Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ રહ્યા ભારતના ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશન...

ભારત વિવિધતાઓ અને વિશેષતાઓથી ભરેલો એક વિશાળ દેશ છે. આજે ભારતની ગણતરી વિશ્વના એ દેશોમાં થાય છે જ્યાં એક પ્રવાસી માટે બધું જ છે જેની તેને જિજ્ઞાશા રહે છે. વાત જો ભારતમાં પ્રવાસની તો પ્રવાસી ભલે દેશનો હોય કે વિદેશનો પરંતુ એકવાર અહીના પ્રવાસન સ્થળોને જોઇ લેશે તો તેને ઘરે જવાનું મન નહી થાય.

ભારતમાં આજે લોકપ્રિય ડેસ્ટિનેશનોની ભરમાર છે તો બીજી તરફ આજે દેશમાં ઘણા એવા ડેસ્ટિનેશન પણ છે જે ગુમનામ છે અને ઘણા ઓછા લોકો તે અંગે જાણે છે. જો આ ડેસ્ટિનેશનોના ગુમનામ હોવાના કારણો પર એક નજર નાખીએ તો મળે છે કે અથવા તો આ સ્થાનો પર સુગમતાથી એટલે કે સરળતાથી નથી પહોંચી શકાતું, સાથે જ લોકો આજે પણ આ સ્થાનોથી અપરિચિત છે.

તો આ જ ક્રમમાં અમે આપને આ લેખના માધ્યમથી આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ભારતના એ ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશનો અથવા દૂરસ્ત સ્થળોથી જ્યાં પહોંચવું સરળ નથી પરંતુ એકવાર પહોંચી ગયા તો ત્યાંથી આવવાનું પણ મન નહીં થાય. આવો તો તસવીરોમાં જોઇએ ભારતના ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશનોને.

ભારત ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશન...

ભારત ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશન...

આ રહ્યા ભારત ટોપ 5 રિમોટ ડેસ્ટિનેશન...

લદ્દાખ

લદ્દાખ

ઇંડસ નદીના કિનારા પર વસેલું 'લદ્દાખ', જમ્મુ અને કાશ્મીર રાજ્યનું એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. તેને લાસ્ટ સંગ્રીલા, લિટિલ તિબ્બત, મૂન લેંડ અથવા બ્રોકન મૂન વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. સુંદર તળાવો અને મઠ, મનને સમ્મોહિત કરી દેનાર પરિદ્રશ્ય અને પહાડો અત્રેના મુખ્ય આકર્ષણો છે. લદ્દાખ વિશ્વના બે પ્રમુખ પર્વત શ્રેણીઓ, કારાકોરમ અને હિમાલયની વચ્ચે સમુદ્રની સપાટીથી 3500 મીટરની ઉંચાઇ પર આવેલું છે. આ ઉપરાંત જાંસ્કર અને લદ્દાખની સમાનાંતર પર્વતમાળાઓ, લદ્દાખની ઘાટીને ચારેય તરફથી ઘેરે છે. લદ્દાખમાં આવીને અહીંની વાદીયોમાં ખોવાઇ જવાની મજા જ કંઇ અલગ છે.

થારનું રણ

થારનું રણ

જો આપ ભારતમાં હોવ અને આપે થારનું રણ નથી જોયું અને આપે કેમલ રાઇડ નથી લીધી તો સમજી લો કે આપની યાત્રા અધૂરી છે. આપને જણાવી દઇએ કે થાર રણ ભારતના ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. આ મોટાભાગે તો રાજસ્થાનમાં સ્થિત છે પરંતુ કેટલોક ભાગ હરિયાણા, પંજાબ, ગુજરાતમાં પણ ફેલાયેલો છે. થારનું રણ અદભુત છે. કહેવાય છે કે ગર્મીમાં અહીં રેત ઉકળે છે. આ રણમાં 60 ડિગ્રી સુધી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે. જ્યારે શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે જતુ રહે છે. જો ખરેખર પ્રકૃતિના આ રૂપને પણ જોવા માંગતા હોવ તો થારના રણની એક વાર મુલાકાત ચોક્કસ લો.

કચ્છનું રણ

કચ્છનું રણ

શું આપ પ્રકૃતિને તેના સૌથી દુર્લભ રૂપમાં જોવા માગો છો? શું આપ એક બિલકૂલ નવા રૂપે પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરવા માંગો છો. જો હા તો આપ પહોંચી જાવ ગુજરાતમાં આવેલા કચ્છના રણમાં. કચ્છ જિલ્લામાં ઉત્તર તથા પૂર્વામાં આવેલું આ સફેદ રણ 23,300 વર્ગ કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ સમુદ્રનો જ એક ભાગ છે. મિત્રો દરવર્ષે શિયાળો જામતા જ, ડિસેમ્બર મહિનાની ઠંડીમાં જ્યારે ચંદ્રમા તેની સોળે કળાએ ખીલે છે ત્યારે કચ્છની ધરતી પર શરૂ થાય છે અનોખો ઉત્સવ જેને કહેવાય છે 'રણોત્સવ'. દેશ-વિદેશના ખૂણેથી પર્યટકો અહીંની શ્વેત ચાંદનીનો અનેરો આનંદ માણવા માટે ઉમટી પડે છે કચ્છના રણમાં... આ રણોત્સવ છેક બે મહિના સુધી ચાલે છે. આપ પણ તેનો લ્હાવો ચોક્કસ ઊઠાવો.

પશ્ચિમી ઘાટ

પશ્ચિમી ઘાટ

આપને જણાવી દઇએ કે ભારતના પશ્ચિમી તટ પર સ્થિત પર્વત માળાઓને પશ્ચિમી ઘાટ કહે છે. દક્કની પઠારના પશ્ચિમી કિનારાની સાથે સાથે આ પર્વતીય શ્રેણી ઉત્તરથી દક્ષિણની તરફ 1600 કિલોમીટર લાંબી છે. વિશ્વમાં જૈવિકીય વિવિધતા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ દ્રષ્ટિથી વિશ્વમાં તેનું 8મું સ્થાન છે. આ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદથી શરૂ થાય છે અને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ તથા કેરળથી થઇને કન્યાકુમારીમાં સમાપ્ત થઇ જાય છે. 2012માં યૂનેકસ્કોએ પશ્ચિમી ઘાટ વિસ્તારના 39 સ્થાનોને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું છે.

અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ

અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ

શાંતિ મોજમસ્તી માટે અંદમાન અને નિકોબારથી સારુ કંઇ નથી. જો આપ નેચરને તેના ઉતૃષ્ટ રૂપમાં જોવાના ઉત્સુક છો તો અંદમાન અને નિકોબારના રિમોટ દ્વીપ આપના માટે જ છે. નોંધનીય છે કે વર્ષોથી મનુષ્ય, એકાંતની તલાશમાં ઘણા સમુદ્રી તટોની તરફ આકર્ષિત થાય છે. અત્રેના શાંત વાતાવરણમાં મનુષ્ય એકાંત પ્રાપ્ત કરે છે. જે વિશ્વના કોઇક જ સ્થળોમાં પ્રાપ્ત થાય છે, જો આપ કોઇ સમય એકાંતમાં વિતાવવા માંગતા હોવ તો અંદમાન નિકોબાર દ્વીપ એક વાર જરૂર આવો.

ગુજરાત આવો તો આ સંગ્રહાલયોની ચોક્કસ મુલાકાત લો...

ગુજરાત આવો તો આ સંગ્રહાલયોની ચોક્કસ મુલાકાત લો...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X