અફવા પર ના આપો ધ્યાન, ભારત અંગે આવું ક્યારેય ના વિચારો
ભારત, જ્યારે આ નામ સામે આવે છે તો એવી અનેક વસ્તુઓ જે આપમેળે જ દિમાગમાં આવી જાય છે, જેમ કે અહીંની વાસ્તુકળા, ઝીલ, ઝરણા, પર્વત, ભોજન, લોકો, કળા, સભ્યતા અને સંસ્કૃતિ. જો કે, ભારત ઘણું સુંદર અને તમામ વિવિધતાઓ અને વિશેષતાઓથી ભરેલું છે, પરંતુ તેમ છતાં વિદેશી પ્રવાસી આવતા અચકાય છે.
આવું એટલા માટે કારણ કે તેમના મનમાં એવી અનેક વાતો ઘર કરી ગઇ છે કે, જે એક કલ્પના છે, પરંતુ તેને એવી રીતે દર્શવવામાં આવી છે કે, વિદેશીઓએ તેને સાચી માની લીધી છે. તો ચાલો આજે અમે તમને એવી કેટલીક વાતોથી અવગત કરાવી રહ્યાં છીએ, જેને વાંચ્યા અને સમજ્યા પછી ભારત પ્રત્યેની તમારી દ્રષ્ટિ સંપૂર્ણ બદલાઇ જશે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ વાતોને.

સાધુ, યોગ અને રહસ્યવાદ
રહસ્યમય ભારત અને અહીં આવ્યા બાદ શાંતિ પ્રાપ્ત કરવા અંગે આજ સુધી ઘણુ બધુ લખવામાં આવ્યું છે. અહીં અન્ય દેશોની જેમ ઉંચી ઉંચી ઇમારતો ગીચ રસ્તા, બ્રાન્ડેજ શો રૂમ, મોલ અને મલ્ટીપ્લેક્સ છે, જે એ જણાવવા માટે પુરતુ છે કે ભારતમાં મોક્સ આધ્યાત્મ અને શાંતિ ઉપરાંત ઘણું બધુ છે. તો જ્યારે તમે ભારતની યાત્રા પર આવો ત્યારે એ વાત મનમાંથી કાઢી નાખો કે તમારી મુલાકાત લાંબી દાઢીવાળા સાધુઓ સાથે થશે તે સત્યના માર્ગ પર ચાલતા શાંતિ અને મોક્ષની પ્રાપ્તી કરાવશે. અહીં આવો અને માત્રને માત્ર એન્જોય કરો.

હાથી અને મદારી
જેવું ભારતનું નામ આવે છે તો લોકને હાથમાં બીન અને 3-4 ઝેરીલા સાંપો પકડેલો એક મદારી અથવા હાથીઓના ઝૂંડની તસવીર સામે આવે છે. પરંતુ હવે ડરવાની જરૂર નથી ભારતમાં સાંપના ખેલ પર બેન અને મદારીઓને મુખ્ય ધારા સાથે જોડવા માટે ભારત સરકાર દ્વારા રોજગારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હાથીઓની વાત કરવામાં આવે તો તેઓ ત્યાં જ છે જ્યાં તેમને હોવું જોઇએ.

રિયલ ઇન્ડિયાની શોધ
સૌથી જટીલ એ છે કે જ્યારે પણ કોઇ વિદેશી ભારત આવે છે તો શા માટે તે રિયલ ઇન્ડિયાની શોધ કરવા ઇચ્છે છે? તમને જણાવી દઇએ કે ઇન્ડિયા એક જ છે, અહીં કોઇ રિયલ અતવા અનરિયલ જેવી વસ્તુ નથી. ભારતને લઇને આ બધી વાતો એમ જ કહેવામાં આવે છે અને હાં અહીં ઝોપડીઓની બાજુમાં ઉંચી ઉંચી ઇમારતો અને ચાની દુકાનની બાજુંમાં વિશાળ મોલને જોઇને તમારે વિચલિત થવાની જરૂર નથી, આ બન્ને વાતો સાચી છે અને આ જ ઓરિજિનલ ઇન્ડિયા છે.

ગરમ પ્રદેશ
આ વાતની ચર્ચા વિદેશીઓની વચ્ચે વધારે થાય છે કે, ભારત એક ગરમ પ્રદેશ છે અહીં ત્રણ જ પ્રમુખ મોસમ છે, ગરમી ગરમી અને ગરમી. સાથે જ અહીં આવ્યા બાદ વ્યક્તિનો રંગ ઘાટો થઇ જાય છે અને પરસેવેથી ન્હાય છે. આવું કંઇ નથી અને આ વાત ભારતના સંદર્ભમાં એક અફવા છે. ભારતને ગહનતાથી સમજ્યા બાદ એવું કહીં શકાય કે અહીં દરેક રાજ્યની પોતાની એક ઋતુ છે. તમે રાજસ્થાનમાં ગરમી, ચેરાપુંજીમાં વરસાદ અને લદાખમાં ઠંડીનો અનુભવ કરશો.

મસાલેદાર ખાવાનું
આ મુદ્દો ઘણો રસપ્રદ છે. જો કે, ભારતમાં તેલ મસાલાવાળું ચટપટું ખાવાનું વધારે ખાવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બધા જ ભારતીયો તેલ મસાલાના શોખીન છે. અહીં એવા લોકોની ઉણપ નથી કે જે તેલ મસાલાની વાગની ખાતા નથી, ઉદાહરણ તરીકે ભારતમાં રહેતા નોર્થ ઇસ્ટના લોકો ઘણું જ સાદુ અને હળવુ ખાવાનું ખાય છે, જેમનું ખાવાનું યુરોપિયન દેશો જેવું હોય છે.












Click it and Unblock the Notifications
