વૈવિધ્યપૂર્ણ જીવન જીવતા મુકેશ અંબાણીની હાઇફાઇ યાત્રા
ભારત અને વિશ્વના ટોપના બિઝનેસમેન અને ધનિક પુરુષોની યાદીમાં પોતાનું નામ નોંધવનારા ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાની લક્ઝરીયસ લાઇફસ્ટાઇલ માટે પણ એટલા જ જાણીતા છે. સામાન્ય પણ વૈવિધ્યપૂર્ણ જીવનથી તેઓ અનેકના આઇડલ અને આકર્ષણનું કેન્દ્ર બનેલા છે.
આ પહેલા અમે તમને નીતા અંબાણીની હાઇફાઇ લાઇફસ્ટાઇલ અંગે જણાવ્યું હતું, ત્યારે મુકેશ અંબાણી પણ કેવી રીતે આ યાદીમાંથી બહાર રહી શકે. જે રીતે નીતા અંબાણી પોતાની ભારતીય ટચ આપતી વૈવિધ્યપૂર્ણ જીવનશૈલી માટે જાણીતા છે, તેવી જ રીતે મુકેશ અંબાણીનું જીવન પણ કંઇક એવું છે, જો કે હાલ અમે તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક જેટ પ્લેન અને કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ મુકેશ અંબાણીની હાઇફાઇ યાત્રા.

બોઇંગ બિઝનેસ જેટ 2
મુકેશ અંબાણી પાસે બોઇંગ બિઝનેસ જેટ 2 છે, જેની કિંમત અંદાજે 327 છે. જેનો ઉપયોગ તેઓ વ્યક્તિગત રીતે કરે છે. જેમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે.

દાસલ્ટ ફાલ્કોન 900ઇએક્સ
મુકેશ અંબાણીએ આઇપીએલ અને પોતાના વ્યવસાય સાથે તાલમેલ જાળવી રાખવા માટે આ પ્લેનનો ઉપયોગ કર્યો હતો. જેમાં 19 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા આપવામાં આવી છે.

એરબસ 319
મુકેશ અંબાણી તેમના પત્ની નિતા અંબાણીને જન્મદિવસની ભેટમાં 242 કરોડની કિંમતનું એરબસ 319 જેટ પ્લેન આપ્યું હતું.

મેબેક 62
શાનદાર ઇન્ટિરિયર અને આરમદાયક મુસાફરી માટે જાણીતી મેબેક 62 મુકેશ અંબાણીના કાર કલેક્શનમાં ટોપ પર આવે છે. આ કારની કિંમત અંદાજે 5.2 કરોડ રૂપિયા છે.

મર્સડિઝ બેન્ઝ એસએલ500
મર્સડિઝ દ્વારા એકથી એક શાનદાર અને ચઢિયાતી લક્ઝરી કાર્સ રજૂ કરવામાં આવે છે. ત્યારે ભારતના જાણીતા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી પણ કેવી રીતે મર્સડિઝની શાનદાર કારના લક્ઝરીયસ આનંદથી દૂર રહી શકે. તેમની પાસે 1.2 કરોડ રૂપિયાની કિંમતની મર્સડિઝ બેન્ઝની એસએલ500 કાર છે.

મર્સડિઝ બેન્ઝ એસ ક્લાસ
મુકેશ અંબાણી પણ અન્ય લોકપ્રિય સેલિબ્રિટીઝ જેમ કે, રિતિક રોશન, પ્રિયંકા ચોપરા, ડેનિયલ ક્રેગની જેમ જ મર્સડિઝ દ્વારા બહાર પાડવામાં આવેલી એસ ક્લાસને પસંદ કરે છે. આ કારની કિંમત 1 કરોડની આસપાસ છે.












Click it and Unblock the Notifications
