Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જ્યારે મહાદેવે કાપ્યું બ્રહ્માનું શિર, અદભૂત છે અન્નપૂર્ણેશ્વરી મંદિરની કથા

આ ખાસ લેખમાં જાણો દક્ષિણ ભારતના એવા જ એક અદભૂત મંદિર વિશે, જે પોતાની જુદી જુદી વિશેષતાઓ કારણે લોકપ્રિય છે.

ભારત વિવિધતાઓનો દેશ છે, જે પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની તાકાતથી આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે. વિશ્વના ખૂણએ ખૂણેથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ભારતની ભૌગોલિક વિશેષતાઓ અને કલા-સંસ્કૃતિની ઝલક મેળવવા માટે આવે છે. ભૂતકાળના ગૌરવશાળી ઈતિહાસને કારણે ભારત વિશ્વના ગણતરીના એવા ખાસ પ્રવાસન સ્થળોમાં સામેલ છે, જે પ્રવાસીઓની પહેલી પસંદ છે.

ઈતિહાસની સાથે સાથે કલા-સંસ્કૃતિના રસિકો માટે પણ ભારત ખજાનાથી ઓછું નથી. ભારતના પ્રાચીન મંદિરો વર્ષોથી શ્રદ્ધા અને વાસ્તુના ક્ષેત્રમાં ઘણા આધુનિક છે. આ ખાસ લેખમાં જાણો દક્ષિણ ભારતના એવા જ એક અદભૂત મંદિર વિશે, જે પોતાની જુદી જુદી વિશેષતાઓ કારણે લોકપ્રિય છે.

હોરાનાડૂ અન્નપૂર્ણેશ્વરી મંદિર

હોરાનાડૂ અન્નપૂર્ણેશ્વરી મંદિર

PC- Kgpramod2

ભદ્રા નદીના કિનારે સ્થિત પ્રસિદ્ધ અન્નપૂર્ણેશ્વરી મંદિર કર્ણાટકના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ અદભૂત મંદિરને શ્રી ક્ષેત્ર હોરનાડૂ તરીકે પણ ઓળખાય છે, જે ભોજનના દેવી અન્નપૂર્ણેશ્વરીને સમર્પિત છે.

મંદિરની અંદર તમે સ્થાયી મુદ્રામાં દેવીની એક સુંદર પ્રતિમાના દર્શન કરી શકો છો. પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરનું નિર્માણ ઋષિ અગત્સ્યએ કર્યું હતું.

આ મંદિરમાં દક્ષિણ ભારતના હિંદુઓની ગાઢ શ્રદ્ધા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ મંદિર ચમત્કારિક છે. જો સાચા મનથી અહીં પ્રાર્થના કરવામાં આવે, તો ભક્ત આખા જીવનમાં ભૂખ્યો નથી રહેતો.

શું છે મંદિરનો ઈતિહાસ ?

શું છે મંદિરનો ઈતિહાસ ?

PC- Gnanapiti

અન્નપૂર્ણેશ્વરી મંદિરમાં પાછલા 400 વર્ષથી વંશાનુગત ધર્મમાર્થારુની પ્રથા છે, આ મંદિરની સેવા અને સુરક્ષા એક જ પરિવારના લોકો કરે છે. મંદિરને શણગારવું, ધાર્મિક અનુષ્ઠાન કરવામાં ધર્મમાર્થારુની મહત્વની ભૂમિકા છે. પાંચમા ધર્મમાર્થારુ શ્રી ડીબી સુધી મંદિરનો આધાર નાનો અને અજ્ઞાત હતો.

પરંતુ તેના પછીના ધર્મમાર્થારુ વેંકટસુબા જોઈસે જ્યોતિષ, વાસ્તુશિલ્પ અને હિંદુ પૌરાણિક સિદ્ધાંતો મુજબ મંદિરનું સમારકામ કરાવી, જિર્ણોદ્ધાર કર્યો. 1973માં ‘અખાત્રીજ'ના શુભ દિવસે દેવી અદિતશક્તિનું પ્રતિસ્થાપન અને દેવી અન્નપૂર્ણેશ્વરીનું ‘પનપ્રથિસ્ટપાના' કરવામાં આવ્યું હતું.

