Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝરણા અને સરોવરની બહાર એટલે નર્મદાનું ઝરવાણી કેમ્પસાઇટ

હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને નર્મદા લધુ પરિક્રમા, સરદાર સરોવર ડેમ, ભરુચ, ચાંદોદ, શિવ મંદિર, કબીરવડ, રાજપીપળા, શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય, રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, વિશાલ ખાડી પર્યાવરણીય કેમ્પસ્થળ, સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ, સાગાઈ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ વગેરેની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છીએ. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ ઝરવાણી પર્યાવરણીય કેમ્પસ્થળની.

ઝરવાણી કેમ્પસ્થળ નર્મદા જિલ્લામાં આવેલું છે. તે રાજપીપળાથી 28 કિમી. દૂર કેવડીયા કોલોની તરફના માર્ગ નર્મદા બંધના સ્થળે આવેલું છે. થાવડીયા ચેકપોસ્ટથી તે સાત કિમી. દૂર છે. તે શુલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે, જે વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પશુપંખીઓનું આશ્રયસ્થાન છે. વન્યજીવનના અહીંના આકર્ષણોમાં ચિત્તા, જંગલી સ્લોથ બીયર, હરણો અને જંગલી કુતરાઓની વિવિધ જાતિઓ, જરખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રીસસ મંકી અને બાર્કિગ ડીયર પણ જોવા મળે છે, જે દેશના અન્ય ભાગોમાં ભાગ્યે જ જોવા મળે છે.

જંગલ વિભાગની મદદથી અહીં દિવસની ઉજાણી કે ટ્રેકિંગની વ્યવસ્થા કરી શકાય છે. જંગલ, ધોધ અને કુદરતી સૌંદર્ય હાથવેંતમાં છે. નજીકના અન્ય જોવાલાયક સ્થળોમાં ઝરવાણીના ધોધ, શુલપાણેશ્વર, ગીર ખાડીનો સમાવેશ થાય છે.

સવલતોઃ

  • માર્ગદર્શન કેન્દ્ર
  • નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી બે કુટિરો
  • અલગ રસોડું અને સ્નાનની સવલતો સાથેના ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા
  • બે શયનગૃહો, દરેકમાં એકસાથે 10 વ્યક્તિઓને સમાવવાની ક્ષમતા
  • અલગ રસોડું અને ભોજનના સ્થળો
  • સંપુર્ણપણે વિકસાવાયેલું પર્યાવરણીય કેમ્પસ્થળ
  • ઇડીસી (ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મદદથી શાકાહારી અને માંસાહારી ભોજન ઉપલબ્ધ
  • કેમ્પફાયર માટે અલગ સ્થળ
  • કુદરતી દ્રશ્યો અને વન્યજીવન નિહાળવા માટે માંચડા
  • કેમ્પ સ્થળ સુંદર કુદરતી માર્ગ ધરાવે છે.

સૂચનોઃ
એક જવાબદાર કુદરત-પ્રેમી બનીને આપણે ધરતી માતા તરફના આદરને વ્યક્ત કરી શકીએ છીએ. યાદ રાખવા જેવા કેટલાક સૂચનોઃ

