Goa Tour Package : હવે ગોવામાં ઉજવો તમારું નવું વર્ષ, IRCTC એ જાહેર કર્યું સસ્તુ પેકેજ
જો તમે નવું વર્ષ ગોવામાં ઉજવવા માંગતા હોય તો ઓછા બજેટમાં IRCTC તમારા માટે પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજની ચૂકવણી તમે ઇએમઆઇ દ્વારા પણ કરી શકો છો.
Goa Tour Package : થોડા દિવસો બાદ 2022 વિદાય લેશે અને નવું વર્ષ એટલે કે 2023 શરૂ થશે. આવા સમયે લોકો નવા વર્ષની ઉજવણી કરવા આઉટ ઓફ ટાઉન જતા હોય છે. જેમાં તેમને સારા લોકેશનની પસંદગી કરવા સાથે સાથે બજેટનું પણ ધ્યાન રાખે છે.
Goa Tour Package : જો તમે પણ આ નવા વર્ષની ઉજવણી આઉટ ઓફ ટાઉન ટ્રીપ પર જઇને કવા માંગતા હોય તો IRCTC તમારા માટે એક પેકેજ લાવ્યું છે. જેમાં ગોવામાં નવા વર્ષની ઉજવણી કરવા જઇ શકો છો. આ સાથે આ પેકેજનું બુકિંગ કરવા માટે તમને EMI ની સુવિધા પણ આપવામાં આવે છે.

આઉટ ઓફ ટાઉન કરો નવા વર્ષની ઉજવણી
ન્યૂ યર સેલિબ્રેશનનો આ પ્રવાસ લખનઉથી શરૂ થશે. બજેટ ફ્રેન્ડલી પ્રવાસમાં મુસાફરોની સુવિધા માટે ખાસ કાળજી રાખવામાં આવશે. જેમાંમુસાફરોને એસી વાહનમાં ગોવા લઈ જવામાં આવશે.
મુસાફરોને ગોવામાં રહેવા માટે થ્રી સ્ટાર હોટલ આપવામાં આવશે. આ પ્રવાસમાં તમનેદક્ષિણ ગોવાના બેસિલિકા ઓફ બોન જીસસ ચર્ચની મુલાકાત લેવાની તક મળશે.
આ ઉપરાંત સાંજે મીરામાર બીચ, માંડવી રિવર ક્રુઝ પરજવાનો મોકો પણ મળશે. જ્યારે ઉત્તર ગોવામાં, કેન્ડોલિમ બીચ, બાગા બીચ અને સિંકેરિમ બીચની મુલાકાત લેવાની તક મળશે.

પેકેજમાં ઉપલબ્ધ થશે આ સુવિધાઓ
આ પેકેજમાં તમને લખનઉથી ગોવા અને ગોવાથી લખનઉની ફ્લાઈટ ટિકિટ મળશે. આ પછી ગોવામાં ફરવા માટે 3 રાત્રિ રોકાણની સુવિધાઆપવામાં આવશે.
ગોવામાં આ પેકેજમાં તમને નાસ્તો અને રાત્રિભોજન આપવામાં આવશે. આ સાથે, શેરિંગ આધારિત 30 સીટર એસી વાહન હશે, જે તમને ગોવાની આસપાસ લઈ જશે.

શું છે પેકેજ કિંમત
ગોવાની આ ટુર 3 રાત અને 4 દિવસની હશે. જો તમે ત્રણ લોકો સાથે મુસાફરી કરો છો, તો પ્રતિ વ્યક્તિ 28,040 રૂપિયાનો ખર્ચ થશે.
બીજીતરફ, જો બે વ્યક્તિઓ સાથે રહે છે, તો વ્યક્તિ દીઠ 28,510 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે એકલા ગોવાની મુલાકાત લેવા માંગો છો, તોતમારે 34,380 રૂપિયા ખર્ચવા પડશે.
આ ટૂર પેકેજ બૂક કરતી વખતે તમને EMI નો વિકલ્પ પણ મળશે. આ રીતે, જો તમારી પાસે હજૂ સુધી ચુકવણી કરવા નાણાં ન હોય તો પણ તમે ગોવાની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.
આ ટૂર પેકેજ વિશે વધુ માહિતી માટે, તમે IRCTCની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
