જૂન મહિનામાં યોજાનારા ભારતના વિશ્વપ્રસિદ્ધ ફેસ્ટિવલ્સ પર એક નજર

[ટ્રાવેલ] સામાન્ય રીતે આફણે ઊનાળાની રજાઓમાં હિલ સ્ટેશન, હિસ્ટોરિકલ પ્લેસિસ અથવા તો સમુદ્રતટ તરફ પ્રયાણ કરીએ છીએ. પરંતુ મિત્રો આ વખતે અમે આપના માટે એક શાનદાર વિકલ્પ લઇને આવ્યા છીએ. જેને અપનાવીને આપ હિલ સ્ટેશન અને પ્લેસેસનો પણ આનંદ માણી શકશો.

હા, આ સમર વેકેશનને ખાસ બનાવવા માટે ભારત ભરમાં જૂન મહિનામાં થનારા ફેસ્ટિવલનો આનંદ માણો. જ્યાં આપ અનેકો સંસ્કૃતિઓ, સભ્યતાઓ અને પરંપરાઓનો આનંદ લઇ શકશો. તો પછી રાહ શેની છે મિત્રો આવો એક નજર કરીએ જૂન મહિનામાં યોજનારા વિશ્વપ્રસિદ્ધ ફેસ્ટિવલ જેની પોતાની એક અલગ ઓળખ છે, જે સુંદરતાથી આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લે છે.

કોટ્ટિયૂર ઉત્સવમ, કેરળ

કોટ્ટિયૂર ઉત્સવમ, કેરળ

કેરળના કુન્નૂર જિલ્લામાં થનારા કોટ્ટિયૂર ઉત્સવમ આખી દુનિયામાં જાણીતો છે. આ ફેસ્ટિવલનું નામ બે જાણીતા મંદિરોના નામને ભેગુ કરીને રાખવામાં આવ્યું છે. આ બે મંદિરો ક્રમશ: અક્કારે કોટ્ટિયૂર અને ઇક્કારે કોટ્ટિયૂર છે. આ મંદિરનો પ્રમુખ ઉત્સવ વૈશાખ ફેસ્ટિવલ છે જે દરેક વર્ષે જૂનના મહિનામાં મનાવવામાં આવે છે. આ ઉત્સવ 28 દિવસ સુધી ચાલે છે. આ ફેસ્ટિવલ 31 મેના રોજ શરૂ થાય છે અને 27 જૂન સુધી ચાલશે.

સમર ફેસ્ટિવલ, શિમલા

સમર ફેસ્ટિવલ, શિમલા

હિમાચલ પ્રદેશના ખૂબ જ આકર્ષક હિલ સ્ટેશન શિમલામાં મે-જૂનના મહીનામાં અહીં સુંદર સમર ફેસ્ટિવલ આયોજિત થાય છે. આ મિશ્રિત રંગોનો ફેસ્ટિવલ સાંસ્કૃતિક ઉત્સવનું કેન્દ્ર છે. આ ફેસ્ટિવલમાં આપ ખૂબ જ સાંસ્કૃતિક લોકનૃત્ય અને અત્રેની સંસ્કૃતિ હેતુ ખરીદારી પણ કરી શકો છો, જે હિમાચલ પ્રદેશની ઓળખ છે. આ ફેસ્ટિવલ શિમલામાં 1-9 જૂનથી શરૂ થવાનું છે.

સિંધુ દર્શન મહોત્સવ, લેહ લદ્દાખ

સિંધુ દર્શન મહોત્સવ, લેહ લદ્દાખ

18 વર્ષ પહેલા દેશમાં સિંધિઓને એકત્રિત કરવા માટે અભિયાન છેડવામાં આવ્યું હતું આજે આટલા વર્ષોમાં તેમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. આજે આ અભિયાનને સિંધુ દર્શન મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક પ્રેમિઓ માટે આ એક સારી તક છે કે તેઓ લેહ લદ્દાખની જમીનને નજીકથી માણે. અને સાથે સાથે આ ફેસ્ટિવલનો પણ આનંદ ઉઠાવે. 12-14 જૂનના રોજ શરૂ થનાર આ ફેસ્ટિવલ પ્રમુખ ફેસ્ટિવલમાંથી એક છે.

મેંગો ફેસ્ટિવલ અને ખેડૂત બજાર, લખનઉ

મેંગો ફેસ્ટિવલ અને ખેડૂત બજાર, લખનઉ

લખનઉ હંમેશાથી પોતાની શાન માટે જાણીતું રહ્યું છે. તેની સુંદરતામાં અહીં થનારા મહોત્સવ ચાર ચાંદ લગાવી દે છે. તે ભલે લખનઉ મહોત્સવ હોય અથવા મેંગો ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલમાં આપને દરેક પ્રકારની કેરીઓ જોવા મળશે. સાથે સાથે લખનઉની સંસ્કૃતિથી પણ આપ પરિચિત થશો. અત્રે ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે. લખનઉ શહેરના પ્રવાસન ભવન ગોમતી નગરમાં 14 જૂન રોજ શરૂ થતો આ ફેસ્ટિવલ 21-22 જૂન સુધી ચાલશે.

અમ્બુબાચી મેળો, ગુવાહાટી અસમ

અમ્બુબાચી મેળો, ગુવાહાટી અસમ

પૂર્વનો મહાકુંભ તરીકે જાણીતું ચાર દિવસીય મેળો દર વર્ષે શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દેવી દુર્ગાને સમર્પિત કામાખ્યા મંદિરના નામે આ મેળો ભરાય છે. કહેવાય છે કે માતા દુર્ગાના માહવારી(માસિક ધર્મ)નો આ સમય હોય છે જ્યારે આ ઉત્સવને આયોજન કરવામાં આવે છે. આ મેળો અત્રે 22 જૂનથી 26 જૂન સુધી ચાલે છે.

હેમિસ ફેસ્ટિવલ, લેહ લદ્દાખ

હેમિસ ફેસ્ટિવલ, લેહ લદ્દાખ

આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ હોય છે અસત્ય પર સત્યની જીત. હેમિસ ફેસ્ટિવલ બૌદ્ધ ધર્મના બીજા ગુરુ પદ્મ સંભવના દજન્મદિવસ પર મનાવવામાં આવે છે, જે મહાત્મા બુદ્ધ બાદના ગુરુ હતા. આ ફેસ્ટિવલ 26-27 જૂને યોજનારો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X