આ જગ્યાએ કપડા પહેરીને જવાની મનાઈ છે, વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે
આ દુનિયા વિવિધતાથી ભરેલી છે. આવી જ એક વિવિધતા વિશે આપણે આજે વાત કરવાના છીએ. કહેવાય છે કે આ જગ્યાએ કપડા પહેરીને જવાની મનાઈ છે.
અમે તમને ન્યુડસ્ટ સિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વિશ્વમાં એકમાત્ર એવું શહેર છે જે જાણીતું છે. અહીં લોકો ન્યુડ ટુરીઝમ માટે આવે છે.

ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલુ ફ્રેન્ચ શહેર કેપ ડી'એજ તેના ન્યુડ ટુરિઝમ માટે જાણીતું છે. આ શહેર તેની અનોખી જીવનશૈલી માટે જાણીતું છે. આ દુનિયાનું એક માત્ર ન્યુડ શહેર છે. અહીં કોઈ પણ પ્રકારના પ્રતિબંધો નથી. આ શહેર મોટે ભાગે હનીમૂન ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે.
આ શહેરમાં લોકોને કપડાં વગર ફરવાની આઝાદી છે. સુંદર બીચ માટે પ્રખ્યાત આ શહેરમાં સમુદ્ર કિનારાનો નજારો અલગ છે. અહીં બીચ સિવાય રેસ્ટોરાં અને સુપરમાર્કેટમાં પણ લોકો કપડા પહેર્યા વગર ફરે છે.
જો તમારે વાળ કપાવવા હોય કે બેકરીમાંથી કેટલીક વસ્તુઓ ખરીદવી હોય કે કસરત કરવી હોય તો પણ અહીં કોઈપણ પ્રકારના કપડાં પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી.
ઉનાળામાં કેપ ડી'એજ શહેર પ્રવાસીઓથી ધમધમતું રહે છે. એક અંદાજ મુજબ અહીં દર વર્ષે 50 હજાર પ્રવાસીઓ આવે છે. ઉનાળામાં અહીં આવતા મોટાભાગના પ્રવાસીઓ ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ઈટાલી, અમેરિકા, ડેનમાર્ક અને કેનેડાના છે.
અહીં હનીમૂન માટે આવતા કપલ્સનું કહેવું છે કે તેઓ આ અનુભવ દ્વારા તેમના સંબંધોને તાજા અને સ્ટીમી રાખવા માંગે છે. આ એકદમ સારો અનુભવ છે.












Click it and Unblock the Notifications
