આ મંદિરની અંગ્રેજી દેવી તમને શિખવાડશે કડકડાટ English

આજે ભારતનો સમાવેશ તે દેશોમાં થઇ ગયો છે જે પોતાના ધાર્મિક પ્રવાસન સ્થળોને લીધે દેશ વિદેશન લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. આજે એ કહેવું બિલકુલ અતિશયોક્તિ નહી હોય કે ભારત મંદિરોનો દેશ છે. અહીં 33 કરોડ દેવી દેવતાઓના લીધે તમને દરેક ગલી, નાકા પર ઘણા સુંદર અને આલિશાન મંદિર જોવા મળશે જે પોતાની કલાત્મકતા અને રચાનાત્મકતાથી તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે. જેના લીધી ભારતમાં ઘણા મંદિર એવા પણ છે કે જેના આરાધ્યને જોઇને તમે જરૂર આશ્વર્ય ચકિત રહી જશો અને બની શકે છે કે એમ વિચારો કે એવું કયુ કારણ હતું કે આપણે ભારતીયોને દરરોજ એક દેવી અથવા એક દેવતાની જરૂરિયાત મહસૂસ થાય છે.

આજે અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ એક એવા મંદિર વિશે જ્યાંની દેવી ઇન્ડિયન નહી પરંતુ ફોરેનર છે, સાથે જ જો તમે આ દેવીના આંગણે માથું ટેકી દિધું તો તમે એવું કડકડાટ અંગ્રેજી બોલશે કે અમેરિકા અને યૂરોપના લોકો પણ જોઇને આશ્વર્યચકિત રહી જશે. જી હાં આ સાચી વાત છે કે અમે વાત કરી રહ્યાં છીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના બનકા ગામની જ્યાં દલિત સમાજના લોકો દ્વારા ઇંગ્લિશ દેવીના મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

આ મંદિરના નિર્માણનું કારણ પણ રસપ્રદ છે, અહીં દલિતોનું માનવું છે કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે હંમેશાથી જ અંગ્રેજી શિક્ષણ અને તેના પ્રચાર અને પ્રસાર પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે જો દલિતોની ઉન્નતિ કરવી છે અને આગળ વધારવા છે તો તેમને અંગ્રેજી શિખવું પડશે. અહીંના સ્થાનિક લોકોનું એ પણ માનવું છે કે શિક્ષણ ક્ષેત્રે આજે દલિત પુરૂષો પાસે ઘણા વિકલ્પ છે પરંતુ મહિલાઓની હાલત ખરાબ છે અને શિક્ષણક્ષેત્રે તે વધુ પછાત છે, તો જો આ વિસ્તારમાં મંદિર હશે તો આ મહિલાઓ જ્યારે પણ ત્યાં માથું ટેકવા જશે તો ઇંગ્લિશ દેવી તેમનામાં શિક્ષા ખાસ કરીને ઇંગ્લિશ ભાષાનો સંચાર કરશે અને તે અંગ્રેજી શીખી જશે.

લખીપુર ખીરી જિલ્લાના બનકાની એક સ્કુલમાં સ્થાપિત આ મંદિર અને આ મૂર્તિ દેખાવમાં એકદમ વિચિત્ર છે. આ મૂર્તિ 20 કિલોના વજનની છે અને પિત્તળની બનેલી છે. જો તમે આને ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે ઇંગ્લિશ દેવીના એક હાથમાં પેન છે, તથા બીજા હાથમાં એક પુસ્તક અને દેવીએ બિલકુલ કોઇ અંગ્રેજની માફક એક હેટ પણ પહેરેલી છે આમ તો આ દેવી ભારતીય છે પરંતુ તેમનામાં કોઇ વિદેશી મેમની ઝલક જોવા મળશે.

તો આવો જોઇએ તસવીરોમાં કેવી દેખાય છે ઇંગ્લિશ દેવી અને શું ખરેખર આપણે તેના માધ્યમથી ઇંગ્લિશ જેવી ભાષા શીખી શકીએ.

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

ઇંગ્લિશ દેવીનો ચહેરો કોઇ વિદેશી મેમ જેવો છે જેમના એક હાથમાં મોટી પેન અને બીજા હાથમાં એક પુસ્તક છે. દેવીએ માથા પર હેટ લગાવી રાખી છે જે એ દર્શાવે છે કે આજનો સમય અંગ્રેજીનો છે.

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

ઇંગ્લિશ દેવીની આ મૂર્તિને અહીંની એક સ્કૂલમાં સ્થાનિય દલિત નેતા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

અહીંના લોકોનું માનવું છે કે આજે પણ ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં પુરૂષોની પાસે અભ્યાસના ઘણા અવસરો છે પરંતુ વાત જ્યારે સ્ત્રીઓની હોય તો સ્થિતી વિચારવા લાયક છે. આ મૂર્તિનો ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓ પણ દેવીને મોર્ડન બને અને પોતાની અંદર શિક્ષણનો સંચાર કરે.

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

લખીમપુર ખીરી જિલ્લાના બનકાની એક સ્કૂલમાં સ્થાપિત આ મંદિર અને મૂર્તિ દેખાવમાં એકદમ વિચિત્ર છે. આ મૂર્તિનું વજન 20 કિલો છે અને પિત્તળની બનેલી છે.

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

આ મૂર્તિને અહીં સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય દલિતોમાં અંગ્રેજી ભાષાનો સંચાર કરવાનો છે. દલિત લોકોનું માનવું છે કે જ્યાં સુધી તેમના બાળકો અંગ્રેજી શિખશે નહી ત્યાં સુધી તે ઉન્નતિના માર્ગ પર ચાલી શકશે નહી. આ વિસ્તારના લોકોનું માનવું છે કે જો તમે દેવીના દરબારમાં માથું ટેક્યું અને અંગ્રેજી શિખવામાં થોડી મહેનત કરી તો તમે એવું કડકડાટ અંગ્રેજી બોલશો કે અમેરિકા અને યૂરોપન લોકો પણ તમને જોઇને આશ્વર્યચકિત થઇ જશે.

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

કંઇક આવી દેખાય છે ઇંગ્લિશ દેવી

અંગ્રેજી દેવી મંદિરની સ્થાપનાનો મૂળ ઉદેશ્ય દલિત સમાજને એ સંદેશ આપવા માંગે છે કે તેમનો ઉદ્ધાર આ ભાષાના જ્ઞાનથી થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X