  • કેમ્પસાઇટ માટે જતાં પહેલાં ઓરિએન્ટેશન કેન્દ્રની મુલાકાત અવશ્ય લો કેમ કે અહીં રોકાણ દરમિયાન તમને ત્યાંના સૌંદર્યનો આનંદ કેવી રીતે માણવો તે જણાવવામાં આવે છે.
  • મોટા ભાગની ઇકો કેમ્પસાઇટ સૌર ઊર્જા દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરતી હોવાથી તે અંગે જાગૃતિ દાખવો.
  • ગમે તે થાય તો પણ ધૂમ્રપાન ન કરવું કેમ કે સિગારેટની રાખથી પણ ક્યારેક જંગલમાં આગ લાગવાની શક્યતા રહે છે.
  • ફોટોગ્રાફી માટે ફ્લેશનો ઉપયોગ કે અન્ય નુકસાન ન કરવું. જેમ કે, સારો ફોટો આવે તે માટે વૃક્ષના પાન તોડવાના બદલે કેમેરાના સેટિંગમાં ફેરફાર કરવા.
  • તમારી સાથે ક્યારેય મ્યૂઝિક સિસ્ટમ કે મોટો અવાજ કરે એવા સાધનો ન લઇ જવાં અને જો લઇ જાવ તો જંગલની મુલાકાત દરમિયાન તે બંધ રાખો.
  • કોઇ પણ વિસ્તારમાંથી છોડ કે જીવજંતુને નુકસાન પહોંચાડવાની મનાઇ છે. પાર્ક કે સેન્ક્ચુરીમાંથી ક્યારેય કોઇ વસ્તુ લેવી નહીં.
    જંગલી પ્રાણીઓને ગભરાવે તેવી પ્રવૃત્તિ ન કરવી.
  • પ્રાણીની વધારે પડતાં નજીક જવાનો પ્રયત્ન ક્યારેય ન કરશો.
  • તમારી સાથે પાળેલા પ્રાણી ન લઇ જવા.
  • કચરો જ્યાં ત્યાં ન ફેંકતાં જે સ્થળે તેના નિકાલની વ્યવસ્થા હોય ત્યાં જ નાખવો.
  • શિકાર કરવાના કોઇ પણ પ્રકારના સાધનો સાથે ન લઇ જવા તેમ જ તેનો ઉપયોગ ન કરવો.

કેવી રીતે પહોંચશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

તસવીરો જોઇને ચોક્કસ લલચાઇ જશો અહીં જવા માટે...

શિબિરનું ચિત્રમય દ્રશ્ય

શિબિરનું ચિત્રમય દ્રશ્ય

ઝરવાણી કેમ્પસ્થળ નર્મદા જિલ્લામાં આવેલું છે. તે રાજપીપળાથી 28 કિમી. દૂર કેવડીયા કોલોની તરફના માર્ગ નર્મદા બંધના સ્થળે આવેલું છે. થાવડીયા ચેકપોસ્ટથી તે સાત કિમી. દૂર છે. તે શુલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે, જે વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પશુપંખીઓનું આશ્રયસ્થાન છે.

શિબિર સ્થળનું દ્રશ્ય

શિબિર સ્થળનું દ્રશ્ય

વન્યજીવનના અહીંના આકર્ષણોમાં ચિત્તા, જંગલી સ્લોથ બીયર, હરણો અને જંગલી કુતરાઓની વિવિધ જાતિઓ, જરખનો સમાવેશ થાય છે.

શિબરના સ્થળે જવાનાં પગથિયાં

શિબરના સ્થળે જવાનાં પગથિયાં

આ ઉપરાંત રીસસ મંકી અને બાર્કિગ ડીયર પણ જોવા મળે છે, જે દેશના અન્ય ભાગોમાં ભાગ્યે જ જોવા મળે છે.

શિબિર સ્થળનું દ્રશ્ય

શિબિર સ્થળનું દ્રશ્ય

ઝરવાણી કેમ્પસ્થળ નર્મદા જિલ્લામાં આવેલું છે. તે રાજપીપળાથી 28 કિમી. દૂર કેવડીયા કોલોની તરફના માર્ગ નર્મદા બંધના સ્થળે આવેલું છે. થાવડીયા ચેકપોસ્ટથી તે સાત કિમી. દૂર છે. તે શુલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે, જે વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પશુપંખીઓનું આશ્રયસ્થાન છે.

કૉટેજ

કૉટેજ

વન્યજીવનના અહીંના આકર્ષણોમાં ચિત્તા, જંગલી સ્લોથ બીયર, હરણો અને જંગલી કુતરાઓની વિવિધ જાતિઓ, જરખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રીસસ મંકી અને બાર્કિગ ડીયર પણ જોવા મળે છે, જે દેશના અન્ય ભાગોમાં ભાગ્યે જ જોવા મળે છે.

