બિહારના આ ગામમાં ક્યારેક વહેતી’તી જ્ઞાનની ગંગોત્રી
પોતાના નામને સત્ય સાબિત કરતા નાલંદા નિર્વિવાદ રીતે પ્રાચીન ભારતમાં શિક્ષાનું મુખ્ય કેન્દ્ર હતુ. નાલંદાના સમૃદ્ધ અતીતને આ તથ્યથી નિશ્ચિત કરી શકાય છે કે, અહીં તિબેટ, ચીન, તુર્કી, ગ્રીસ અને ઇરાન ઉપરાંત અન્ય દૂરના સ્થળોમાંથી લોકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હતા. આ વિશ્વના પહેલા આવાસીય વિશ્વ વિદ્યાલયોમાનું એક હતું. અહીં એક સમયે 2000 શિક્ષક અને 10 હજાર વિદ્યાર્થીઓ રહેતા હતા, જે અહીં ભણવા માટે આવતા હતા.
નાંલદાને વિશ્વના નકશામાં ત્યારે સ્થાન મળ્યું, જ્યારે સાતમી શતાબ્દીમાં ચીની યાત્રી હ્વેન ત્સાંગ અહીં આવ્યા. તેમણે હજારો બુદ્ધ ભિક્ષુઓ દ્વારા અપનાવવામાં આવેલી આ અનોખી અને અસાધારણ શિક્ષા પ્રણાલી અંગે માત્ર લખ્યું જ નહીં પરંતુ તેઓ પોતાની સાથે કેટલાક ગ્રંથ પણ લઇ ગયા, જેને બાદમાં ચીની ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યા.
બિહારની રાજધાની પટનાથી 90 કિમી દૂર સ્થિત નાલંદાને વાસ્તુશિલ્પનું એક અદ્ભૂત નમૂનો માનવામાં આવે છે. આ નાલંદા પર્યટન દ્વારા સારી રીતે સંરક્ષિત કરવામાં આવ્યા છે. લાલ ઇંટોથી બનેલું આ પરિસર 14 હેક્ટરમાં ફેલાયેલું છે. જેમાં મંદિર, કક્ષાઓ, ધ્યાન કરવા માટે હોલ, ઝીલ, બગીચા છે. અહીંનું પુસ્તકાલય એક નવ માળની ઇમારતમાં સ્થિત છે, જ્યાં શાસ્ત્રો એને ગ્રંથોને ઘણી મહેનતથી લખવામાં આવ્યા છે અને સંરક્ષિત કરવામાં આવ્યા છે.
જો કે, નાલંદાએ પોતાની પવિત્રતા ત્યારે ગુમાવી દીધી જ્યારે પશ્ચિમથી આવેલા આક્રમણકારીઓએ અહીં તબાહી મચાવી. આ સંસ્થાને ધ્વસ્ત કરવામાં આવી અને આગ ચાંપવામાં આવી. એવું કહેવામાં આવે છે કે, અહીંનું પુસ્તકાલય સતત ત્રણ મહીના સુધી સળગતું રહ્યું. આજે વિશ્વના સર્વાધિક પ્રાચીન વિશ્વ વિદ્યાલયના અવશેષો અને ખંડેરોની દેખભાળ નાલંદા પ્રવાસન ઘણી સારી રીતે કરી રહ્યું છે. એ આજે પણ પોતાના ગૌરવશાળી ઇતિહાસ સાથે ઉભો છે. તો ચાલો તસવીરોમાં જોઇએ બિહારમાં આવેલી અભ્યાસ(શીખવા)ની ભૂમિ નાલંદાને.

બિહાર શરીફ
નાલંદામાં આવેલી મોટી દરગાહ બિહાર શરીફ

પાવાપુરી
નાલંદામાં આવેલું પાવાપુરી

હ્વેન ત્સાંગ મેમોરિયલ હોલ
નાલંદામાં આવેલું હ્વેન ત્સાંગ મેમોરિયલ હોલ

ચીની યાત્રીની પ્રતિમા
નાલંદામાં આવેલો ચીની યાત્રી હ્વેન ત્સાંગ મેમોરિયલ હોલ

નાલંદા પુરાતત્વ સંગ્રહાલય
નાલંદામાં આવેલું પુરાતત્વ સંગ્રહાલય

પથ્થરના પૈડા
નાલંદા વિશ્વ વિદ્યાલયમાં પથ્થરના પૈડા

વિહાર
નાલંદા વિશ્વ વિદ્યાલયના ખંડેર-વિહાર

નાલંદા વિશ્વ વિદ્યાલયના ખંડેર
નાલંદા વિશ્વ વિદ્યાલયના ખંડેરનું એક દ્રશ્ય

ખંડેરની અન્ય એક તસવીર
નાલંદા વિશ્વ વિદ્યાલય ખંડેરની એક તસવીર

ખંડેરના સ્તૂપ
નાલંદા વિશ્વ વિદ્યાલય ખંડેરના સ્તૂપ

વિશ્વ વિદ્યાલયના અવશેષ
નાલંદા વિશ્વ વિદ્યાલયના અવશેષ

પથ્થરના થાંભલા
નાલંદા વિશ્વ વિદ્યાલયના ખંડેરમાં પથ્થરના થાંભલા

નાલંદા વિશ્વ વિદ્યાલય
નાલંદા વિશ્વ વિદ્યાલયની એક તસવીર

મુખ્ય માઉંડ
નાલંદા વિશ્વ વિદ્યાલયના ખંડેરનુ મુખ્ય માઉંડ

નાલંદા વિશ્વ વિદ્યાલયનો પ્રવેશ
નાલંદા વિશ્વ વિદ્યાલયના ખંડેરનો પ્રવેશ

ક્ષેત્ર
નાલંદા વિશ્વ વિદ્યાલયના ખંડેરનું ક્ષેત્ર












Click it and Unblock the Notifications
