For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું રાજપીપળા: એક રજવાડી પ્રવાસન યાત્રા..

|
Google Oneindia Gujarati News

રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ઐતિહાસિક નગર રાજપીપળા કરજણ નદીના કિનારે વસેલું છે. અહીં રાજમહેલ, હરસિધ્ધિમાતાનું મંદિર, ગાયત્રી યજ્ઞ શાળા, કરજણ ડેમ, સરદાર સરોવર બંધ, સુરપાણેશ્વર અભયારણ્ય (શૂલપાણેશ્વર અભયારણ્ય), ગરૂડેશ્વર વગેરે જોવાલાયક સ્થળો છે.

  • હરસિધ્ધી માતાનું મંદિર

રાજપીપળા નગરમાં ગોહીલ વંશના કુળદેવી હરસિધ્ધી માતાનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરનું માહત્મ્ય રાજપીપળા અને આજુબાજુના વિસ્તારમાં ઘણુ છે. આસો માસમાં આવતી નવરાત્રી વખતે મેળો પણ ભરાય છે.

  • વાડિયા પેલેસ

રાજપીપળામાં ઘણા મહેલો આવેલા છે. વાડિયા પેલેસ આ પૈકીનો એક મહેલ છે, જેનું મૂળ નામતો 'ઇન્દ્રજીત પદ્મિની પેલેસ' છે. આ રાજમહેલ હાલમાં ગુજરાત સરકાર હસ્તક છે અને અહિં વન ખાતાની કચેરી ઉપરાંત રોપ ઉછેર કેન્દ્ર ચાલે છે. મહેલનાં પ્રાંગણમાં સુંદર ઔષધિય વનસ્પતિ ઉદ્યાન (Medicinap Plant Garden) બનાવવામાં આવ્યો છે, જેમાં અનેક લુપ્ત થઈ રહેલી તથા દુર્લભ જડીબુટ્ટીઓ ઉછેરવામાં આવી રહી છે. આ ઉદ્યાનનું નિયમન ગુજરાત સરકારનાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે સરકારી આયુર્વેદિક ફાર્મસી પણ મહેલનાં એક ભાગમાં આવેલી છે. જ્યાં પહેલાંના સમયમાં મહારાજાનું રસોડું હતું, ત્યાં હાલમાં આ ફાર્મસી બનાવવામાં આવી છે.

  • રાજ કુટુંબ

રાજપીપળાનાં રાજાનું હજુ પણ માન છે. રાજકુમાર માનવેંદ્રસિંહ ગોહીલ (પ્રીન્સ માનવ અથવા તો માનવ તરિકે વધુ જાણીતા) આજકાલ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વડોદરામાં લક્ષ્ય નામે એક સેવાભાવી સંસ્થા ચલાવે છે જે સજાતિય પુરુષો (ગે-Gay)માં એઇડ્સ વિષે જાગૃતિ લાવવાનાં કાર્યમાં પ્રવૃત્ત છે.

  • શિક્ષણ

રાજપીપળામાં ઘણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા કોલેજનું શિક્ષણ પણ સુલભ છે. જેમાં એમ. આર. વિદ્યાલય, નવદુર્ગા હાઇસ્કુલ, કન્યા વિનય મંદિર, ગવર્મેન્ટ હાઇસ્કુલ અને અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ મુખ્ય છે. બી.એડ. કોલેજ, પીટીસી કોલેજ, ફોરેસ્ટ કોલેજ, આર્ટસ કોલેજ, કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ પણ આવેલી છે.

સરદાર સરોવર બંધથી 36 કિમી. દૂર અને ભરૂચથી 98 કિમી. દૂર આવેલું આ શહેર એક વેળાએ સામંતી રાજ્યનું કેન્દ્ર હતું. અહીંનો મહેલ સમગ્ર વર્ષ દરમિયાન ફિલ્મોના શુટિંગ માટે વપરાય છે.

  • કેવી રીતે આવશો અહીં:

નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.

રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.

રાજપીપળાની યાત્રા તસવીરોમાં....

રાજવંત મહેલ

રાજવંત મહેલ

રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ઐતિહાસિક નગર રાજપીપળા કરજણ નદીના કિનારે વસેલું છે.

રાજવંત મહેલ

રાજવંત મહેલ

અહીં રાજમહેલ, હરસિધ્ધિમાતાનું મંદિર, ગાયત્રી યજ્ઞ શાળા, કરજણ ડેમ, સરદાર સરોવર બંધ, સુરપાણેશ્વર અભયારણ્ય (શૂલપાણેશ્વર અભયારણ્ય), ગરૂડેશ્વર વગેરે જોવાલાયક સ્થળો છે.

રાજપીપળા રાજવા

રાજપીપળા રાજવા

રાજપીપળા રાજવા

રાજવંત મહેલ

રાજવંત મહેલ

સરદાર સરોવર બંધથી 36 કિમી. દૂર અને ભરૂચથી 98 કિમી. દૂર આવેલું આ શહેર એક વેળાએ સામંતી રાજ્યનું કેન્દ્ર હતું. અહીંનો મહેલ સમગ્ર વર્ષ દરમિયાન ફિલ્મોના શુટિંગ માટે વપરાય છે.

English summary
Rajpipla: A Rajwadi tourism place, take a tour with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X