Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અદ્રભૂત: જાણો, કેમ રાજસ્થાનના આ મંદિરને કહે છે ચમત્કારી ટેમ્પલ

મૂળભૂત રીતે માધૌપુરના નામે પ્રસિદ્ધ, સવાઈ માધૌપુર રાજસ્થાનનું એક અતિસુંદર પૌરાણિક શહેર છે. રાજ્યની અન્ય જગ્યાઓની જેમ આ જગ્યા પણ ભારતનો ગૌરવશાળી ઈતિહાસ દર્શાવે છે.

મૂળભૂત રીતે માધૌપુરના નામે પ્રસિદ્ધ, સવાઈ માધૌપુર રાજસ્થાનનું એક અતિસુંદર પૌરાણિક શહેર છે. રાજ્યની અન્ય જગ્યાઓની જેમ આ જગ્યા પણ ભારતનો ગૌરવશાળી ઈતિહાસ દર્શાવે છે. જેઓ ઈતિહાસ પ્રેમી છે અને રોમાંચના શોખીન છે તેમણે આ સ્થળની મુલાકાત જરૂર કરવી જોઈએ. આ પ્રાચીન શહેરની આસપાસ અનેક ઐતિહાસિક સ્મારકો અને ખંડેર છે, જે પર્યટકોને પોતાના પ્રત્યે આકર્ષે છે.

આ શહેર પ્રસિદ્ધ રણથંભૌર નેશનલ પાર્કની નજીક છે, જે વિવિધ જીવજંતુઓ સાથે વન્યજીવન માટે ઓળખાય છે. આ શહેર ભારતના ઈતિહાસ સાથે વાઈલ્ડ-લાઈફ પ્રેમીઓ માટે પણ અત્યંત લોક પ્રિય સ્થળ છે. આવો આ આર્ટીકલ દ્વારા તમને લઈ જઈએ માધૌપુર અને તેની આસપાસના જોવાલાયક ખાસ સ્થળોની સફરે...

રણથંભૌર નેશનલ પાર્ક

રણથંભૌર નેશનલ પાર્ક

PC- Ekabhishek

રણથંભૌર નેશનલ પાર્ક ભારતના સૌથી પ્રસિધ્ધ વાઈલ્ડ લાઈફ પાર્કમાંનો એક ગણાય છે. મુખ્ય શહેરથી 11 કિલોમિટર દૂર આવેલ આ પાર્કમાં વાઘોની સંખ્યા સૌથી અધિક છે. વાઘોની દેખભાળ માટે અહીં વન્ય અધિકારીઓને ખાસ દિશા-નિર્દેશ આપવામાં આવેલ છે. જેથી વાઘોને નવી નસલોની પેદાશ માટે સ્વસ્થ વાતાવરણ મળી રહે.

વાઘ સિવાય તમે અહીં નીલગાય, રીંછ, ઝરખ, હરણોની પ્રજાતિ તેમજ જંગલી સુવર વગેરે જોઈ શકો છો. આ સિવાય અહીં પક્ષીની વિવિધ પ્રજાતિઓ પણ જોવા મળે છે. વન્યજીવોને નજીકથી જોવા માટે વન વિભાગ દ્વારા સફારીની પણ વ્યવસ્થા કરેલ છે. આ સ્થળની ખાસીયત છે કે, આ ઉદ્યાનમાં ત્રણ સુંદર ઝરણાં પણ છે.

રણથંભૌર પોર્ટ

રણથંભૌર પોર્ટ

PC- Farhan Khan

નેશનલ પાર્ક સિવાય અહીં ઐતિહાસિક કિલ્લાઓનો આનંદ પણ માણી શકાય છે. રણથંભૌર પોર્ટ રાજ્યના સૌથી જૂના કિલ્લામાંનો એક છે. 8મી શતાબ્દીમાં ચૌહાણ રાજાઓએ રણથંભૌર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આ કિલ્લાનું નિર્માણ કર્યુ હતુ અને ચૌહાણ રાજાઓની હાર પછી અહીં અનેક રાજાઓનું શાસન ચાલ્યુ.

