બિહારનું પ્રસન્નતાથી ભરેલું શહેર કૈમૂર
કૈમૂરની વિરાસત ગૌરવશાળી છે અને આ બિહાર ખાતે આવેલા સૌથી જીવંત ક્ષેત્રોમાંથી એક છે. કૈમૂર એક પ્રશાસનિક જિલ્લો છે, જે બિહારના પશ્ચિમી ભાગમાં સ્થિત છે તથા આ જિલ્લાના મુખ્ય મુખ્યાલય ભભુઆમાં સ્થિત છે. કૈમૂરની સમતલ ભૂમિ હરિયાળી અને ઉપજાઉ જલોઢ ભૂમિ છે, જ્યારે પઠારી ક્ષેત્ર પર્વતીય છે. કર્મનાશા, દુર્ગાવતી અને કુદરા નદીઓ આ શહેરની સીમાઓ છે.
6 ઇ.પૂથી લઇને 5મી ઇ. સુધી કૈમૂર પૂર્વ મોર્યો દ્વારા શાસિત મગધ સામ્રાજ્યનું અને મગધ બાદ ગુપ્તા શાસકોનું એક અભિન્ન ભાગ હતુ. કૈમૂર જિલ્લાએ ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં એક મોટુ યોગદાન આપ્યું છે.
કૈમૂર પ્રવાસન સ્થળોના પ્રમુખ આકર્ષણમાં કૈમૂર વન્યજીવ અભ્યારણ્ય, વૈદ્યનાથ, માં મુંડેશ્વરી મંદિર, ચોરઘાટિયા, કર્મનાશા નદી, સિદ્ઘનાથ મંદિર જેવા અન્ય અનેક અધિક આશાજનક સ્થાન સામેલ છે. કૈમૂર પ્રવાસન પ્રત્યેકની ઝલક પ્રદાન કરે છે અને ત્યાં આવેલો પ્રવાસી ક્યારેય નિરાશ થઇને જતો નથી. મંદિર, કિલ્લા, પર્વત, જંગલ, ઝરણા અને કૈમૂરની આસપાસના દર્શનીય સ્થળ, કૈમૂર પર્યટનને ઉત્તમ બહુઆયામી સ્થળના રૂપમાં આશિર્વાદ આપે છે.
તેલ્હર, કૈમૂરના બીટી માર્ગ નજીક સ્થિત એક સુંદર ઝરણુ છે. પ્રાકૃતિક રૂપમાં સ્થિત ઝરણુ આંખો માટે એક શાનદાર પર્વ છે. કૈમૂર, અનેક હિન્દુ તહેવારો અને મેળાઓનું મેજબાન છે અને પ્રત્યેકને વિભિન્ન તીર્થ કેન્દ્રો અને મંદિરોમાં મનાવવામાં આવે છે. અહીં મોટી માત્રામાં પ્રવાસી તથા તીર્થયાત્રી કૈમૂરના શાંત વાતાવરણને નજીકથી જોવા આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કૈમૂરને.

માં મુંડેશ્વરી મંદિર
કૈમૂરમાં આવેલા માં મુંડેશ્વરી મંદિરનું એક દ્રશ્ય

પવિત્ર સ્થળ
કૈમૂરમાં આવેલું માં મુંડેશ્વરી મંદિર એક પવિત્ર સ્થળ છે.

સાઇડ વ્યૂ
માં મુંડેશ્વરી મંદિરનો સાઇડ વ્યૂ

અવશેષો
કૈમૂરમાં આવેલા માં મુંડેશ્વરી મંદિરના અવશેષો

મૂર્તિ
માં મુંડેશ્વરી મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ

પથ્થર પર કોતરણી
માં મુંડેશ્વરી મંદિરમાં પથ્થરો પર કરવામાં આવેલી કોતરણી

મંદિરનો પાછળનો દરવાજો
માં મુંડેશ્વરી મંદિરનો પાછળનો દરવાજો

નંદી
કૈમૂરમાં આવેલા માં મુંડેશ્વરી મંદિરમાં નંદી

કરકટ ઝરણું
કૈમૂરમાં આવેલું કરકટ ઝરણું

તેલહર ઝરણું
કૈમૂરમાં આવેલું તેલહર ઝરણું












Click it and Unblock the Notifications
