• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Get Ready For Honeymoon Travels : ભારતના 20 હનિમૂન ડેસ્ટિનેશન

By Kumar Dushyant
|

આજે જીવન એકદમ વ્યસ્ત છે, ઘણા કારણોને લીધે વ્યક્તિ પાસે એકબીજા માટે સમય નથી, પરિસ્થિતી એવી છે કે આ સમયના અભાવે લોકોના લગ્નજીવન પર અસર વર્તાઇ રહી છે. દરેક વ્યક્તિની જીંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે તેના જીવનમાં રોમાન્સ લગભગ ગાયબ થઇ જાય છે. આમ થવા પાછળ ઘણા બધા કારણો પણ છે જેમ કે આપણી જીવનશૈલી, ઓફિસનો કામનો બોજો, ટાર્ગેટનું ટેન્શન વગેરે.

હવે અમે તમારી પાસેથી જાણવા માંગીશું કે તમારામાંથી કેટલા લોકો એવા છે જે એમ કહે છે કે તેમની લાઇફમાં રોમાન્સ સંપૂર્ણ રીતે ગાયબ થઇ ચૂક્યો છે? ચાલો હવે તમારે ગભરાવવાની કોઇ જરૂરિયાત નહી આજે અમે તમને માહિતગાર કરવા જઇ રહ્યાં છીએ ભારતના તે ડેસ્ટિનેશનથી જ્યાં જઇને તમે તમારા ખોવાયેલા સ્પાર્કને પરત લાવી શકો છો.

કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ફેલાયેલા ભારતમાં એવું ઘણું બધુ છે કે જેને જોઇને મોહિત થઇ ઉઠશો અને તમારા મોંઢામાંથી ભારતની પ્રશંસા સરી પડશે.

તો હવે મોડું શું કામ કરી રહ્યાં છો આજે તમારા ટ્રાવેલ એજન્ડ સાથે સંપર્ક કરો અને ટિકીટ બુક કરાવો પછી પડો ભારતના આ 20 સુંદર ડેસ્ટિનેશનોને નિહાળવા અને ઉંડાણપૂર્વક તેનો આનંદ માણો. વિશ્વાસ કરો આ યાત્રાનું સુખ તમને મળશે જ્યારે તમે આ સ્થળો પર યાત્રા કરશો, આ પ્રકારે શબ્દોમાં રજૂ કરવી તમને તે એહસાસ કરાવી નહી શકીશું. તો આવો જાણીએ ભારતના તે સુંદર ડેસ્ટિનેશનો વિશે.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગર, કાશ્મીર રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની છે જેને સમસ્ત ભારતવાસી ધરતીનું સ્વર્ગ અને પૂર્વનું વેનિસ કહે છે. ઝેલમ નદીના તટ પર આવેલા સુંદર તળાવો,મહાન ઐતિહાસિક, ધાર્મિક અને પુરાતાત્વિક મહત્વ ધરાવનાર શહેર, શ્રીનગર દરેક પ્રકારે પર્યટનની ધુરી પર ખરું ઉતર્યું છે અને પર્યટકોનું મનપસંદ ગંતવ્ય છે. શ્રીનગર મુખ્યરૂપે બે શબ્દોથી મળીને બન્યો છે શ્રી અને નગર. શ્રી નો અર્થ થાય છે ધન અને નગર એટલે કે શહેર. ધનનું શહેરથી તાત્પર્ય છે કે દરેક પ્રકારે સંપન્ન કોઇપણ પ્રકારની કમી ન હોય.

ગુલમર્ગ

ગુલમર્ગ

ગુલમર્ગનો અર્થ છે ''ફૂલોની વાદી''. જમ્મૂ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં લગભગ 2730 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુલમર્ગ,ની શોધ 1927માં અંગ્રેજોએ કરી હતી. આ પહેલાં ''ગૌરીમર્ગ''ના નામે ઓળખાતું હતું, જે ભગવાન શિવની પત્ની ''ગૌરી''નું નામ છે. પછી કાશ્મીરના અંતિમ રાજા, રાજા યૂસૂફ શાહ ચકે આ સ્થળની સુંદરતા અને શાંત વાતાવરણમાં મગ્ન થઇને તેનું નામ ગૌરીમર્ગથી ગુલમર્ગ રાખી દિધું.

