ઓછા ખર્ચે કરવી છે કપલ ટ્રીપ, આ રહ્યું ડેસ્ટિનેશન લીસ્ટ
શું તમારા નવા નવા લગ્ન થયા છે, તમે તમારા જીવનસાથી અથવા પાર્ટનર સાથે ટ્રીપ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે બેસ્ટ સ્થળ પસંદ કરો.
શું તમારા નવા નવા લગ્ન થયા છે, તમે તમારા જીવનસાથી અથવા પાર્ટનર સાથે ટ્રીપ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે બેસ્ટ સ્થળ પસંદ કરો.

તમારા જીવનસાથી સાથે ફરવાનો પ્લાન બનાવો
તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવવા માટે તમે તમારા પાર્ટનર સાથે સારા ડેસ્ટિનેશન પર ફરવા જઇ શકો છો. જ્યાં તેમનીરહેવાની આદતો અને વર્તનને સમજવા માટે તેમની સાથે સમય વિતાવો. જો તમારે તમારા પાર્ટનર સાથે ફરવા જવું હોય તો અહીં તમનેફરવા માટે ઘણા બધા વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.

રોડ ટ્રીપની યોજના બનાવો
જો લગ્ન પહેલા મંગેતર સાથે મુસાફરી કરી રહ્યા હોવ તો રોડ ટ્રીપની યોજના બનાવો. આ પ્રકારની સફર વધુ ઉત્સાહી અને રોમેન્ટિક હોયછે. તમે લગ્ન પહેલા તમારા પાર્ટનર સાથે રોડ ટ્રીપ પર આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

મુંબઈથી પૂણેની રોડ ટ્રીપ
તમારા પાર્ટનર સાથે પૂણેની રોડ ટ્રીપની યોજના બનાવો. પહાડો અને હરિયાળીમાંથી પસાર થતી વખતે તમે સુંદર નજારાનો આનંદ માણીશકો છો.
ચોમાસા દરમિયાન અહીંનો નજારો ખૂબ જ આકર્ષક હોય છે. મુંબઈથી પૂણેની મુસાફરી લગભગ 200 કિલોમીટરની છે. પ્રવાસદરમિયાન, તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય વિતાવી શકો છો.

દિલ્હીથી ઋષિકેશ રોડ ટ્રીપ
સપ્તાહના અંતે તમારા જીવનસાથી સાથે ઋષિકેશનો પ્રવાસ કરી શકો છો. તમે બસ, ટ્રેન અથવા તમારા પોતાના વાહન દ્વારા દિલ્હીથીઋષિકેશ જઈ શકો છો.
તમે રિવર રાફ્ટિંગ, ઋષિકેશમાં ટ્રેકિંગનો આનંદ માણી શકો છો, જેથી તમારા જીવનસાથીને તમારી જાત સાથે કમ્ફર્ટફીલ થાય અને તેની સાથે સારી મિત્રતા બંધાઇ શકે છે. આ ઉપરાંત સાંજે તમે ગંગાના કિનારે આરામદાયક સમય વિતાવી શકો છો.

જયપુર સિટી ટ્રીપ
તમે તમારા પાર્ટનર સાથે રાજસ્થાનના સુંદર શહેર જયપુરની મુલાકાત લેવા જઈ શકો છો. તમે અહીંથી સારી સારી વસ્તુઓની ખરીદી પણકરી શકો છો.
જો તમારા લગ્ન નક્કી થઇ ગયા હોય તો આ ટ્રીપની સાથે સાથે તમે લગ્નની તૈયારી પણ કરી શકશો. તમે લગ્ન માટે સુંદરવેડિંગ લહેંગા, દુપટ્ટા આ શહેરમાંથી ખરીદી શકો છો.












Click it and Unblock the Notifications
