For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર હોય કે ટ્યૂમર બધાનો ઉપચાર કરે છે પાર્લર

|
Google Oneindia Gujarati News

વેદો, પુરાણો અને ઉપનિષદોમાં જણાવ્યું છે કે, જો વ્યક્તિ પોતાની આત્મા, મન, બુદ્ધિ ઉપરાંત શરીરની શુદ્ધિ કરવા માગે છે તો તેના માટે સર્વોત્તમ રીત આયુર્વેદ છે. આયુર્વેદ એક વર્ષો જૂની વિધિ છે, જેમાં વ્યક્તિની અશુદ્ધિઓને પ્રકૃતિ અથવા નેચરના માધ્યમથી યોગ્ય કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આયુર્વેદમાં અશુદ્ધિઓને યોગ્ય કરવાના દૈવીય ગુણ હોય છે, જેના માધ્યમથી વ્યક્તિમાં શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાઓનો પ્રવેશ થાય છે.

હવે વાત આયુર્વેદ પર હોય તો તેવામાં આપણે કેરળનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધૂરી છે. આજે કેરળનો સમાવેશ દેશના એ રાજ્યોમાં થાય છે, જ્યાં પરંપરાગત આયુર્વેદ પદ્ધતિનો ઉપયોગ કરીને તેને આગળ લાવવામાં આવી રહ્યા છે. આજે કેરળમાં પ્રાકૃતિક સંસાધનોની વચ્ચે આ આયુર્વેદિક પદ્ધતિથી અનેક જટીલથી જટીલ બીમારીઓનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે અહીં દર વર્ષે તમે દેશ ઉપરાંત વિદેશી પ્રવાસીઓની ભીડ જોઇ શકો છો.

જો તમે પ્રકૃતિને તેના સંપૂર્ણ રૂપમાં જોવા ઇચ્છો છો અને આયુર્વેદિક પદ્ધતિઓનો અનુભવ કરવા માગો છો તો આજે જ કેરળ આવો. કેરળ અને પ્રવાસન લગભગ એક બીજાના પર્યાય છે, ભરપૂર ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીય હરિયાળી, નારિયેળના ઝાડ, તટો પર દૂર સુધી ફેલાયેલા પામ, ગદગદીત કરી દેતી પાણી પર તરતી હાઉસબોટ, મંદિરો, આયુર્વેદની સુંગધ, સમુદ્રી ઝીલો, નહેર, દ્વીપ વિગેર. તો ચાલો તસવીરો થકી જાણીએ કેરળના કેટલાક આયુર્વેદિક રિસોર્ટ્સ અંગે.

કૈરાલી આયુર્વેદિક હીલિંગ વિલેજ, પાલક્કડ

કૈરાલી આયુર્વેદિક હીલિંગ વિલેજ, પાલક્કડ

કૈરાલી આયુર્વેદિક હીલિંગ વિલેજ એટલે કે અનેકવિધ પેકેજની વ્યવસ્થા છે. આવનારા લોકો અહીં બ્યૂટી પેકેજ, આઇકેર પેકેજ લઇ શકે છે, સાથે જ અહીં અનેક બીમારીઓ જેમકે, સાઇનસ, માઇગ્રેન અને ખાંસી સંબંધિત રોગોનો ઇલાજ કરવામાં આવે છે. અહીં અનેક એવા પેકેજ પણ છે, જેમાં તમે સ્વસ્થ થઇને તાજગી સાથે ઘરે પરત ફરશો.

ગોડ્સ ઓન કન્ટ્રી આયુર્વેદિક રિસોર્ટ્સ, કોવલમ

ગોડ્સ ઓન કન્ટ્રી આયુર્વેદિક રિસોર્ટ્સ, કોવલમ

ગોડ્સ ઓન કન્ટ્રી આયુર્વેદિક રિસોર્ટ્સમા તમને યોગ, આયુર્વેદ અને નેચરલ મેડિટેશન માટે અનેક પ્રકારના આકર્ષખ પેકેજ આપવામાં આવે છે. અહીં ફૈટ ઘટાડવાથી લઇને જાડા થવા સુધી અને ઓછા વાળોને વધુ કરવા સહિતના અનેકવિધ પેકેજ પણ છે, અહીં એન્ટી એજિંગ અને સ્ટ્રેસ મેજેમેન્ટના પેકેજ પણ ઉપલબ્ધ છે.