લદ્દાખ

લદ્દાખ

ઇંડસ નદીને કિનારે વસેલું 'લદ્દાખ', જમ્મૂ અને કશ્મીર રાજ્યના એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. તેને લાસ્ટ સંગ્રીલા, લિટલ તિબેટ, મૂન લેંડ અથવા બ્રોકન મૂન વગેરેના નામે પણ ઓળખાય છે. મુખ્ય શહેર 'લેહ' ઉપરાંત, આ વિસ્તારના નજીક મુખ્ય પર્યટન સ્થળ જેમ કે, અલચી, નુબ્રા ઘાટી, હેમિસ લમયોરૂ, જાંસ્કર ઘાટી, કારગીલ, અહમ પૈંગાંગ ત્સો કાર અને મોરીરી વગેરે સ્થિત છે.

મનાલી

મનાલી

મનાલી હિમાચલ પ્રદેશ રાજ્યમાં સમુદ્ર સ્તરથી 1950 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ પર્યટકોની પ્રથમ પસંદ છે અને આ એવું હિલ સ્ટેશન છે જ્યાં પર્યટકો સૌથી વધુ આવે છે. મનાલી, કુલ્લુ જિલ્લાઓ ભાગ છે જે હિમાચલની રાજધાની શિમલાથી 250 કિમી દુર પર સ્થિત છે. હિન્દુ પૌરાણિક કથાઓના અનુસાર, મનાલીનું મનુથી ઉત્પન્ન થયું જેમણે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માએ બનાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મનુ આ સ્થળ પર જીવનના સાત ચક્રોમાં બન્યા અને મટી જાય છે. મનાલીની હિન્દુ ધર્મમાં ખૂબ માન્યતા છે જેને જીવનના 7 ચક્રો રિવર્સ સેઝથી સબંધિત માનવામાં આવે છે.

ધર્મશાળા

ધર્મશાળા

કાંગડાના ઉત્તર-પૂર્વમાં 17 કિલોમીટરની અંતરે સ્થિત ધર્મશાળા હિમાચલ પ્રદેશનું એક પ્રમુખ પર્યટન સ્થળ છે. આ શહેર ચંદીગઢથી 239 કિલોમીટર, મનાલીથી 252 કિલોમીટર, શિમલાથી 322 કિલોમીટર અને નવી દિલ્હીથી 514 કિલોમીટરના અંતરે છે. આ સ્થળને કાંગડા ઘાટીનો પ્રવેશ દ્વારા માનવામાં આવે છે. તેની પૃષ્ઠભૂમિમાં બરફથી ઢંકાયેલી ધૌલાધાર પર્વત શૃંખલા આ સ્થળનું નૈસર્ગિક સૌદર્ય વધારે છે.

ઔલી

ઔલી

ઔલી એક સુંદર પર્યટન સ્થળ છે જે આખી દુનિયામાં સ્કીઇંગ માટે પ્રસિદ્ધ છે. આ સુંદર સ્થળ સમુદ્રતટેથી 2800મીટર ઉંચાઇએ સ્થિત છે. આ સ્થળ ઓક ધારવાળી ઢોળાવ અને સબ્જ શંકુધારી જંગલો માટે જાણીતું છે. ઔલીનો ઇતિહાસ 8મી શતાબ્દીમાં મળી આવ્યો હતો. આ સ્થળને 'બ્યૂગલ' પણ કહેવામાં આવે છે જેનો સ્થાનિક ભાષામાં અર્થ છે 'ઘાસનું મેદાન''. ઓસના ઢોળાવ પર ચાલતાં પર્યટક નંદાદેવી, માન પર્વત તથા કામત પર્વત શૃંખલાના અદભૂત નજારા જોઇ શકો છો. યાત્રીઓ આ ઢોળાવોથી પસાર થતાં સફરજનના બગીચા અને લીલાંછમ દેવદારના વૃક્ષ જોઇ શકે છે.

