Kerala Tourist Places : બજેટ ફ્રેન્ડલી છે કેરળના આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, જાણો અને માણો
Kerala Tourist Places : કેરળ એક ભારતનું રમણીય રાજ્ય છે. જે પોતાના ટુરિસ્ટ પ્લેસ માટે સમગ્ર દુનિયામાં જાણીતું છે. જેના દિવાના માર્ક ટ્વેન્સથી લઇને માર્ક વિન્સ સુધીના વિખ્યાત ટ્રાવેલર છે. કેરળમાં દર વર્ષે લાખો કરોડો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. કેરળને દેવતાઓની ભૂમિ કહેવામાં આવે છે.
કેરળ રાજ્યના પ્રાકૃતિક સૌદર્ય અને મનમોહક નજારા તમને મંત્રમુગ્ધ કરી દેવા માટે પૂરતા છે. કેરળમાં લોકો હનિમુન અને ફેમિલી ટ્રીપ માટે અથવા મિત્રો સાથે ફરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ અહેવાલ આપણે કેરળના બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન જાણીશું.

મુન્નાર - જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો મુન્નાર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. મુન્નાર હિલ સ્ટેશનની સુંદરતા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. મુન્નાર ચાના બગીચા માટે પણ પ્રખ્યાત છે. મુન્નારમાં હાજર ઈકો પોઈન્ટ પર તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો.
વર્કલા - વર્કલા કેરળનું એક પ્રખ્યાત સ્થળ છે. વર્કલા અને દૂર દરિયાની સુંદરતા તમારું દિલ જીતી લેશે. વર્કલામાં પર્વતો અને સમુદ્રના અદ્ભુત નજારાઓ જોઈ શકાય છે. જો તમે કેરળની મુલાકાતે જાઓ છો, તો વર્કલાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
ફોર્ટ કોચી - ફોર્ટ કોચીને ઓલ્ડ કોચી અથવા પશ્ચિમ કોચી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે ફોર્ટ કોચીમાં પગપાળા જ ફરી શકો છો. ફોર્ટ કોચીમાં હાજર ડચ પેલેસ ઘણો પ્રખ્યાત છે. આ સિવાય તમે સાંતાક્રુઝ કેથેડ્રલ બેસિલિકા, ઈન્ડો-પોર્ટુગીઝ મ્યુઝિયમ વગેરે જોઈ શકો છો.
વાયનાડ - વાયનાડ ખૂબ જ સુંદર પર્યટન સ્થળ તરીકે જાણીતું છે. વાયનાડ ઐતિહાસિક ગુફાઓ, ધોધ અને ઘણા પ્રવાસન સ્થળો છે. વાયનાડમાં તમને રહેવા માટે રૂમ પણ મળશે. તમે વાયનાડમાં નેચર વોક અને ટ્રેકિંગ માટે જઈ શકો છો.
એલેપ્પી - અલેપ્પી કેરળમાં ફરવા માટેના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. આખું વર્ષ એલેપ્પી પ્રવાસીઓની ભીડ રહે છે. આ બીચ વોલીબોલ અને સર્ફિંગ જેવી પ્રવૃત્તિઓ માટે યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
