For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ એક અનોખું ભારત

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 10 જુલાઇઃ ભારતીય સંસ્કૃતિ, કલા, ધર્મ, આર્કિટેક્ટ અને ખાનપાનના કારણે ભારત દેશ વિશ્વના માનચિત્ર પર પ્રમુખ સ્થાન ધરાવે છે. હાલના દિવસોમાં આખા દેશમાં ચોમાસાનો માહોલ છવાયો છે, જેણે કેટલાક સ્થળો પર સુંદરતા તો ક્યાંક તારાજી સર્જી છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે વિખ્યાત ઉત્તરાખંડે પણ આ તારાજીનો સામનો કરવો પડ્યો છે, તો બીજી તરફ ગરમીમાં તપતા લોકોને મહદઅંશે રાહત મળી છે.

વિશ્વભરમાં પોતાની સુંદરતા માટે જાણીતો તાજમહેલ ચોમાસાના કારણે વાદળોથી ઢંકાઇ જતાં તે વધુ સુંદર થઇ ગયો છે, તેવામાં તેનું આકર્ષણ વધુ થઇ ગયું છે. આવી જ કેટલીક તસવીરો અમે અહીં રજુ કરી રહ્યાં છીએ, જેમાં તમને એક અનોખા ભારતની ઝાંખી થશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ એક અનોખા ભારતને.

ચોમાસા દરમિયાન તાજમહેલ

ચોમાસા દરમિયાન તાજમહેલ

હાલ ચોમાસું ચાલી રહ્યું છે. આગરાની ઐતિહાસિક ઇમારત તાજમહેલની સુંદરતા વધું નીખરી છે.

બળદ દોડ

બળદ દોડ

દક્ષિણ ભારતના એક ગામમાં બળદ દોડમાં ભાગ લઇ રહેલો ખેડુત.

ખેતી કરતા ખેડુત

ખેતી કરતા ખેડુત

ખેતરમાં વાવણી કરવા અને પાક ઉતારવા માટે લાકડાંની પાટનો ઉપયોગ કરી રહેલા ખેડુત.

રસ્તા પર પાણી જ પાણી

રસ્તા પર પાણી જ પાણી

ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, એ સમયે રસ્તા પરથી પસાર થતાં લોકો.

નાગાન ગામનું એક દ્રશ્ય

નાગાન ગામનું એક દ્રશ્ય

પૂરગ્રસ્ત ક્ષેત્રોમાંથી બહાર આવી રહેલા બાળકો અને અબોલ પશુઓ.

સોમવતી અમાસ

સોમવતી અમાસ

સોમવતી અમાસની તકે પુણેના જેજુરે મંદિરમાં હળદરના પાઉડરને ઉડાવી રહેલા શ્રદ્ધાળું.

હાથ હલાવીને રેલીનું અભિવાદન

હાથ હલાવીને રેલીનું અભિવાદન

સેતુ કેનાલ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે હાથ હલાવીને રેલીનું અભિવાદન કરી રહેલા એમ કરુણાનિધિ.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઇન્ડિયાની સફળતાંને ઉંચાઇઓ પર લઇ જનારા ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્રી સિંહ ધોનીએ પોતાના જન્મદિવસની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી.

વાઇલ્ડ એલિફેન્ટ

વાઇલ્ડ એલિફેન્ટ

કરન્ટ લાગવાથી જાખાલાબંધમાં એક હાથીનું મોત નીપજ્યું હતું.

ટ્રેનમાં ભારે ભીડ

ટ્રેનમાં ભારે ભીડ

સોમવતી અમાસમાં સામેલ થવા માટે ટ્રેનમાં જતા શ્રદ્ધાળુંઓ.

રોયલ બંગાળ ટાઇગર

રોયલ બંગાળ ટાઇગર

કોલકતામાં એક રોયલ બંગાળ ટાઇગર.

English summary
The culture of India refers to the way of life of the people of India. India's languages, religions, architecture, food, customs vary from place to place within the country. See some different pics of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X