નૈનીતાલ

નૈનીતાલ

નૈનીતાલને ભારતનું ઝરણાંનું શહેર કહેવામાં આવે છે. આ હિમાલયન બેલ્ટમાં સ્થિત છે. આ કુમાઉની પહાડીઓના મધ્યમાં સ્થિત છે અને તેને સુંદર ઝરણાંઓના આર્શિવાદ પ્રાપ્ત છે. નૈનીતાલ પોતાના સુંદર પરિદ્રશ્યો અને શાંત પરિવેશના લીધે પર્યટકોના સ્વર્ગના રૂપમાં ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રિટીશ વેપારી, પી બૈરૂને કોલોની સ્થાપિત કરીને નૈનીતાલને લોકપ્રિય બનાવી દિધું. જે પર્યટક નૈનીતાલ ભ્રમણની યોજના બનાવી રહ્યાં છે તે હનુમાનગઢની યાત્રા પણ કરી શકે છે જે ભગવાન હનુમાનને સમર્પિત એક મંદિર માટે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત નૈનીદેવી મંદિર એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે જે ભારતના 51 શક્તિપીઠોને ગણવામાં આવે છે.

જેસલમેર

જેસલમેર

જેસલમેર 'ગોલ્ડન સિટી' રાજસ્થાનના શાહી મહેલો અને લડનાર ઉંટોની સાથે રેતીનું રણ આકર્ષણનું પ્રતિક છે. આ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ મહાન થાર રણ વચ્ચે સ્થિત છે. જેસલમેર જિલ્લાના વહિવટી મુખ્યાલયના રૂપમાં સેવારત હોવાની સાથે, આ પાકિસ્તાન, બીકાનેર, બાડમેર અને જોધપુરની સીમાઓને અડીને આવેલું છે. આ સુંદર શહેર રાજ્યની રાજધાની જયપુરથી ફક્ત 575 કિમી દૂર છે. પર્યટન જિલ્લાની અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ મુખ્ય ભૂમિકા ભજવે છે. શહેરના સંસ્થાપક રાવ જૈસલ, જેમણે 12મી સદી દરમિયાન જેસલમેર પર શાસન કર્યું, તેમના નામ પર આ શહેરનું નામાંકરણ કરવામાં આવ્યું.

ઉદયપુર

ઉદયપુર

ઉદયપુર એક સુંદર જગ્યા છે, ઝરણાંનું શહેર'ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે અને પોતાના શાનદાર કિલા, મંદિરો, સુંદર ઝરણાં, મહેલો, સંગ્રહાલયો, અને વન્યજીવ અભ્યારણો માટે પ્રસિદ્ધ છે. મહારાણા ઉદય સિંહ દ્રિતીયએ વર્ષ 1559માં આ શહેરની સ્થાપના કરી. આ સ્થળ ભારતનું એક મુખ્ય પર્યટન સ્થળ છે. અને પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા માટે જાણીતું છે.

મહાબલેશ્વર

મહાબલેશ્વર

મહારાષ્ટ્રના સિતારા જિલામાં મહાબલેશ્વર એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. પશ્વિમી ઘાટોમાં સ્થિત, આ જગ્યા દુનિયાના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાં સામેલ છે. મહાબલેશ્વરમાં પર્ટયકો ગરમીમાં આવવાનું પસંદ કરે છે. મહાબળેશ્વરનો શાબ્દિક અર્થ થાય છે- ગૉડ ઓફ પાવર એટલે કે ભગવાનની મહાન શક્તિ. મહાબલેશ્વરને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. અહીં વીણા, ગાયત્રી, સાવિત્રી, કોયના અમે કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે. 4,450 ફૂટની ઉંચાઇ પર વસેલું આ શહેર 150 કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. મહાબલેશ્વર, મુંબઇથી 220 કિમી અને પુણેથી 180 કિમી દૂર સ્થિત છે.