પૌરાણિક કિવદંતી

પૌરાણિક કિવદંતી

PC- Kgpramod2

આ પ્રાચીન મંદિરને શ્રી અધ્યાત્મથમા અન્નપૂર્ણેશ્વરી કે પછી શ્રી ક્ષેત્ર હોરાનુડૂ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. ઈતિહાસ મુજબ 8મી સદીમાં મહર્ષિ અગસ્ત્યએ અહીં દેવી અન્નપૂર્ણેશ્વરીની પ્રતિમાની સ્થાપના કરી હતી. આ મંદિર સાથે દંતકથાઓ પણ જોડાયેલી છે. દંતકથા અનુસાર એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, ભગવાન શિવે ભોજન સહિત દુનિયાની તમામ ચીજવસ્તુઓ માયા કે પછી ભ્રમ જાહેર કર્યા .

ભોજન માયા નથી તે સાબિત કરવા માટે દેવી પાર્વતી ગાયબ થઈ ગયા અને જોતજોતામાં આખી દુનિયા સ્થિર થઈ ગઈ, વક્ષો, સજીવો બધું જ નિર્જિવ થઈ ગયું. ઋતુચક્ર અટકી ગયું. આવું થવાની આખી દુનિયામાં દુકાળ પડ્યો. ત્યારે દયાળુ દેવી પાર્વતીએ તમામ લોકોને ભોજન આપ્યું. અને બધું પુનર્વત કર્યું. ત્યારથી દેવી પાર્વતી અન્નપૂર્ણા કહેવાયા.

આ ઉપરાંત પણ મંદિર સાથે અન્ય એક દંતકથા જોડાયેલી છે, જે મુજબ મનાય છે કે એક વખતે ભગવાન શિવે ભગવાન બ્રહ્માનું શિર ધડથી અલગ કર્યું હતું. જે બાદ બ્રહ્માની ખોપરી શિવના હાથમાં ફસાઈ ગઈ. તેમને શ્રાપ મળ્યો કે જ્યાં સુધી આ ખોપરી અનાજ કે ભોજનથી નહીં ભરાય ત્યાં સુધી હાથમાં જ ફસાયેલી રહેશે.

ભગવાન શિવ ભોજન માંગવા માટે અનેક જગ્યાઓએ ફર્યા, પરંતુ ખોપરી ન જ ભરાઈ. અંતે ભગવાન શિવ આ મંદિરમાં આવ્યા અને માતા અન્નપૂર્ણાએ ખોપરી ભોજનથી ભરી દીધી. આ રીતે બગવાન શિવ શ્રાપમુક્ત બન્યા.

વાસ્તુ કળા

વાસ્તુ કળા

PC- Wind4wings

ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓની સાથે સાથે આ મંદિરની વાસ્તુ કલા પણ જોવા લાયક છે. મુખ્ય મંદિર પરિસર સુધી પહોંચવા માટે ઉપાસકોએ સીડી ચડવી પડે છે. મંદિરના ગોપુરમમાં હિંદુ દેવી દેવતાઓની અનેક મૂર્તિઓ છે. મંડપમ્ મુખ્ય મંદિર પ્રવેશદ્વાર ડાબી બાજુ સ્થિત છે. મંદિરની છત પર સુંદર નક્શીકામ કરેલું છે .

દીવાલો પર કંડારવામાં આવેલું નક્શીકામ અને મૂર્તિઓ પણ જોવાલાયક છે. મંદિરની રચના અને સુંદરતા અહીં આવતા શ્રદ્ધાળુઓની સાથે સાથે પ્રવાસીઓ પણ આશ્ચર્યચકિત કરે છે.

કેવી રીતે પહોંચશો ?

કેવી રીતે પહોંચશો ?

PC- Wind4wings

હોરનાડુ કર્ણાટકનું જાણીતું શહેર છે. દેશના અન્ય મોટા શહેરોથી હોરનાડુ સુધી નિયમિત ફ્લાઈટ નથી. અહીંથી નજીકનું એરપોર્ટ મેંગલોર છે. હોરાનુડુમાં કોઈ રેલવે સ્ટેશન પણ નથી. અહીં પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન બંટવાલ છે.

આ ઉપરાંત તમે અહીં રોડ દ્વારા પહોંચી શકો છો. તમે દક્ષિ ભારતના મોટા શહેરોથી હોરાનાડુ બસ દ્વારા પહોંચી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X