એવું નૃત્ય જેને જોવા સ્વર્ગથી આવી જાય ભગવાન ઇન્દ્ર

Posted By:
Subscribe to Oneindia News

ભારત કલા અને સંસ્કૃતિનો સમૃદ્ધ દેશ છે, જ્યાંની વિવિધતા અને વિશેષતાને દુનિયાએ પણ માની છે. ભારતમાં જ્યાં તમને એકથી એક સુંદર નજારા, ભોજન, પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે તો બીજી તરફ અહીંના અલગ-અલગ નૃત્ય, સંગીત પણ તમારું મન મોહી લેશે. જો વાત નૃત્યની કરવામાં આવે તો તમને જણાવી દઇએ કે ક્લાસિકલ ડાન્સને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલી જ લોકપ્રિયતા મળેલી છે.

એક સમય હતો જ્યારે દરબાર સજતા હતા અને નૃત્યનું આયોજન કરવામાં આવતુ હતું, જેને જોવા માટે દૂર દૂરથી રાજા મહારાજાઓ આવતા હતા. તો જો તમારે આ વર્ષો જૂના નૃત્ય જોવા છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જો તમે ક્લાસિકલ ડાન્સના શોખિન છો તો મધ્ય પ્રદેશના ખજુરાહોમા આવો.

જ્યાં દર વર્ષેની જેમ ખજુરાહો નૃત્યનુ આયોજન કરવામાં આવે છે, તમને જણાવી દઇએ કે આ નૃત્ય મહોત્સવ 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. નોંધનીય છે કે આ મહોત્સવમાં દેશના એ મહારથીઓને આમંત્રિત કરવામાં આવે છે, જે પોતાના ક્ષેત્રમાં મહારથ ધરાવે છે. આ સાથે જ તમે ત્યાંની ખાસ વાસ્તુકલાને પણ નિહાળી શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ ખજુરાહોનું નૃત્ય.

મંદિર પરિસર

મંદિર પરિસર

નૃત્ય મહોત્સવ માટે મંદિર પરિસરથી શ્રેષ્ઠ સ્થળ કયું હોઇ શકે, અહીં તમને પ્રેમમાં લિપ્ત મૂર્તિઓ, ગીત, સંગીત એક અલગ નૈસર્ગિક સુખની અનુભૂતિ કરાવશે.

દેવિયા સુંદરિયા

દેવિયા સુંદરિયા

ખજુરાહો મંદિર પરિસરનું નિર્માણ 950થી 1050ની વચ્ચે ચંદેલા રાજવંશના રાજાઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

જ્યાં થાય છે નવા અને જૂનાનું સંગમ

જ્યાં થાય છે નવા અને જૂનાનું સંગમ

ખજુરાહો નૃત્ય મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નૃત્ય અને સંગીતના માધ્યમથી ભારતના ઇતિહાસને જીવીત રાખવાનો છે.

ઇતિહાસના પાના ફેરવવા

ઇતિહાસના પાના ફેરવવા

એક સપ્તાહ સુધી ચાલનારા આ નૃત્ય મહોત્સવમાં તમે એક સાથે અનેક નૃત્યોની મજા લઇ શકશો. આ દરમિયાન તમને અહીં ઓડિશી, કથક, ભરતનાટ્યમ અને કુચ્ચીપુડી જેવા નૃત્યો જોવા મળશે.

પોઝ અને પરફેક્શન

પોઝ અને પરફેક્શન

ક્યારેક ખજુરાહો મંદિર પરિસરમાં 85 કરતા વધારે મંદિર હતા, જેમાં આજે માત્ર 22 જ બચ્યા છે.

નૃત્ય અને ભક્તિ

નૃત્ય અને ભક્તિ

ખજુરાહોની મૂર્તિઓમાં કામ અને પ્રેમને એ રીતે દર્શાવવામાં આવ્યું છે કે તે કોઇપણ વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. આ અંગે અનેક માન્યતાઓ છે કે આ મૂર્તિઓ આટલી ઉત્તેજક કેમ બનાવવામાં આવી છે. એક માન્યતા અનુસાર ચંદેલા રાજવંશની તંત્ર વિદ્યા પર ઉંડી આસ્થા હતી, જે અનુસાર કામના માર્ગ પર ચાલતા વ્યક્તિ સહેલાયથી મોક્ષની પ્રાપ્ત કરી શકે છે.

English summary
khajuraho dance festival glimpse

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.