કુર્ગ

કુર્ગ

કુર્ગ અથવા કોડાગુ, કર્ણાટકના લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. કુર્ગ કર્ણાટકના દક્ષિણ પશ્વિમ ભાગમાં પશ્વિમી ઘાટની નજીક એક પહાડ પર સ્થિત જિલ્લો છે જે સમુદ્ર તટેથી લગભગ 900 મીટર થી 1715 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. કુર્ગને ભારતનું સ્કૉટલેંડ કહેવામાં આવે છે અને તેને કર્ણાટકનું કાશ્મીર કહેવામાં આવે છે.

અલેપ્પી

અલેપ્પી

લગૂન, શાંતિ અને નવરાશની પળો વિતાવવા માટે પ્રસિદ્ધ અલેપ્પીને પૂર્વનું વેનિસ કહેવામાં આવે છે. અહીની નહેરો અને પામના વૃક્ષો વચ્ચે સ્થિત સુંદર જલભરાવ અને હરિયાળા રોમાંચને જાગૃત કરી તમારી કલ્પનાઓના નવી ઉંચાઇ પર પહોંચાડી દે છે. કેરલના પ્રથમ યોજનાબદ્ધ રીતે નિર્માણ કરવામાં આવેલા શહેરોમાંનું એક છે, આ શહેરમાં જળમાર્ગની કેટલીક ગલીઓ છે જે એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મદદ કરે છે અને યાત્રાને યાદગાર બનાવે છે.

મુન્નાર

મુન્નાર

મુન્નાર એક અવિશ્વનીય શાનદાર અને અતિઆકર્ષક મનને આકર્ષિત કરનાર હિલ સ્ટેશન છે જે ઇડુક્કી જિલ્લામાં સ્થિત છે. પહાડોથી વળાંકદાર વિસ્તારોથી ઘેરાયેલ આ હિલ સ્ટેશન

ઉટી, પ્રેમ કરનારાઓ માટે સ્વર્ગ

ઉટી, પ્રેમ કરનારાઓ માટે સ્વર્ગ

ઉટીનું મોસમ પ્રેમ કરનારાઓ માટે ઘણુ સારું છે. ઉટી નીલગીરીના સુંદર પર્વતોમાં સ્થિત એક સુંદર શહેર છે. આ શહેરનું અધિકૃત નામ ઉટકમંડ છે તથા પર્યટકોની સુવિધા માટે તેને ઉટીનું સંક્ષિપ્ત નામ આપવામાં આવે છે. ભારતના દક્ષિણમાં સ્થિત આ હિલ સ્ટેશનમાં અનેક પ્રવાસી આવે છે. આ શહેર તમિળનાડુના નીલગીરી જિલ્લાનો એક ભાગ છે.

કોડૈકનાલ

કોડૈકનાલ

કોડૈકનાલ પશ્વિમી ઘાટમાં પલાની પહાડીઓમાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે. શહેર પોતાની પ્રાકૃતિક સુંદરતા અને લોકપ્રિયતાના લીધે હિલ સ્ટેશનોની રાજકુમારીના રૂપમાં પ્રસિદ્ધ છે. તમિલનાડુના ડિંગાગુલ જિલ્લામાં સ્થિત સમુદ્ર તટેથી 2133 મીટરની ઉંચાઇ પર એક પહાડ પર આવેલું છે.

પુરી

પુરી

પુરી પૂર્વી ભારતના ઓરિસ્સા રાજ્યનું એક શહેર છે જે ગર્વથી બંગાળની ખાડી પર આવેલું છે અને તેને પુરાણોમાં પુરૂષોત્તમ પુરી, પુરૂષોત્તમ ક્ષેત્ર, પુરૂષોત્તમ ધામ, નીલાદ્રિ, શ્રીશ્રેષ્ઠ અને શંખશ્રેષ્ઠ જેવા કેટલાક નામ આપવામાં આવ્યું છે.

