સાગર કીનારે વસેલું નાનું પણ સોહામણું શહેર, રત્નાગીરી

Posted By: Super
Subscribe to Oneindia News

મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સ્થિત રત્નાગીરી અરબ સાગરના કિનારે વસેલું એક નાનું પણ સોહામણું શહેર છે. ભારતના આ ક્ષેત્રમાં શિવાજી મહારાજના શાસન બાદ રત્નાગીરી 1731માં સાત્ર રાજાઓના અધિકારમાં આવ્યું અને 1818માં બ્રિટિશ લોકોએ તેના પર અધિકાર જમાવ્યો. પૌરાણિક કથાઓ અનુસાર 12 વર્ષ માટે દેશ નિકાલ બાદ મહાભારતના પ્રસિદ્ધ પાંડવોએ આ સ્થળે થોડોક સમય વિતાવ્યો હતો. એ સમયે જે રાજા અહીં રાજ કરતો હતો અને સ્વયં કૌરવો વિરુદ્ધ પાંડવોને મદદ કરી હતી અને મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો.

જયગઢ કિલ્લો પોતાની ઉદારતાના કારણે પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષિત કરે છે. રત્નાગીરીના પ્રાયદ્વીપીય છેડા પર સ્થિત આ કિલ્લો ચમત્કારી છે. તેની પાસે જયગઢ લાઇટહાઉસ છે. તેની પાસે રત્નાદુર્ગ કિલ્લો છે, જે લગભગ 600 વર્ષ જૂનો છે. જો તમે રજા ગાળવા માટે સમુદ્ર કિનારે જવાનું વિચારો છો તો તમે અહીંના અનેક બીચોમાંથી કોઇ એકને પસંદ કરી શકો છો.

માંડવી બીચ એક શાનદાર બીચ છે, જ્યાંની રેતી કાળી છે, જ્યારે ગણપતિપુલે બીચ અને ગણેશધુલે અન્ય બે સ્થળ છે, જ્યાં અવશ્ય જોવું જોઇએ. ગણપતિપુલે બીચની પાસે સ્વંયભૂ ગણપતિનું પ્રાચિન મંદિર છે તથા તે આ નામથી જ પ્રસિદ્ધ છે. આ સ્થળ લગભગ 400 વર્ષ જૂનું છે. અહીં તમે માછલી અને અન્ય વ્યજંનો તથા કોકમની કઢીનો સ્વાદ લેવાનું ના ભૂલો. તમે રત્નાગીરીમાંથી અનેક પ્રાચીન વસ્તુઓની ખરીદી કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ રત્નાગીરીને.

રેલવે સ્ટેશન

રેલવે સ્ટેશન

રત્નાગીરીમાં આવેલું રેલ્વે સ્ટેશન

જયગઢ ફોર્ટ

જયગઢ ફોર્ટ

રત્નાગીરીના જયગઢ ફોર્ટનું સુંદર દ્રશ્ય

પોર્ટ

પોર્ટ

રત્નાગીરીમાં આવેલો જયગઢ પોર્ટ

જયગઢ ફોર્ટની અન્ય તસવીર

જયગઢ ફોર્ટની અન્ય તસવીર

રત્નાગીરીમાં આવેલા જયગઢ ફોર્ટના દ્વારની તસવીર

English summary
Situated in the south-western region of the state of Maharashtra, Ratnagiri is a small yet beautiful port city on the coast of the Arabian Sea.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.