બીચ એન્ડ લેક આયુર્વેદિક રિસોર્ટ, કોવલમ

બીચ એન્ડ લેક આયુર્વેદિક રિસોર્ટ, કોવલમ

જો તમે સાચા અર્થમાં રિફ્રેશ થવા માગો છો તો કોવલમમાં એક અન્ય રિસોર્ટ બીચ એન્ડ લેક આયુર્વેદિક રિસોર્ટ આવો. અહીં અનેક એવા ખાસ પેકેજ છે, જે તમને ઓછા પૈસામાં એ બધુ આપે છે, જેની તમે શોધમાં છો. અહીં અને અલ્પ કાલીન પ્રોગ્રામ પણ છે, જેમાં જઇને તમે તમારા જીવનને સ્વસ્થ અને ખુશહાલ બનાવી શકો છો.

કુન્નાથુર મના આયુર્વેદ રિસોર્ટ, ગુરુવાયૂર

કુન્નાથુર મના આયુર્વેદ રિસોર્ટ, ગુરુવાયૂર

અહીં પરંપરાગત અને પ્રાચીન આયુર્વેદ પદ્ધતિનો ઉપયોગ કરી જટિલથી જટિલ બીમારીઓનો ઉપચાર કરવામાં આવે છે. અહીં અભ્યાગમ, કીજહી, પિજહિચિલ નવરક્કીજહી જેવી યોગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

નાટિકા બીચ આયુર્વેદિક રિસોર્ટ, ગુરુવાયૂર

નાટિકા બીચ આયુર્વેદિક રિસોર્ટ, ગુરુવાયૂર

ગુરુવાયૂર નજીક સ્થિત નાટિકા બીચ આયુર્વેદિક રિસોર્ટ એક એવું સ્થળ છે, જ્યાં તમે કલાકો, દિવસો અને મહીનાઓ વિતાવી શકો છો. આ સ્થળ પૂર્ણ રીતે પ્રાકૃતિક અને ઘણું જ સુંદર છે. અહીં શિયાળા અને ગરમી માટે બે અલગ-અલગ પેકેજ છે.

ચામુંડી હિલ પેલેસ આયુર્વેદ રિસોર્ટ, કોટ્ટયમ્

ચામુંડી હિલ પેલેસ આયુર્વેદ રિસોર્ટ, કોટ્ટયમ્

આ રિસોર્ટમાં અનેક એવા પેકેજ અને થેરેપી છે, જે તમને કદાચ જ ક્યાંય જોવા મળશે. આ આયુર્વેદના સૌથી સારા સ્વરૂપથી જટિલથી જટિલ બીમારીઓનો ઉપચાર કરવામા આવે છે. અહીં આવ્યા બાદ તમે ઇચ્છો તો પેકેજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, એન્ટી એજિંગ જેવા પેકેજ લઇ શકો છો.

ઇડન ગાર્ડન આયુર્વેદિક હેલ્થ રિસોર્ટ

ઇડન ગાર્ડન આયુર્વેદિક હેલ્થ રિસોર્ટ

ઇડન ગાર્ડન આયુર્વેદિક હેલ્થ રિસોર્ટનો સમાવેશ કેરળના સૌથી સારા અને મોટા આયુર્વેદિક રિસોર્ટ્સમાં કરવામાં આવે છે. અહીં શુદ્ધ અને પૂર્ણતઃ પ્રાકૃતિક અને સાચી આયુર્વેદિક ટ્રીટમેન્ટ મળે છે. અહીં આવ્યા બાદ તમે યોગ અને મેડિટેશનને પેકેજ પણ લઇ શકો છો.

English summary
Ayurveda is one of the age-old practices of healing and refreshing one's body, mind and soul. The treatment of Ayurveda is believed to have divine powers which relaxes and brings in a sense of completeness and total bliss. Go to Kerala to enjoy its sights and once you are done, do not forget to pamper yourself and give your body a well-deserved break by going to some of these Ayurvedic centres.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X