For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંપત્તિનું શહેર કહેવાય છે છત્તીસગઢનું સીરપુર

By Super
|
Google Oneindia Gujarati News

સિરપુર અથવા તો સીરપુરને સંપત્તિનું શહેર પણ કહેવામાં આવે છે. આ એક પ્રાચિન શહેર છે, જે પોતાના પુરાતાત્વિક સ્મારકો, સમૃદ્ધ પરંપરા અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. આ શહેર, રાયપુરથી 80 કિમી દૂર સ્થિત છે, જે મહાનદીના તટ પર છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે.

સીરપુર સ્થિત સ્મારક અહીંના પ્રવાસન સ્થળોને નિહાળવા લાયક બનાવે છે. અહીંના પ્રમુખ પ્રવાસન આકર્ષણોમાંનું એક લક્ષ્મણ મંદિર છે, જે આખા ભારતના મંદિરોમાં વાસ્તુકળાની દ્રષ્ટિએ સારું માનવામાં આવે છે. આ શહેરના અન્ય આકર્ષણોમાં આનંદ પ્રભુ કુડી બિહાર, તુરતુરિયા, બુદ્ધ બિહાર, રામ મંદિર, બરનાવાપારા વન્યજીવ અભ્યારણ્ય અને ગંધેશ્વર મંદિર પણ સામેલ છે.

સીરપુર એક પ્રાચિન શહેર છે, જેની રચના 5મી સદીની આસપાસ કરવામાં આવી હતી. 6ઠ્ઠી સદીથી 10મી સદી સુધી તે બૌદ્ધ ધર્મનું પ્રમુખ તીર્થ સ્થળ હતું. જો કે, 12મી સદીમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં આ શહેર બરબાદ થઇ ગયું અને તેની તમામ જીંવતતા ધ્વસ્ત થઇ ગઇ. સીરપુર, રાજ્ય અને દેશના અન્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલુંછે. અહીં નજીકમાં હવાઇ મથક, રાયપુરમાં સ્થિત છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ સીરપુરને.

ગંધેશ્વર મંદિર

ગંધેશ્વર મંદિર

સીરપુરના ગંધેશ્વર મંદિરમાં મૂર્તિઓ

મંદિરમાં અવશેષો

મંદિરમાં અવશેષો

ગંધેશ્વર મંદિરમાં રહેલા અવશેષો

લક્ષ્મણ મંદિર

લક્ષ્મણ મંદિર

સીરપુરના લક્ષ્મણ મંદિરનું નજીકનું દ્રશ્ય

સુંદર દ્રશ્ય

સુંદર દ્રશ્ય

સીરપુરના લક્ષ્મણ મંદિરનું સુંદર દ્રશ્ય

લક્ષ્મણ મંદિરની અન્ય એક તસવીર

લક્ષ્મણ મંદિરની અન્ય એક તસવીર

સીરપુરમાં આવેલા લક્ષ્મણ મંદિરની અન્ય એક તસવીર

English summary
Sirpur or Shirpur is also called as the City of Wealth as it is an ancient city known for its archaeological monuments and its rich traditional and cultural heritage. The town is located around 80km away from Raipur, on the banks of the river Mahanadi in the state of Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X