કોટેજની અંદરનો ભાગ

કોટેજની અંદરનો ભાગ

કોટેજની અંદરનો ભાગ

કોટેજની અંદરનો ભાગ

કોટેજની અંદરનો ભાગ

કોટેજની અંદરનો ભાગ

કૉટેજમાંથી દ્રશ્ય

કૉટેજમાંથી દ્રશ્ય

જંગલ વિભાગની મદદથી અહીં દિવસની ઉજાણી કે ટ્રેકિંગની વ્યવસ્થા કરી શકાય છે. જંગલ, ધોધ અને કુદરતી સૌંદર્ય હાથવેંતમાં છે. નજીકના અન્ય જોવાલાયક સ્થળોમાં ઝરવાણીના ધોધ, શુલપાણેશ્વર, ગીર ખાડીનો સમાવેશ થાય છે.

કોટેજની અંદરથી કૂદરતી દ્રશ્ય

કોટેજની અંદરથી કૂદરતી દ્રશ્ય

કોટેજની અંદરથી કૂદરતી દ્રશ્ય

ઝરવાણીમાં આવેલું મોટું તળાવ

ઝરવાણીમાં આવેલું મોટું તળાવ

ઝરવાણીમાં આવેલું મોટું તળાવ

સવલતોઃ

સવલતોઃ

માર્ગદર્શન કેન્દ્ર
નહાવાની તથા શૌચાલયની સવલતો ધરાવતી બે કુટિરો
અલગ રસોડું અને સ્નાનની સવલતો સાથેના ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા
બે શયનગૃહો, દરેકમાં એકસાથે 10 વ્યક્તિઓને સમાવવાની ક્ષમતા

સવલતોઃ

સવલતોઃ

અલગ રસોડું અને ભોજનના સ્થળો
સંપુર્ણપણે વિકસાવાયેલું પર્યાવરણીય કેમ્પસ્થળ
ઇડીસી (ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મદદથી શાકાહારી અને માંસાહારી ભોજન ઉપલબ્ધ

સવલતોઃ

સવલતોઃ

કેમ્પફાયર માટે અલગ સ્થળ
કુદરતી દ્રશ્યો અને વન્યજીવન નિહાળવા માટે માંચડા
કેમ્પ સ્થળ સુંદર કુદરતી માર્ગ ધરાવે છે.

સૂચનોઃ

સૂચનોઃ

એક જવાબદાર કુદરત-પ્રેમી બનીને આપણે ધરતી માતા તરફના આદરને વ્યક્ત કરી શકીએ છીએ. યાદ રાખવા જેવા કેટલાક સૂચનોઃ

કેમ્પસાઇટ માટે જતાં પહેલાં ઓરિએન્ટેશન કેન્દ્રની મુલાકાત અવશ્ય લો કેમ કે અહીં રોકાણ દરમિયાન તમને ત્યાંના સૌંદર્યનો આનંદ કેવી રીતે માણવો તે જણાવવામાં આવે છે.
મોટા ભાગની ઇકો કેમ્પસાઇટ સૌર ઊર્જા દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરતી હોવાથી તે અંગે જાગૃતિ દાખવો.

સૂચનોઃ

સૂચનોઃ

ગમે તે થાય તો પણ ધૂમ્રપાન ન કરવું કેમ કે સિગારેટની રાખથી પણ ક્યારેક જંગલમાં આગ લાગવાની શક્યતા રહે છે.
ફોટોગ્રાફી માટે ફ્લેશનો ઉપયોગ કે અન્ય નુકસાન ન કરવું. જેમ કે, સારો ફોટો આવે તે માટે વૃક્ષના પાન તોડવાના બદલે કેમેરાના સેટિંગમાં ફેરફાર કરવા.
તમારી સાથે ક્યારેય મ્યૂઝિક સિસ્ટમ કે મોટો અવાજ કરે એવા સાધનો ન લઇ જવાં અને જો લઇ જાવ તો જંગલની મુલાકાત દરમિયાન તે બંધ રાખો.
કોઇ પણ વિસ્તારમાંથી છોડ કે જીવજંતુને નુકસાન પહોંચાડવાની મનાઇ છે. પાર્ક કે સેન્ક્ચુરીમાંથી ક્યારેય કોઇ વસ્તુ લેવી નહીં.

કેવી રીતે પહોંચશો અહીં:

કેવી રીતે પહોંચશો અહીં:

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X