શિલાંગ

શિલાંગ

પૂર્વના સ્લોટલેંડ તરીકે જાણીતું શિલાંગ ચોક્કસ પૂર્વોત્તર ભારતનું એક મહત્વપૂર્ણ પર્યટન શહેર છે. લીલાં ઘોર જંગલ, અનુપમ પ્રાકૃતિક છટા, વાદળોથી ઢંકાયેલ પહાડ, ફૂલોથી આવતી મીઠી મીઠી સુગંધ, મિલનસાર લોકો અને વસાહતી મેહમાન નવાજી ઉપરાંત તે સમયગાળાની નિશાનીઓઅ શિલાંગ પર્યટનની ખાસિયત છે. એક તરફ જ્યાં શિલાંગ હરયાળીથી ભરેલું છે, તો બીજી તરફ શહેરની દોડધામ ભરી જીંદગી શિલાંગ પર્યટનને મહત્વપૂર્ણ બનાવી દે છે.

દાર્જિલિંગ

દાર્જિલિંગ

ભારતીય ફિલ્મોમાં તો દાર્જિંલિંગને ઘણી વાર જોયું હશે. હૉલીવુડની પણ એક ફિલ્મમાં વિશ્વ પ્રસિદ્ધ દાર્જિલિંગ હિમાલિયન રેલવેને દર્શાવવામાં આવી છે. આ એક નાની રેલવે સેવા જે પર્વતોથી થઇને પસાર થાય છે. આ સફરમાં તમે વિહંગમ પ્રાકૃતિક દ્રશ્યોનું લુપ્ફ ઉઠાવી શકો છો. જો કે દાર્જિલિંગ પશ્વિમ બંગાળમાં સ્થિત એક હિલ સ્ટેશન છે અને તમે અહીં બરફથી ઢંકાયેલ પર્વતો જોઇ શકો છો.

પાંડિચેરી

પાંડિચેરી

આધિકારીક રીતે 2006 બાદથી પુડુચેરી નામથી જાણીતું પાંડિચેરી, આ નામથી પ્રસિદ્ધ સંઘ ક્ષેત્રની રાજધાની છે. આ શહેર અને વિસ્તાર, બંને જ ફ્રેંચ ઉપનિવેશવાદથીએ પ્રાપ્ત વિરાસ્તમાં સમૃદ્ધ છે. જેનો આ વિસ્તારની અદ્રિતીય સંસ્કૃતિ અને વિરાસતમાં મહત્વપૂર્ણ યોગદાન છે. પાંડિચેરી સંઘ ક્ષેત્ર ત્રણ ભારતીય રાજ્યોમાં ફેલાયેલ ચાર તટીય વિસ્તારોથી બનેલ છે. યાનમ (આંધ્ર પ્રદેશમાં), પાંડિચેરી શહેર, કરાઇલ (બંને તમિલનાડુના પૂર્વી સમુદ્રતટ પર સ્થિત) અને માહે (કેરલના પશ્વિમી તટની નજીક આવેલ છે.)

અંડમાન અને નિકોબાર

અંડમાન અને નિકોબાર

વર્ષોથી મનુષ્ય, એકાંતની શોધમાં કોઇ સમુદ્રી તટોની તરફ ખેંચાતો જાય છે. ભલે તે બ્રાજીલના અમેજન હોય કે પછી ઇબિજના સમુદ્ર કિનારા, અહીંના શાંત વાતાવરણમાં મનુષ્ય એકાંત પ્રાપ્ત કરે છે, જે વિશ્વના કેટલાક સ્થળોએ પ્રાપ્ત થાય છે. જો તમે પણ થોડો સમય એકાંતમાં વિતાવવા માંગો છો, તો અંડમાન-નિકોબાર દ્રિપ એક યોગ્ય સ્થળ છે.

English summary
Here are 20 places you should try visiting with your loved one.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more