથી જૂના શહેરોમાનું એક હોવાનું ગૌરવ પ્રાપ્ત છે અને ઇતિહાસમાં હંમેશાથી ગૌરવશાળી ઉપસ્થિતિ રહી છે. પાટલિપુત્ર પવિત્ર ગંગા નદીના દક્ષિણી તટ પાસે સ્થિત છે.

મદુરાઇ- એક પવિત્ર શહેર

મદુરાઇ- એક પવિત્ર શહેર

મદુરઇ દક્ષિણ ભારતીય રાજ્ય તમિળનાડુનું બીજુ સૌથી મોટું શહેર છે. વૈગઇ નદીના કિનારે સ્થિત મંદિરોનું આ શહેર સૌથી જૂના વસેલા શહેરોમાંથી એક છે. શહેરના ઉત્તરમાં સિરુમલાઇ પર્વતોમાં સ્થિત છે. મુદારઇનું નામ મધુરા શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે મિઠાસ. કહેવામાં આવે છે કે આ મિઠાસ દિવ્ય અમૃતથી ઉત્પન્ન થઇ હતી તથા ભગવાન શિવે આ અમૃતની આ શહેર પર વર્ષા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X