ચાલો એક લટાર મારીએ દિલ્હીના ઓફબીટ ડેસ્ટિનેશનમાં

જો તમે દિલ્હીમાં હશો તો સ્વાભાવિક છેકે રેગ્યુલર સાઇટ સીઇંગ કરી જ લીધી હશે. બની શકે છેકે નજીક હોવાના કારણે તમે તાજમહેલ અને ફતેહપુર સીકરીને પણ નિહાળી લીધા હશે. જુની દિલ્હી જઇને મુગલિયા ડિશેસનો સ્વાદ પણ ચાખ્યો હશે. સાથે જ તમે કુતુબ કોમ્પલેક્સ જઇને ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર્સને પણ તમારા કેમેરામાં કેદ કર્યા હશે. તો દિલ્હીમાં હોવ ત્યારે હવે શું કરવામાં આવે? તો પછી આ વખતે કેમ નહી દિલ્હીને એક નવી જ રીતે જોવામાં આવે.

આજે અમે તમને અમારા આ લેખ થકી ઓફબીટ દિલ્હીના દર્શન કરાવવા માગીએ છીએ. બની શકે છે દિલ્હીના આ સુંદર સ્થળોથી તમે પરિચિત નહીં હોવ. પરંતુ અમારો દાવો છેકે આ તમામ સ્થળ એટલા સુંદર છેકે તમે ત્યાં જઇને મંત્રમુગ્ધ થઇ જશો. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ સ્થળોને.

નિઝામુદ્દીન આવો અને કવ્વાલીમાં ખોવાઇ જાઓ

નિઝામુદ્દીન આવો અને કવ્વાલીમાં ખોવાઇ જાઓ

દક્ષિણી દિલ્હીમાં સ્થિત હજરત નિઝામુદ્દીન ઔલિયા (1236-1325)નો મકબરો સૂફી કાળની એક પવિત્ર દરગાહ છે. હજરત નિઝામુદ્દીન ચિશ્તી ઘરાણાના ચોથા સંત હતા. આ સૂફી સંતે વૈરાગ્ય અને સહનશીલતાની મિશાલ રજૂ કરી હતી. તમે અહી ગમે તે ગુરવારે આવો અને અહી આવીને ઇશ્વરના સાક્ષાત્કાર કરાવતી કવ્વાલીઓનો લુત્ફ ઉઠાવો. તમને જણાવી દઇએ કે આ દરગાહ હુમાયુંના મકબરા પાસે સ્થિત છે.

દરગાહમાં શું ન કરવું

દરગાહમાં શું ન કરવું

તમે સૂર્યાસ્તબાદ આ સ્થળે જઇ શકો છો. અહી જતા પહેલા તમારા દ્વારા પહેરેલા કપડાંઓ પર ધ્યાન અવશ્ય કરો. તમને જણાવી દઇએ કે જ્યારે તમે દરગાહમાં પ્રવેશ કરશો તો તમારે તમારા ચપ્પલ બહાર ઉતારવા પડશે. જ્યાં જઇને તમારે સેવા માટે કોઇને પૈસા આપવાના નથી હોતા, જો ચપ્પલ રાખવા માટે કોઇ પૈસા માગે તો તેને નજર અંદાજ કરો.

દિલ્હીની સ્ટ્રીટ લાઇટનો આનંદ લો

દિલ્હીની સ્ટ્રીટ લાઇટનો આનંદ લો

તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે, દિલ્હી વ્યસ્ત છે, તે રોકાતું નથી. જો આ વાતને તમે નજીકથી જાણવા માગતા હોવ તો દિલ્હીની સ્ટ્રીટ લાઇટને અવશ્ય જુઓ. દિલ્હીની સ્ટ્રીટ લાઇટને જોવા માટે તમે પહાડગંજ, ચાંદની ચૌક, જીબી રોડ અને નવી તથા જૂની દિલ્હીની આસપાસના સ્થળો પર જઇ શકો છો. દિલ્હીમાં આ સ્ટ્રીટ ટૂર માટે તમે કોઇ સારા ગાઇડની મદદ લઇ શકો છો. જે પ્રાઇવેટ એનજીઓની મદદથી તમને આ રસ્તાઓ પર જીવન વ્યતિત કરનારા લોકો અંગે માહિતગાર કરે છે.

દિલ્હીના સ્થાનીક લોક સંગીતકારોને મળો

દિલ્હીના સ્થાનીક લોક સંગીતકારોને મળો

જો તમે દિલ્હીમાં છો તો તમારે પશ્ચિમી દિલ્હી હેઠળ આવતા શાદીપુર બસ ડીપો પાસે એક સ્લમ, કઠપુતળી કોલોનીની યાત્રા અવશ્ય કરવી જોઇએ. આ સ્થળ છે, જ્યાં જાદુગર, સર્કસ જોવા મળી શકે છે, ડાન્સર્સ અને લોક ગીતો સાથે જોડાયેલા લોકો મળી શકે છે. આ સ્થળ અંગે ખાસ વાત એછે કે અહી રહેતા મોટાભાગના કલાકાર સમયાંતરે પોતાની કળાનું પ્રદર્શન કરવા માટે વિદેશની યાત્રા કરે છે.

એક દિલ થંભાવી દે તેવી યાત્રા

એક દિલ થંભાવી દે તેવી યાત્રા

જો તમે નબળા દિલના છો તો દિલ્હીના કેટલાક સ્થળો પર ના જાઓ, શું ખબર ક્યાંક કોઇ ખરાબ આત્મા સાથે તમારો ભેટો થઇ જાય. જી હાં, એકદમ સાચું વાંચી રહ્યા છો, દિલ્હીમાં આજે કેટલાક એવા સ્થળો છે, જે વિતેલા સમયમાં થયેલા અત્યાાચારોના કારણે આજે ભૂતિયા અને હોન્ટેડ થઇ ગયા છે. કેટલાક આવા સ્થળોમાં સામેલ છે, ખુની દરવાજા. આ એવું સ્થળ છે જેણે અનેક હત્યાઓ અને લાશોને જોઇ છે. આ ઉપરાંત તમે દિલ્હી કેંટની યાત્રા પણ કરી શકો છો. આ સ્થળને લઇને એવી માન્યતા છે કે ત્યાં ભૂતપ્રેતનો વાસ છે.

ચેંજિંગ ઓફ ગાર્ડ, રાષ્ટ્રપતિ ભવન

ચેંજિંગ ઓફ ગાર્ડ, રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવન ભારતમાં રહેલા સૌતી પ્રતિષ્ઠિત ઇમારતો ઉપરાંત પ્રભાવશાળી વાસ્તુકળા અને ભારતના રાષ્ટ્રપતિના સરકારી નિવાસ સ્થાનના રૂપમાં જાણીતું છે. તમને જણાવી દઇએ કે દર શનિવારે એક ખાસ પ્રકારે સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેને ચેંજિંગ ઓફ ગાર્ડ કહેવામાં આવે છે. તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહની શરૂઆત 2007માં કરવામાં આવી હતી. તમે દિલ્હીમાં છોતો આ સમારોહમાં તમારી ઉપસ્થિતિ નોંધાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X