જૈનો માટે પાલીતાણાના દેરાસરો છે સૌથી પવિત્ર, એક યાત્રા
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં 5૦ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુન્જી નદીના કિનારે આવેલું હોવાથી શત્રુન્જય તિર્થ પણ કહેવાય છે.
જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત 1616 આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં. મોટેભાગના જૈનો સમેતશિખર, માઉંટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ.
- ગુજરાતના આ 21 બીચ જોશો તો ચોક્કસ કહેશો- ''હવે ગોવા જવાની જરૂર નથી''
- જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે...
- એ જામનગર જ્યાં શ્રીકૃષ્ણએ મથુરાના યાદવોને કર્યા હતા પુન:સ્થાપિત
પાલીતાણામાં સમવસરણ મંદિર 108 પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. "શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન" અને "સ્થાપત્ય કલા ગૃહ". જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાનક છે.
અહીં કેવી રીતે પહોંચશો:
હવાઇ માર્ગ: નજીકનું હવાઇ મથક ભાવનગર 36 કિ.મી.ના અંતરે આવેલું છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે.
રેલવે માર્ગ: નજીકનું રેલવે સ્ટેશન પાલિતાણા 5 કિ.મી.ના અંતરે આવેલું છે.
સડક માર્ગ: ભાવનગરથી ૩૬ કિ.મી અને અમદાવાદથી ૨૦૩ કિ.મી. થાય છે, અહીં આવવા માટે બસો અને અન્ય લક્ઝરી બસ મળી રહે છે.
પાલીતાણા જુઓ તસવીરોમાં...

ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વત
ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક ‘પાલિતાણા' આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્તારમાં ૯૦૦ જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્થાપત્ય અને શિલ્પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા' અદ્વિતીય કળા વૈભવ અને આસ્થાના સ્થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું - યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા' ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું..

સિદ્ધક્ષેત્ર ‘મોક્ષનું દ્વાર' તરીકે પણ પ્રખ્યાત છે
જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથ ને મોક્ષ-ગતિ અહીં પ્રાપ્ત થઇ હતી. આ કારણે જૈન ધર્મના અલૌકિક ઇતિહાસ સાથે સંકળાયેલ ‘પાલિતાણા' સૌ જૈન શ્રદ્ધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે. પાલિતાણાને ‘સિદ્ધક્ષેત્ર' તરીકે પછી ઓળખવામાં આવે છે. સિદ્ધક્ષેત્ર ‘મોક્ષનું દ્વાર' તરીકે પણ પ્રખ્યાત છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ દેરાસર આ નિર્માણ પામેલું છે. જેમને ‘આદિનાથ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી તેમણે ૯૩ વખત પરિક્રમા કરી હતી.

પાલિતાણાના ભવ્ય દેરાસર
પાલિતાણાના ભવ્ય દેરાસરનું શૃંખલાનું નિર્માણ બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્યું જે મુર્શિદાબાદના રહેવાસી હતા. ઇ.સ. ૧૩ મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શ્રુંખલાનું નિર્માણ શરૂં થયું હતું. જૈન ધર્મના શ્રેષ્ઠ વસ્તુપાલ દ્વારા પાલિતાણાનું નિર્માણ થયું હતું. ૧૮૦૦ ફૂટ ઊંચા પર્વતીય સ્થન પર પહોંચવા ૩૭૯૫ પગથિયાં બનાવવામાં આવ્યાં છે. પર્વતના શિખર પર પહોંચવાના રસ્તે તીર્થકારોના પદચિહ્નો દ્રશ્યમાન થાય છે. યાત્રાળું માટે રસ્તામાં પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવેલી છે. રસ્તામાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ પ્રતિબંધિત છે. સમગ્ર સંકુલમાં આવેલાં સ્થાપત્યો અને મૂર્તિઓનું નિર્માણ પાછળ ધીરજ શ્રદ્ધા અને કસબના જળનું સિંચન કરાયું છે. જેને પરિણામ શ્રદ્ધાનું અલૌકિક સ્થાનક નિર્માણ પામ્યું.

સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું
સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. મુખ્ય દેરાસર કે જેમાં ભગવાન આદિનાથની ભવ્ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બને છે. વિક્રમ સંવત ૧૦૧૮ માં આ દેરાસરનું ૧૩ મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું.

પુનઃનિર્માણ થયું ગયું
‘પાલિતાણા' નું મુખ્ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે તેમાં પુનઃનિર્માણ થયું ગયું. તેના પરિણામે રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્થરોમાંથી અંદાજે રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે તત્કાલિન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્વરૂપ આપી વિસ્તાર્યું.

દેરાસર સુધી પહોંચવાના નવ રસ્તાઓ
હાલનું દેરાસરનું ઇ.સ. ૧૬૧૮ માં નિર્માણ કરવામાં આવ્યું. દાદાની ટૂંક સ્થિત આ દેરાસર સુધી પહોંચવાના નવ રસ્તાઓ આવેલાં છે.

પાલિતાણાના પર્વતીય સ્થાનકોમાં પ્રખ્યાત દેરાસરો
પાલિતાણાના પર્વતીય સ્થાનકોમાં પ્રખ્યાત દેરાસરો નિર્માણ પામેલાં છે. જેમાં ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલશા સાંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરનાં ચૌમુખ મુખ્ય છે. આ પર્વતીય માળાના ભવ્યતમ સ્થાનકોમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના મંદિરો પછી આવે છે. પર્વતની તળેટીમાં મા સરસ્વતીનું મંદિર છે. ઉપરાંત ભગવાન શિવજી, રામભક્ત હનુમાનજીના મંદિરો નિર્માણ પામ્યા છે. શિખરની ટોચ પર અંગાર પીરની જગ્યા છે. અહીં પુત્રકામનાની ઇચ્છાથી સ્ત્રીઓ પોતાની આસ્થાના દર્શન કરાવે છે.

ભારતના ટોપ 10 હનીમૂન ડેસ્ટિનેશન..
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