ઐતિહાસિક તથ્યો જણાવે છે કે આ કિલ્લા પર બહાદૂર શાહ, ફિરોઝ શાહ તુગલક, કુતુબ-ઉદ-દીન અને અલાઉદ્દીન ખીલજી જેવા શાસકો દ્વારા વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો. ભવ્ય તોરણ દ્વાર, મહાદેવ છત્રી અને હવેલી આ કિલ્લાના મહત્વના ભાગો છે.

ખાંદર પોર્ટ

ખાંદર પોર્ટ

PC- kamlesh kumar mali

મુખ્ય શહેરથી 40 કિમી દૂર ખાંદર પોર્ટની સફર માણવા લાયક છે. ઈતિહાસ સાથે જોડાયેલા સાક્ષ્ય જણાવે છે કે જે રાજાએ આ ભવ્ય સંરચનાનું નિર્માણ કર્યુ હતુ તેને યુદ્ધમાં કોઈ હરાવી શક્યુ ન્હોતુ.

આજ કારણે આ કિલ્લો વધુમાં વધુ પર્યટકોને પોતાની તરફે આકર્ષે છે. કિલ્લાની દિવાલો અને તેની સંરચના આજે પણ પોતાના પર થયેલા વારંવાર હુમલાની સાક્ષી પૂરે છે. આ કિલ્લા પર સિસોદિયા રાજાઓથી લઈ મુગલો સુધી રાજ કરી ગયા. આ કિલ્લામાં સાત મંદિર છે, જે તેને એક સાંસ્કૃતિક ટચ આપવાનું કામ કરે છે.

બરવાડા ચૌથ મંદિર

બરવાડા ચૌથ મંદિર

પ્રકૃતિ અને ઈતિહાસના સમન્વય સાથે અહીં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળની સફર પણ માણવા લાયક છે. અહીં ચૌથ માતાના મંદિરની તમે મુલાકાત લઈ શકો છો. જે શહેરની 45 કિમી દૂર આવેલું પૌરાણિક તેમજ હિંદુની આસ્થાનું મુખ્ય કેન્દ્ર મનાય છે. આ મંદિરમાં માતા ચૌથા વિરાજે છે.

ઈતિહાસ જણાવે છે કે આ મંદિરની મૂર્તિ મહારાજ ભીમ સિંહે ભરવાડાથી મંગાવી હતી અને આ પ્રતિમાને તેમણે એક પહાડની ટોચે સ્થાપિત કર્યુ હતુ. ત્યાર બાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. સફેદ પત્થરોના ઉપયોગ દ્વારા આ મંદિરને રાજપૂત શૈલીમાં ઢાળવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આકર્ષાય છે. ચૌથ માતા સિવાય આ મંદિરમાં ભગવાન ગણેશ અને ભૈરવ દાદાની આકર્ષિત મૂર્તિઓ પણ સ્થાપિત કરેલ છે.

ચમત્કાર મંદિર

ચમત્કાર મંદિર

ઉપરોક્ત સ્થાનો સિવાય અહીં તમે પ્રસિદ્ધ જૈન મંદિરના દર્શન પણ કરી શકો છો. આ મંદિરને ચમત્કાર ટેંપલના નામે ઓળખવામાં આવે છે. જેની પાછળ અનેક રસપ્રદ દંતકથાઓ જોડાયેલી છે. આ મંદિર જૈનોના મહત્વના ધાર્મિક સ્થળોમાંનું એક મનાય છે. ભુતકાળમાં બનેલા ચમત્કારોની શ્રૃંખલાને કારણે આ મંદિરના નામ સાથે ચમત્કાર શબ્દ જોડાયો.

દંતકથાઓ અનુસાર અહીંના એક ખેડૂતને ભગવાને આદેશ આપ્યો કે કોઈ એક સ્થાને ખોદકામ કરે. જ્યારે ખેડૂતે ત્યાં ખોદકામ કર્યુ તો ત્યાંથી એક મૂર્તિ નીકળી, જે તેણે જૈન સમુદાયના દિગંબર સંપ્રદાયને સોપી દીધી. ત્યારબાદ ફરી તેને એક સ્વપ્ન આવ્યુ, જેમાં ભગવાને તેને મળેલી મૂર્તિને કોઈ ઘોડાગાડીમાં મુકી લઈ જવાનો આદેશ આપ્યો અને આ ઘોડો જ્યાં રોકાય ત્યાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવે. આ રીતે અહીં આ મંદિરની સ્થાપના થઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X